GU/Prabhupada 0016 - મારે કર્મ કરવું છે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Lecture on BG 7.1 -- San Francisco, March 17, 1968

તો વ્યક્તિએ જાણવું જોઈએ કેવી રીતે કૃષ્ણ સાથે સંપર્ક કરવો. કૃષ્ણ બધી જ જગ્યાએ છે. આ છે કૃષ્ણ ભાવનામૃત આંદોલન. આ છે કૃષ્ણ ભાવનામૃત. આપણે જાણવું જ જોઈએ કેવી રીતે કૃષ્ણના રૂપોથી આપણે પ્રાપ્ત કરી શકીએ લાકડા માં કે લોખંડમાં કે ધાતુમાં... તેનાથી કોઈ ફરક નથી પડતો. કૃષ્ણ સર્વત્ર છે. તમારે શીખવું જોઈએ કેવી રીતે કૃષ્ણને બધાથી જોડવા. તે આ યોગ પદ્ધતિમાં સમજાવવામાં આવશે. તમે શીખશો. તો કૃષ્ણ ભાવનામૃત પણ એક યોગ છે, સંપૂર્ણ યોગ, બધી યોગિક પદ્ધાતિયોમાં શ્રેષ્ઠ. કોઈપણ, કોઈ પણ યોગી આવી શકે છે, અને અમે તેને પડકારી શકીએ છીએ અને અમે કહી શકીએ છીએ કે આ એ-૧ (શ્રેષ્ઠ પ્રકારની) યોગ પદ્ધતિ છે. આ એ-૧ છે, અને તે જ સમયે ખુબ સરળ પણ છે. તમારે તમારા શરીરની કસરતો કરવાની જરૂર નથી.

ધારોકે તમે કમજોર છો કે તમને થોડોક થાક લાગે છે, પણ કૃષ્ણ ભાવનામૃતમાં તમને નહીં લાગે. અમારા બધા છાત્રો, તે બધા આતુર છે કૃષ્ણ ભાવનાભાવિત કાર્યોથી લદાવા માટે. "સ્વામીજી, હું શું કરું? હું કઈ કરી શકું છું?" તેઓ વાસ્તવ માં કરે છે. સારે રીતે. બહુ સારી રીતે. તેમને થાક નથી લાગતો. તે છે કૃષ્ણ ભાવનામૃત. આ ભૌતિક જગતમાં, તમે થોડાક સમય માટે કાર્ય કરશો, તો તમને થાક લાગશે. તમને આરામની જરૂર પડશે. બેશક, એટલે કે, હું અતિશયોક્તિ નથી કરતો. હું બોતેર વર્ષનો ઘરડો વ્યક્તિ છું. ઓહ, હું માંદો હતો. હું ભારત પાછો જતો રહેલો. હું પાછો આવ્યો છું. મને કાર્ય કરવું છે! મને કાર્ય કરવું છે! સ્વાભાવિક રીતે, હું આ બધા કાર્યોથી નિવૃત થઈ ગયો હોત, પણ મને લાગતું નથી... જ્યા સુધી હું કરી શકું, મારે કાર્ય કરવું છું. મને ઈચ્છા છે..., દિવસ અને રાત. રાત્રે, હું ડીક્ટોફોન સાથે કામ કરું છું. તો હું દુખી હોવું છું.. હું દુખી થઇ જાવું છું જો હું કાર્ય ના કરી શકું તો. આ છે કૃષ્ણ ભાવનામૃત.

આપણે કાર્ય કરવા માટે ખુબજ આતુર હોવા જોઈએ. એવું નથી કે આ એક નવરા લોકોનો સમાજ છે. ના. આપણી પાસે પર્યાપ્ત પ્રવૃત્તિઓ છે. તેઓ પેપરનું સંપાદન કરી રહ્યા છે, તેઓ પેપરને વેચી રહ્યા છે. તમે માત્ર શોધો કે કેવી રીતે કૃષ્ણ ભાવનામૃતનો વિસ્તાર થઇ શકે છે, બસ આટલું જ. તે વ્યવહારિક છે.