GU/Prabhupada 0022 - કૃષ્ણ ભૂખ્યા નથી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Lecture on SB 1.8.18 -- Chicago, July 4, 1974

કૃષ્ણ કહે છે, "મારો ભક્ત, સ્નેહ સાથે," યો મે ભક્ત્યા પ્રયચ્છતી. કૃષ્ણ ભૂખ્યા નથી. કૃષ્ણ તમારી પાસે તમારા ભોગને સ્વીકારવા માટે એટલા માટે નથી આવ્યા કારણકે તેઓ ભૂખ્યા છે. ના. તેઓ ભૂખ્યા નથી. તેઓ પોતે સંપૂર્ણ છે, અને આધ્યાત્મિક જગતમાં તેમની સેવા થાય છે, લક્ષ્મી સહસ્ર શત સંભ્રમ સેવ્યમાનમ, તેઓ હજારો લક્ષ્મીયો દ્વારા સેવિત છે. પણ કૃષ્ણ એટલા દયાળુ છે, કે જો તમે તેમના સાચા પ્રેમી છો, તો તે પોતે અહી આવે છે તમારા પત્રમ પુષ્પમ ને સ્વીકારવા માટે. ભલે તમે ગરીબોમાં પણ ગરીબ છો, તમે જે પણ ભેગુ કરી શકો છો, તે સ્વીકારશે એક નાનું પાંદડું, થોડું જળ, એક નાનું પુષ્પ. દુનિયાના કોઈ પણ ખૂણામાં, કોઈપણ આ પ્રાપ્ત કરીને કૃષ્ણને અર્પણ કરી શકે છે. "કૃષ્ણ, મારી પાસે કઈ નથી તમને અર્પણ કરવા માટે, હું બહુ જ ગરીબ છુ. કૃપા કરીને આનો સ્વીકાર કરો." કૃષ્ણ સ્વીકારશે. કૃષ્ણ કહે છે, તદ અહમ અશ્નામી, "હું ખાઈશ." તો મુખ્ય વસ્તુ છે ભક્તિ, સ્નેહ, પ્રેમ.

તો અહી તે કહેલું છે અલક્ષ્યમ. કૃષ્ણ દૃશ્ય નથી, ભગવાન દૃશ્ય નથી, પણ તેઓ એટલા બધા દયાળુ છે કે તે તમારા સામે આવ્યા છે, તમારા ભૌતિક આંખોની નજરમાં. કૃષ્ણ આ ભૌતિક જગતમાં દૃશ્ય નથી, આ ભૌતિક આંખોથી. જેમ કે કૃષ્ણના અંશ. આપણે કૃષ્ણના અંશ છીએ, બધા જીવો, પણ આપણે એક બીજાને જોઈ ના શકીએ. તમે મને જોઈ ના શકો, હું તમને જોતો નથી. "ના, હું તમને જોઉં છુ." તમે શું જુઓ છો? તમે મારા શરીરને જુઓ છો. પછી, જયારે આત્મા દેહ છોડીને જાય છે, તમે કેમ રડો છો, "મારા પિતા જતા રહ્યા છે"? કેમ પિતા જતાં રહ્યા છે? પિતા અહી જ છે. તો તમે શું જોયું છે? તમે તમારા પિતાના મૃત દેહને જોયો છે, તમારા પિતાને નહીં. તો જો તમે કૃષ્ણના અંશ, આત્મા ને પણ જોઈ નથી શકતા, તો તમે કૃષ્ણને કેવી રીતે જોઈ શકશો? તેથી શાસ્ત્ર કહે છે, અતઃ શ્રી કૃષ્ણ નામાદી ના ભવેદ ગ્રહ્યમ ઇન્દ્રીયૈ: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૬). આ જડ ભૌતિક આંખો, તે કૃષ્ણને જોઈ શકતો નથી, કે કૃષ્ણના નામને સાંભળી શકતો નથી, નામાદી. નામ એટલે કે નામ. નામ એટલે કે નામ, રૂપ, ગુણ, લીલા. આ વસ્તુઓ ભૌતિક જડ આંખ કે ઇન્દ્રિયો દ્વારા સમજી શકાતી નથી. પણ જો તે શુદ્ધ થઇ ગયા છે, સેવોન્મુખે હી જિહવાદૌ, જો તે ભક્તિ યોગના માધ્યમથી શુદ્ધ બને છે, ત્યારે તમે કૃષ્ણને હમેશા બધી જગ્યાએ જોઈ શકો છો. પણ સામાન્ય વ્યક્તિયો માટે, અલક્ષ્ય: દૃશ્ય નથી. કૃષ્ણ સર્વત્ર છે, ભગવાન સર્વત્ર છે. અંડાન્તરસ્થ પરમાણુ ચયાન્તરસ્થમ. તો અલક્ષ્યમ સર્વ ભુતાનામ. જોકે કૃષ્ણ અંદર અને બાહર બન્ને જગ્યાએ છે, છતાં, આપણે કૃષ્ણ ને જોઈ નથી શકતા કારણ કે આપણી પાસે કૃષ્ણને જોવા માટે આંખો નથી.

તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે કે આંખોને ખોલીને કેવી રીતે કૃષ્ણને જોવા, અને જો તમે કૃષ્ણને જોઈ શકશો, અંતઃ બહિ:, ત્યારે તમારું જીવન સફળ છે. તેથી શાસ્ત્ર કહે છે કે, અંતર બહિર.

અંતર બહિર યદી હરીસ તપસા તતઃ કિમ
નાંતર બહિર યદી હરીસ તપસા તતઃ કિમ
(નારદ પંચરાત્ર)

દરેક વ્યક્તિ પૂર્ણ થવાનો પ્રયાસ કરે છે, પણ પૂર્ણતા મતલબ જ્યારે આપણે કૃષ્ણ ને અંદર અને બહાર જોઈ શકીએ છીએ. તે પૂર્ણતા છે.