GU/681002 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જરા સમજવાનો પ્રયાસ કરો.એક ટાઈપરાઇટિંગ યંત્ર,એક નાનકડો સ્ક્રુ,જ્યારે તે ખોવાઈ જાય છે,તમારો યંત્ર ઠીક રીતે કાર્ય નથી કરતો.તમે દુકાનમાં જાઓ,તે દસ ડોલર લેવે છે;તમે તરત ચુકાવો છો.તે નાનકડો સ્ક્રુ,જ્યારે તે યંત્રના બાહર છે,તેની કિંમત એક પૈસો પણ નથી.તેમજ,આપણે બધા તે પરમના અંશમાત્ર છીએ.જો આપણે તે પરમ સાથે કાર્ય કરીયે,એટલે કે જો આપણે કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરીયે,કે ભગવદ્ ભાવનામૃતમાં,કે 'હું અંશ છું...'જેમ કે આ આંગળી પૂર્ણ રીતે મારા દેહના ચેતનામાં કાર્ય કરે છે,જ્યારે થોડો પણ દુખાવ થાય ત્યારે હું તેને અનુભવ કરી શકું છું.તેમજ,જો તમે પોતાને કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન કરો,તમે તમારા સામાન્ય સ્તિથી માં કાર્ય કરો છો,તમારું જીવન સફળ છે.અને જેમજ તમે કૃષ્ણ ભાવનામૃતથી જુદા થઇ જાવો,આખું કષ્ટ છે.આખું કષ્ટ છે.તો,આના વિષયમાં કેટલા બધા ઉદાહરણો અમે રોજ આ કક્ષામાં આપીયે છીએ.તો આપણને આ કૃષ્ણ ભાવનામૃતને સ્વીકાર કરવું જોઈએ,જો આપણને સુખી બનવું છે અને પોતાના સામાન્ય સ્તિથીમાં રેહવું છે તો."
681002 - ભાષણ - સિયેટલ