GU/Prabhupada 0020 - કૃષ્ણને સમજવું એટલું સરળ નથી
Arrival Lecture -- Miami, February 25, 1975
કૃષ્ણને સમજવું સરળ વસ્તુ નથી.
- મનુષ્યાણામ સહસ્રેષુ
- કશ્ચિદ યતતી સિદ્ધયે
- યતતામ અપિ સિદ્ધાનામ
- કશ્ચિદ વેત્તિ મામ તત્ત્વતઃ
- (ભ.ગી. ૭.૩)
હજારો, લાખો લોકોમાથી, એક વ્યક્તિ આતુર છે તેના જીવનને સફળ બનાવા માટે. કોઈને રસ નથી. વાસ્તવમાં તેમને ખબર જ નથી જીવનની વાસ્તવિક સફળતા શું છે. આ આધુનિક સભ્યતા, દરેક વ્યક્તિ વિચારે છે, "જો મને સારી પત્ની મળે અને સારી મોટોરગાડી અને સારો એપાર્ટમેંટ, તે સફળતા છે." તે સફળતા નથી. તે ક્ષણિક છે. સાચી સફળતા છે માયાના પાશમાથી બહાર નીકળવું, એટલે કે આ ભૌતિક બદ્ધ જીવન જે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગથી ભરેલું છે. આપણે ઘણા પ્રકારના જીવનના પ્રકારમાથી પસાર થઇ રહ્યા છે, અને આ મનુષ્ય જીવન એક સરસ અવસર છે બહાર નીકળવા માટે આ એક શરીરથી બીજા શરીર બદલવાની કડીથી. આત્મા શાશ્વત છે અને આનંદમય છે કારણ કે તે કૃષ્ણ, ભગવાન, નો અંશ છે. સત-ચિત-આનંદ, શાશ્વત, આનંદમય, જ્ઞાન થી પૂર્ણ. દુર્ભાગ્યવશ, આ ભૌતિક બદ્ધ જીવન માં, આપણે વિવિધ પ્રકારના શરીર બદલીએ છીએ, પણ આપણે તે આધ્યાત્મિક સ્તર ઉપર સ્થિત થતા નથી જ્યાં કોઈ જન્મ કે મૃત્યુ નથી. કોઈ વિજ્ઞાન નથી. પેલા દિવસે એક મનોવૈજ્ઞાનિક મને મળવા આવ્યા હતા. અને આત્મા, અને તેના મૂળ સ્વરૂપને સમજવા માટે તમારી શિક્ષા ક્યાં છે? તો વ્યાવહારિક રીતે આખી દુનિયા અંધકારમાં છે. તેઓ માત્ર આ પચાસ, સાઈઠ કે સો વર્ષના આ જીવન કાળમાં જ રુચિ ધરાવે છે. પણ તેઓ જાણતા નથી કે આપણે શાશ્વત, જ્ઞાન થી પૂર્ણ અને આનંદમય છીએ, અને આ ભૌતિક દેહના કારણે આપણે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધી ભોગવવું પડે છે. અને આ સતત ચાલી રહ્યું છે.
તો શ્રી ચૈતન્ય મહાપ્રભુ, પતિત જીવો ઉપર તેમની મહાન કરુણાના કારણે, અવતરિત થયા હતા. કૃષ્ણ પણ અવતરિત થાય છે. પણ કૃષ્ણ એટલા ઉદાર નથી. કૃષ્ણ પહેલા શરત રાખે છે, "સૌ પ્રથમ તમે શરણાગત થાઓ. પછી હું તમારો ભાર લઈશ." પણ ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણથી વધારે કૃપાળુ છે, જોકે કૃષ્ણ અને ચૈતન્ય મહાપ્રભુ બંને એકજ છે. તો ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી, આપણે આટલી સરળતાથી કૃષ્ણને સમજી શકીએ છીએ. તો તે ચૈતન્ય મહાપ્રભુ અહી ઉપસ્થિત છે. તમે તેમની અર્ચનપૂજા કરો. તે બહુ મુશ્કેલ નથી. યજ્ઞૈ: સંકીર્તનૈ: પ્રાયૈર યજન્તિ હી સુમેધસ: કૃષ્ણ વર્ણમ ત્વિષાકૃષ્ણમ, સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ, યજ્ઞૈ: સંકીર્તન (શ્રી.ભા. ૧૧.૫.૩૨). તમે માત્ર હરે કૃષ્ણનો જપ કરો, અને જે કઈ તમે કરી શકો, ચૈતન્ય મહાપ્રભુને અર્પણ કરો. તેઓ ખુબજ દયાળુ છે. તે કોઈ અપરાધ લેતા નથી. રાધા કૃષ્ણની આરાધના થોડી મુશ્કેલ છે. આપણે તેમની આરાધના ખુબજ આદરભાવ અને સતર્કતાથી કરવી પડે છે. પણ ચૈતન્ય મહાપ્રભુ સ્વેચ્છાથી પતિત આત્માઓના ઉદ્ધાર માટે આવ્યા છે. થોડી સેવાથી, તેઓ સંતુષ્ટ થશે. તેઓ સંતુષ્ટ થશે. પણ તેમની અવગણના ના કરો. કારણ કે તેઓ ખુબજ દયાળુ અને કૃપાળુ છે, તેનો મતલબ તેવો નથી કે આપણે તેમનું સ્થાન ભૂલી જવું જોઈએ. તેઓ પૂર્ણ પુરષોત્તમ ભગવાન છે. તો આપણે તેમને ખૂબજ આદર આપવો જોઈએ,અને જેટલું બને તેટલું... પણ આપણો લાભ છે કે ચૈતન્ય મહાપ્રભુ કોઈ પ્રકારનો અપરાધ લેતા નથી. અને તેમને પૂજવા, તેમને પ્રસન્ન કરવા, ખૂબજ સરળ છે. યજ્ઞૈ: સંકીર્તનૈ: પ્રાયૈર યજન્તિ હી સુમેધસ: તમે માત્ર હરે કૃષ્ણનો જપ કરો અને નાચો, અને ચૈતન્ય મહાપ્રભુ ખૂબજ પ્રસન્ન થશે. તેમણે આ કીર્તન અને નૃત્યની શરૂઆત કરી છે, અને તે ભાગવત સાક્ષાત્કાર માટેની સૌથી સરળ પદ્ધતિ છે. તો જેટલું સંભવ હોય તેટલું... જો બને શકે, તો ચોવીસ કલાક. જો તે સંભવ નથી, તો ઓછા માં ઓછુ, ચાર થી છ વાર, ચૈતન્ય મહાપ્રભુની સામે હરે કૃષ્ણનો જપ કરો અને તમને જીવનમાં સફળતા મળશે. આ હકીકત છે.