GU/700507 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ,ભલે તે વૃંદાવનમાં છે,ગોલોક વૃંદાવન,તેમના પરીકારો સાથે લીલાઓનો આનંદ લેતા,તે બધી જગ્યાએ છે,તેમના પરિસ્થિતિ,આકાર,રૂપ,કાર્યોના અનુસારે.બધી જગ્યાએ.તેથી એમ કહેવાયેલું છે કે પરમ ભગવાન ચાલે છે અને ચાલતા નથી.તે તેમના ધામથી જાતા નથી.તે પૂર્ણ રીતે આનંદ મનાવે છે.પણ તે જ સમયે,તે બધી જગ્યાએ છે.બધી જગ્યાએ તે ચાલી રહ્યા છે.જેમ કે આપણે ભોગ અર્પણ કરીયે છીએ.તો એમ નથી વિચારતા કે કૃષ્ણ સ્વીકાર નથી કરતા.કૃષ્ણ સ્વીકાર કરે છે,કારણ કે તે તેમનો હાથ તરત જ વિસ્તાર કરિ શકે છે જો તમે તેમને કઈ પણ ભક્તિ સાથે અર્પણ કરો છો.તદ્ અહં ભક્તિ-ઉપહૃતં અશનામી(BG 9.26).કૃષ્ણ કહે છે,'જે પણ મને અર્પણ કરે છે..કઈ પણ શ્રદ્ધા અને પ્રેમથી અર્પણ કરે છે,હું તેને ગ્રહણ કરું છું'.લોકો પૂછી શકે છે કે,'ઓહ,કૃષ્ણ ખૂબજ દૂર છે.ગોલોક વૃંદાવનમાં.તે કેવી રીતે ખાય છે?તે કેવી રીતે ગ્રહણ કરે છે'?ઓહ,તે ભગવાન છે.હા,તે ગ્રહણ કરિ શકે છે.તેથી એમ કહેવાયેલું છે;"તે ચાલે છે,અને ચાલતા પણ નથી."
700507 - ભાષણ ISO 05 - લોસ એંજલિસ