GU/Prabhupada 0042 - આ દીક્ષાને ખૂબ ગંભીરતાથી લેજો

Revision as of 20:04, 8 June 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0042 - in all Languages Category:GU-Quotes - 1976 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Initiation Lecture Excerpt -- Melbourne, April 23, 1976

પ્રભુપાદ: ચૈતન્ય ચરિતામૃતમાં, શ્રીલ રૂપ ગોસ્વામીને શીખવાડતી વખતે, ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું,

એઈ રૂપે બ્રહ્માણ્ડ ભ્રમિતે કોન ભાગ્યવાન જીવ
ગુરુ કૃષ્ણ કૃપા પાય ભક્તિ લતા બીજ
(ચૈ.ચ. ૧૯.૧૫૧)

જીવો, તેઓ એક જીવ યોનિથી બીજી જીવ યોનિમાં ભટકી રહ્યા છે અને એક ગ્રહથી બીજા ગ્રહમાં ભટકી રહ્યા છે, કોઈક વાર નિમ્ન-સ્તરના જીવનમાં, કોઈક વાર ઉચ્ચ-સ્તરના જીવનમાં. આ ચાલી રહ્યું છે. આને કેહવાય છે સંસાર ચક્ર વર્ત્મની. કાલે રાત્રે આપણે સમજાવી રહ્યા હતા, મૃત્યુ સંસાર વર્ત્મની. આ જ શબ્દનો ઉપયોગ થયો છે, મૃત્યુ સંસાર વર્ત્મની. જીવનનો ખૂબ મુશ્કેલ હિસ્સો, મૃત્યુ. બધાજ મરવાથી ડરે છે કારણકે મૃત્યુ પછી કોઈને પણ ખબર નથી કે શું થવાનું છે. જે લોકો મૂર્ખ છે, તેઓ પશુઓ છે. જેમ કે પશુઓનું કતલ થાય છે, પણ બીજો પશુ એમ વિચારે છે કે, "હું સુરક્ષિત છુ." તો કોઈ પણ વ્યક્તિ જેની પાસે થોડી પણ બુદ્ધિ છે તેને ક્યારેય પણ મૃત્યુ પામીને બીજું શરીર સ્વીકારવાનું નહીં ગમે. અને આપણને ખબર નથી કે આપણને બીજો કેવો દેહ મળશે. તો આ દીક્ષા ગુરુ અને કૃષ્ણની કૃપાથી, તમે આને નરમાઈથી ના લેતા. તેને ખુબજ ગંભીરતાથી લેજો. આ એક મહાન તક છે. બીજ એટલે કે બી, ભક્તિનું બી. તો જે પણ તમે ભગવાનની સામે વચન આપ્યું છે, તમારા ગુરુની, અગ્નિની, વૈષ્ણવોની સમક્ષ, કદી પણ તે વચનથી તમે પથભ્રષ્ટ થતાં નહીં. પછી તમે તમારા આધ્યાત્મિક જીવનમાં સ્થિર રેહશો. અવૈધ સેક્સ નહીં, માંસાહાર નહીં, જુગાર નહીં અને નશો નહીં - આ ચાર 'ના' - અને હરે કૃષ્ણનો જપ -એક 'હા'. ચાર 'ના' અને એક 'હા'. આ તમારું જીવન સફળ બનાવશે. તે બહુ જ સરળ છે. મુશ્કેલ નથી. પણ માયા ખુબજ શક્તિશાળી છે, તે આપણને થોડા વિચલિત કરે છે. તો જ્યારે માયા દ્વારા પ્રયાસ થાય છે આપણને પથભ્રષ્ટ કરવા માટે, તમે માત્ર કૃષ્ણને પ્રાર્થના કરો, "કૃપયા મારી રક્ષા કરો. હું શરણાગત છુ, પૂર્ણ રૂપે શરણાગત છુ, અને કૃપા કરીને મને રક્ષા આપો," અને કૃષ્ણ તમારી રક્ષા કરશે. પણ આ તકને તમે ગુમાવતા નહીં. આ મારી વિનંતી છે. મારી બધી શુભકામના અને આશીર્વાદ તમારા ઉપર છે. તો ચાલો લઈએ આપણે આ ભક્તિની તક, ભક્તિ લતા બીજ. માળી હયા સેઇ બીજ કરે આરોપણ. તો જ્યારે તમને એક સરસ બી મળે, આપણે તેને પૃથ્વીમાં વાવવું જોઈએ. ઉદાહરણ છે, કે જો તમને એક સરસ ગુલાબી પુષ્પનું એક સારૂ બી મળે, તો તમે તને પૃથ્વી માં વાવશો, અને થોડુ, થોડુ જળ તેને આપશો. તે ઉગશે. તો આ બી જળ આપવાથી ઉગશે. તો આ સિંચન કરવું શું છે? શ્રવણ કીર્તન જલે કરે સેચન (ચૈ.ચ ૧૯.૧૫૨). આ બી, ભક્તિ લતા, નું સિચન, શ્રવણ કિર્તન છે, સાંભળવું અને જપ કરવો. તો તમે સંન્યાસીયો અને વૈષ્ણવો પાસેથી વધારે અને વધારે તેના વિષે સાંભળશો. પણ આ તકને ગુમાવતા નહીં. આ મારી વિનંતી છે. આપનો ખૂબ ખૂબ આભાર. ભક્તો: જય શ્રીલ પ્રભુપાદ!