GU/Prabhupada 0085 - જ્ઞાનની સભ્યતા મતલબ આધ્યાત્મિક જ્ઞાન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Lecture on Sri Isopanisad, Mantra 9-10 -- Los Angeles, May 14, 1970

"સમજદાર લોકોએ આપણને સમજાવેલું છે એક પરિણામ જ્ઞાનની સંસ્કૃતિ પરથી આવે છે, અને તે પણ કહ્યું છે કે એક અલગ પરિણામ અજ્ઞાન સંસ્કૃતિથી મેળવવામાં આવે છે. "

તો ગઈ કાલે આપણે અજ્ઞાન સંસ્કૃતિ શું છે તે અમુક અંશે સમજાવ્યું હતું અને જ્ઞાનની સંસ્કૃતિ શુ છે. જ્ઞાન સંસ્કૃતિનો અર્થ આધ્યાત્મિક જ્ઞાન છે. તે વાસ્તવિક જ્ઞાન છે. અને જ્ઞાનની પ્રગતિ સુવિધા માટે અથવા આ ભૌતિક શરીરનુ રક્ષણ કરવા માટે, તે સંસ્કૃતિ અજ્ઞાનની છે. કારણ કે તમે આ શરીરનુ રક્ષણ કરવાનો કેટલો પણ પ્રયાસ કરો, તેનો કુદરતી ઘટનાક્રમ આવશે. તે શું છે? જન્મ-મૃત્યુ-જરા-વ્યાધી (ભ.ગી. ૧૩.૯). તમે આ શરીરને વારંવાર જન્મ અને મૃત્યુથી રાહત આપી શકતા નથી, અને જ્યારે પ્રકટ થાય, રોગ અને વૃદ્ધાવસ્થા. તેથી લોકો ખૂબ ખૂબ વ્યસ્ત છે આ શરીરના જ્ઞાન સંવર્ધન માટે, તેમ છતાં તેઓ દરેક ક્ષણે જોઈ રહ્યા છે, કે આ શરીર ક્ષીણ થઇ રહ્યુ છે. આ શરીરનો જન્મ થયો ત્યારે જ તેની મૃત્યુ નોંધવામાં આવી હતી. તે એક હકીકત છે. તેથી તમે આ શરીરના કુદરતી ઘટનાક્રમ બંધ ના કરી શકો. તમારે શરીરની પ્રક્રિયા પૂરી કરવી જ પડશે, એટલે કે, જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ.

તેથી ભાગવત કહે છે, એના પરિણામ રૂપે, યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિધાતુકે (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩). આ શરીર ત્રણ પ્રાથમિક તત્વોથી બનેલુ છે: કફ, પિત્ત, અને વાયુ. તે છે વૈદિક આવૃત્તિ અને આયુર્વેદિક સારવાર. આ શરીર કફ, પિત્ત, અને હવાનો કોથળો છે. વૃદ્ધાવસ્થામા હવાનું પરિભ્રમણ અવ્યવસ્થિત થઈ જાય છે; તેથી વૃદ્ધ માણસને સંધિવા થાય છે, ઘણી શારીરિક બિમારીઓ થાય છે. તેથી ભાગવત કહે છે, "જેમણે પણ પિત્ત, કફ અને હવાનુ આ મિશ્રણ સ્વીકાર્યું છે સ્વ તરીકે, તે ગધેડો છે." ખરેખર, આ હકીકત છે. જો આપણે પિત્ત, કફ અને હવાના આ મિશ્રણને સ્વ તરીકે સ્વીકારીએ.. આટલો બુદ્ધિશાળી વ્યક્તિ, ખૂબ જ મહાન તત્વજ્ઞાની, ખૂબ મહાન વૈજ્ઞાનિક, શુ તેનો અર્થ એ છે કે તે પિત્ત, કફ અને હવાનું મિશ્રણ છે? ના. આ ભૂલ છે. તે આ પિત્ત અથવા કફ અથવા હવાથી અલગ છે. તે આત્મા છે. અને તેના કર્મ પ્રમાણે, તે પ્રદર્શન કરે છે, પ્રકટ કરે છે તેની પ્રતિભા. તેથી તેઓ આ કર્મ, કર્મના સિદ્ધાંતને સમજતા નથી. આપણને શા માટે આટલી બધી અલગ વિભૂતિઓ જોવા મળે છે?