GU/Prabhupada 0019 - જે પણ તમે સાંભળો છો, તમારે બીજાને કહેવું જોઈએ

Revision as of 21:35, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Jagannatha Deities Installation Srimad-Bhagavatam 1.2.13-14 -- San Francisco, March 23, 1967

ધારોકે તમને મારા વિષે કે મારા સંબંધમાં કઈ વસ્તુ જાણવી છે, તમે કોઈ મિત્રને પૂછી શકો છો, "ઓહ, સ્વામીજી કેમ છે?" તે કશું કહી શકે છે, બીજો બીજી કઈ વસ્તુ કહી શકે છે. પણ જ્યારે હું સ્વયમ તમને સમજાવું "આ છે મારી સ્થિતિ. હું આવો છું," તે પૂર્ણ છે. તે પૂર્ણ છે. તો જો તમારે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાનને જાણવા છે, તમે માનસિક કલ્પના ના કરી શકો, કે ન તો તમે ધ્યાન કરી શકો. તે સંભવ નથી, કારણ કે તમારી ઇન્દ્રિયો ખુબજ અપૂર્ણ છે. તો શું માર્ગ છે? માત્ર તેમની પાસેથી સાંભળો. તો તેઓ કૃપા કરીને ભગવદ ગીતા કેહવા માટે આવ્યા છે. શ્રોતવ્ય: "ફક્ત સાંભળવાનો પ્રયાસ કરો." શ્રોતવ્ય: અને કીર્તિતવ્ય: ચ (શ્રી.ભા. ૨.૧.૫) જો તમે માત્ર કૃષ્ણ ભાવનામૃતના વર્ગમાં સાંભળશો અને સાંભળશો, અને બહાર જઈને ભૂલી જશો, ઓહ, તે બહુ સારું નથી. તે તમને સુધારશે નહીં. તો શું છે? કીર્તિતવ્યશ ચ: "જે કઈ તમે સાંભળો છો, તમારે બીજાને કહેવું જોઈએ." તે પૂર્ણતા છે.

તેથી અમે "બેક ટુ ગોડહેડ (ભગવદ દર્શન)" ની સ્થાપના કરી છે. અમારા વિદ્યાર્થિયોને છુટ છે, જે પણ તેઓ સાંભળે છે, તેમણે વિચારશીલ થવું જ જોઈએ અને લખવું જોઈએ. કીર્તિતવ્યશ ચ. માત્ર સંભાળવું જ નહીં. "ઓહ, હું લાખો વર્ષોથી સાંભળું છું, છતાં હું સમજી શકતો નથી" - કારણકે તમે કીર્તન કરતા નથી, તમે સાંભળેલું તમે ફરીથી બોલતા નથી. તમારે ફરીથી બોલવાનું છે. કીર્તિતવ્યશ ચ. શ્રોતવ્ય: કીર્તિતવ્ય: ચ ધ્યેય: અને તમે કેવી રીતે બોલી શકો કે લખી શકો જ્યાં સુધી તમે તેમને સ્મરણ ના કરો? તમે કૃષ્ણ વિષે સાંભળો છો, તમારે વિચારવું જોઈએ, તો તમે બોલી શકો છો. નહી તો ના બોલી શકો. તો શ્રોતવ્ય: કીર્તિતવ્ય: ચ ધ્યેય: અને પૂજ્યશ ચ. અને તમારે પૂજા કરવી જોઈએ. તેથી આપણે શ્રી વિગ્રહની જરૂર છે અર્ચનપૂજા માટે. આપણે ધ્યાન કરવું પડશે, આપણે બોલવું પડશે, આપણે સાંભળવું પડશે, આપણે અર્ચનપૂજા કરવી પડશે, પૂજ્યશ ચ.. પછી, કોઈક વાર? ના. નિત્યદા: નિયમિતપણે, નિયમિતપણે. નિત્યદા, આ વિધિ છે. તો જે પણ આ માર્ગને અપનાવશે, તે પરમ સત્યને સમજી શકશે. આ શ્રીમદ ભાગવતમ ની સ્પષ્ટ ઘોષણા છે.