GU/700614 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો અમે બધાને તક આપીયે છીએ:કોઈ વાંધો નહિ તમે ત્રીજા દર્જાના છો,ચોથા દર્જાના છો,પંચમ દર્જાના છો,દસમા દર્જાના છો.તમે જે પણ છો,આવો તમે પ્રથમ-વર્ગના બની જાવો.અમે બધાને આમંત્રિત કરીયે છીએ.અમને કોઈ ભેદભાવ નથી.કૃષ્ણ માટે કોઈ ભેદભાવ નથી.તે કૃષ્ણ કહે છે:

મામ હી પાર્થ વ્યપાશ્રિત્ય યે'પી સ્યુ: પાપ-યોનયઃ (BG 9.32) 'મારા પ્રિય અર્જુન,જો કોઈ પણ કૃષ્ણ ભાવનામૃતને અપનાવે છે,કોઈ વાંધો નહિ તે અધમ પરિવારમાંથી છે,'સ્ત્રિયો વૈશ્યો તથા શૂદ્ર:',કે માનવ સમાજમાં,શૂદ્ર જેવા ઓછા બુદ્ધિવાળા માનવના વર્ગવાળા કે સ્ત્રી છે.કોઈ વાંધો નહિ.તે કોઈ પણ હોઈ શકે છે,જો તે કૃષ્ણ ભાવનામૃતને સ્વીકાર કરે છે,'તે'પી યાન્તિ પરામ ગતિમ,;તેમની પણ ઉન્નતિ તે સ્તર ઉપર થાય છે જ્યાથી તે પાછા ઘેર,પાછા ભગવદ્-ધામ જય શકે છે'.તો અમારા માટે કોઈ પ્રતિબંધ નથી.અમે એમ નથી કેહતા કે,'તમે નથી આવતા'.અમે બધાને નિમંત્રણ આપે છીએ,'પ્રસાદ લો,હરે કૃષ્ણનો જાપ કરો.'તે અમારો કાર્યક્રમ છે."

700614 - ભાષણ Srila Baladeva Vidyabhusana Appearance - લોસ એંજલિસ