GU/Prabhupada 0006 - દરેક વ્યક્તિ ભગવાન છે - મુર્ખોનું સ્વર્ગ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Lecture on SB 1.15.49 -- Los Angeles, December 26, 1973

દરેક વ્યક્તિ અહંકારથી ભરેલો છે, કે "હું જાણું છું. હું બધુ જાણું છું. તો ગુરુ પાસે જવાની કોઈ જરૂર નથી." આ છે પદ્ધતિ એક આધ્યાત્મિક ગુરુની પાસે જવા માટે. શરણાગતિ, કે "મને ઘણા બધા કચરા જેવા વિષયો વિષે ખબર છે, પણ તે બધુ વ્યર્થ છે. હવે કૃપા કરીને મને શિખવાડો." આને કહેવાય છે શરણાગતિ. જેમ કે અર્જુને કહ્યું, શિષ્યસ તે અહમ શાધી મામ પ્રપન્નમ (ભ.ગ. ૨.૭). જ્યારે અર્જુન અને કૃષ્ણ વચ્ચે વિવાદ થયો, અને જ્યારે તે મુદ્દોનો ઉકેલ ના આવ્યો, ત્યારે અર્જુને કૃષ્ણને રજૂઆત કરી, "મારા વ્હાલા કૃષ્ણ, અત્યારે આપણે મિત્રોની જેમ વાત કરી રહ્યા છીએ. હવે કોઈ મિત્રતાપૂર્વક વાતો નહીં. હું તમને મારા ગુરુના રૂપે સ્વીકાર કરું છું. કૃપા કરીને મને શીખવો કે મારુ કર્તવ્ય શું છે." તે છે ભગવદ ગીતા.

તો વ્યક્તિએ શીખવું જોઈએ. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભીગચ્છેત [મુ.ઉ. ૧. ૨. ૧૨]. આ વેદિક આજ્ઞા છે, કે જીવનનું મૂલ્ય શું છે? કેવી રીતે તે બદલાઈ રહ્યું છે? કેવી રીતે આપણે એક શરીરથી બીજા શરીરમાં દેહાંતર કરી રહ્યા છીએ? હું કોણ છું? હું આ શરીર જ છું, કે તેનાથી પરે કઈક છું? આ બધા વિષયોની જીજ્ઞાસા કરવાની છે. આ છે મનુષ્ય જીવન. અથાતો બ્રહ્મ જીજ્ઞાસા. આ જીજ્ઞાસા કરવી જોઈએ. તો આ કલિયુગમાં, કોઈ જ્ઞાન વગર, કોઈ જીજ્ઞાસા વગર, કોઈ ગુરુ વગર, કોઈ પુસ્તક વગર, દરેક વ્યક્તિ ભગવાન છે. બસ તેટલું જ. આ ચાલી રહ્યું છે, મુર્ખનું સ્વર્ગ. તો આ આપણને મદદ નહીં કરે. અહી, વિદુર વિષે... તે પણ...

વિદુરો અપિ પરિત્યજ્ય
પ્રભાસે દેહમ આત્માના:
કૃષ્ણવેષેણ તચ ચિત્તઃ
પિતૃભી: સ્વ ક્ષયમ યયૌ
(શ્રી.ભા. ૧.૧૫.૪૯)

તે... હું વિદુર વિષે વાત કરી રહ્યો હતો. વિદુર યમરાજ હતો. તો એક સંત પુરુષને યમરાજ સમક્ષ દંડ માટે હાજર કરવામાં આવ્યો. તો જ્યારે તે સંત પુરુષે યમરાજને પૂછ્યું, કે" હું તો... મને યાદ નથી, કે મારા જીવનમાં કોઈ પાપ કર્યું છે. મને કેમ અહી ન્યાય માટે લાવવામાં આવ્યો છે?" તો યમરાજે કહ્યું કે "તને યાદ નથી. તારા બાળપણમાં તે એક કિડીને એક સોયથી તેના મળદ્વારથી કોચી હતી, અને તે મરી ગઈ હતી. તેથી તને સજા મળશે જ." જરા જુઓ. બાળપણમાં, અજ્ઞાનતામાં, કારણ કે તેણે કઈક પાપ કર્યું હતું, અને તેને સજા આપવાની જ હતી. અને આપણે જાણી જોઈને, ધર્મના સિદ્ધાંતની વિરુદ્ધમાં કે "તારે હત્યા ના કરવી જોઈએ," આપણે કેટલા હજારો કતલખાનાઓ ખોલ્યા છે, એક બકવાસ સિદ્ધાંત આપીને કે પ્રાણીઓમાં આત્મા નથી હોતો. જરા જુઓ શું મજાક છે. અને આ ચાલી રહ્યું છે. અને આપણે શાંતિમાં રેહવું છે.