GU/700430 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે બદ્ધ છીએ કારણ કે જડ પદાર્થ કરતા આપણો સ્થાન ઉપર આવેલો છે,પણ આપણે તેનો દુરોપયોગ કરીયે છીએ.કેવી રીતે આપણે દુરોપયોગ કરી રહ્યા છીએ?આપણે ભૂલી ગયા છીએ કે ભલે આપણે જડ પદાર્થ કરતા ઉપર આવેલા શક્તિ છે,પણ છતાં,હું ભગવાનના આધીન છું.આ વાત તે ભૂલી જાય છે.આધુનિક સભ્યતા,તે ભગવાન માટે કોઈ પરવાહ નથી કરી રહ્યા,કારણ કે લોકો જડ પદાર્થ કરતા ઉપર આવેલા છે.તે માત્ર જડ પદાર્થને બીજી રીતે શોષણ કરી રહ્યા છે.પણ તે ભૂલી રહ્યા છે કે આપણે,ભલે આપણે અમેરિકાના હોય કે રશિયાના કે ચીનના કે ભારતના,આપણે બધા ભગવાનના આધીન છે.તે ભૂલ છે.કૃષ્ણ ભૂલિયા જીવ ભોગ વાંછા કરે(પ્રેમ-વિવર્ત).તે કૃષ્ણને ભૂલી ગયા છે,અને તે આ ભૌતિક જગતનો ભોગ કરવા ઈચ્છે છે.તે તેમનો રોગ છે.હવે આપણો કર્તવ્ય છે કે તેમના કૃષ્ણ ભાવનામૃતને જાગૃત કરવો કે"તમે ઉપર આવેલા છો,તે ઠીક છે.પણ તમે કૃષ્ણના આધીન છો."
700430 - ભાષણ ISO 01 - લોસ એંજલિસ