GU/Prabhupada 0009 - ચોર જે ભક્ત બની ગયો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Lecture on SB 1.2.12 -- Los Angeles, August 15, 1972

કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે: (ભ.ગી. ૭.૨૫) નાહમ પ્રકાશ સર્વસ્ય યોગમાયા સમાવ્રતઃ "હું બધાને દેખાઈ પડતો નથી.યોગમાયા, યોગમાયા મને આવરિત કરે છે." તો તમે કેવી રીતે ભગવાનને જોઈ શકો? પણ આ લુચ્ચાઈ ચાલી રહી છે, કે "તમે મને ભગવાન બતાવી શકો? તમે ભગવાનને જોયા છે?" ભગવાન એક રમકડા ની જેમ બની ગયા છે. "અહિયાં ભગવાન છે. તે ભગવાનનો અવતાર છે." (ભ.ગી. ૭.૨૫) ના મામ દુષ્કૃતિનો મુઢા: પ્રપદ્યન્તે નરાધમા: તેઓ પાપી, લુચ્ચા, મુર્ખ અને માનવજાતમાં સૌથી અધમ છે. તેઓ તેમ પૂછે છે: "તમે મને ભગવાન બતાવી શકો?" તમે શું લાયકાત પ્રાપ્ત કરી છે કે તમે ભગવાનને જોઈ શકશો? આ છે લાયકાત. તે શું છે? તત શ્રદ્ધધાના મુનય: (શ્રી.ભા. ૧.૨.૧૨) સૌથી પેહલા વ્યક્તિએ શ્રદ્ધાળુ હોવું જોઈએ. શ્રદ્ધાળુ. શ્રદ્ધાધના: એને વાસ્તવમાં તે ભગવાનને જોવા માટે ખુબ અજ આતુર હોવો જોઈએ. એમ નહીં કે મજાક, મસ્તીમાં "તમે મને ભગવાન ને બતાવી શકો?" જાદુ, જેમ કે ભગવાન એક જાદુ છે. ના. તે બહુ જ ગંભીર હોવો જોઈએ: "હા, જો ભગવાન છે તો.... આપણે બધાએ જોયું છે, આપણે બધાએ ભગવાન વિષે જાણ્યું છે. તો મારે જોવું જ પડશે."

આના સંબંધ માં એક કથા છે. તે ખુબજ મહત્વપૂર્ણ છે; તેને સાંભળવાનો પ્રયત્ન કરો. એક વ્યવાસાયિક કથાકાર એક વાર ભાગવત વિષે ચર્ચા કરી રહ્યો હતો, અને તે વર્ણન કરી રહ્યો હતો કે કૃષ્ણ, બધા પ્રકારના આભૂષણોથી અલંકૃત હતા, તેમને વનમાં ગાયોને ચરાવા માટે મોકલવામાં આવ્યા હતા. તો તે સભામાં એક ચોર બેઠો હતો. તો તેણે વિચાર્યું, "કેમ હું વૃંદાવન જઈને આ બાળક ને લૂટી ના લઉં? તે વનમાં આટલા બધા મોંઘા ઘરેણાઓ સાથે છે. હું ત્યાં જઈ શકું છું અને તે બાળકને પકડીને બધા ઘરેણાં લઈ શકું છું." તે તેનો ઉદેશ્ય હતો. તો, તે બહુજ ગંભીર હતો કે, "મારે તે છોકરાને શોધી કાઢવો છે. પછી એક રાતમાં હું લખપતિ બની જઈશ. આટલા બધા ઘરેણાં." તો તે ત્યાં ગયો, પણ તેની લાયકાત તે હતી કે "મારે કૃષ્ણને જોવા છે, મારે કૃષ્ણને જોવા જ છે." તે ચિંતા, તે આતુરતાને કારણે, તે કૃષ્ણને વૃંદાવનમાં જોઈ શક્યો. તેણે કૃષ્ણને તેમજ જોયા જેમ કે તે ભાગવત કથાકાર કેહતો હતો. પછી તેણે જોયું, "ઓહ, ઓહ, તું કેટલો સુંદર છોકરો છે, કૃષ્ણ." તો તે તેમના વખાણ કરવા માંડ્યો. તેણે તેમ વિચાર્યું, "વખાણવાથી, હું તેના બધા ઘરેણાં લઈ લઇશ." તો જ્યારે તેણે તેનો સાચો હેતુ રજૂ કર્યો, "તો હું શું તમારા થોડા ઘરેણાં લઇ લઉં? તમે આટલા ધનવાન છો." "ના, ના, ના. મારી મમ્મી ગુસ્સે થશે. હું ના આપી શકું..." કૃષ્ણ એક બાળકના રૂપમાં. તો તે કૃષ્ણ માટે હજી આતુર થતો ગયો. અને પછી... કૃષ્ણનાં સંગથી, તે શુદ્ધ બની ગયો હતો. ત્યારે, અંતમાં, કૃષ્ણે કહ્યું, "ઠીક છે, તું લઇ જા." ત્યારે તે તરતજ ભક્ત બની ગયો. કારણકે કૃષ્ણના સંગથી...

તો એક યા બીજી રીતે, આપણે બધાએ કૃષ્ણના સંપર્ક માં આવવું જોઈએ. એક યા બીજી રીતે. પછી આપણે શુદ્ધ થઈશું.