GU/Prabhupada 0283 - આપણો કાર્યક્રમ છે પ્રેમ કરવો

Revision as of 22:19, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture -- Seattle, September 30, 1968

પ્રભુપાદ: ગોવિંદમ આદિ પુરૂષમ તમ અહમ ભજામિ.

ભક્તો: ગોવિંદમ આદિ પુરૂષમ તમ અહમ ભજામિ.

પ્રભુપાદ: તો આપણો કાર્યક્રમ છે પ્રેમ અને ભક્તિની સાથે આદિ પુરુષ ગોવિંદની પૂજા કરવી. ગોવિંદમ આદિ પુરૂષમ. આ કૃષ્ણ ભાવનામૃત છે. આપણે લોકોને શીખવાડીએ છીએ કૃષ્ણને પ્રેમ કરવો, બસ. આપણો કાર્યક્રમ છે પ્રેમ કરવો, તમારા પ્રેમને સરખી જગ્યાએ રાખવો. તે આપણો કાર્યક્રમ છે. બધાને પ્રેમ કરવો છે, પણ તે નિરાશ છે કારણકે તેનો પ્રેમ ગેરમાર્ગે દોરાયેલો છે. લોકો તેને સમજતા નથી. તેમને શીખવાડવામાં આવે છે, "સૌથી પહેલા, તમે તમારા શરીરને પ્રેમ કરો." પછી થોડું આગળ વધીને, "તમે તમારા પિતા અને માતાને પ્રેમ કરો." પછી "તમારા ભાઈ અને બેહનને પ્રેમ કરો." પછી "તમારા સમાજ, તમારા દેશને, આખી માનવતાને પ્રેમ કરો." પણ આ બધો વિસ્તારિત પ્રેમ, કહેવાતો પ્રેમ, તમને સંતુષ્ટિ નહીં આપે જ્યા સુધી તમે કૃષ્ણને પ્રેમ કરવાના બિંદુ સુધી નથી પહોંચતા. પછી તમે સંતુષ્ટ થશો. જેમ કે જો તમે કોઈ પથ્થરને એક જળાશય કે સરોવરમાં નાખો, ત્યારે તરત જ એક વર્તુળ બને છે. તે વર્તુળ વિસ્તારિત થાય છે, વિસ્તારિત થાય છે, જ્યારે તટને અડે છે, તે રોકાઈ જાય છે. જ્યાં સુધી તે વર્તુળ તટ સુધી નથી પહોંચતું, તે વધતું જાય છે. તો આપણે વધારવું પડે. વધારવું પડે. વધારવું બે રીતે થઇ શકે છે. જો તમે અભ્યાસ કરો, "હું મારા સમાજને પ્રેમ કરું, હું મારા દેશને પ્રેમ કરું, હું મારા માનવ સમાજને પ્રેમ કરું," પછી "જીવોને," ચાલતા જાઓ... પણ જો તમે સીધા કૃષ્ણને સ્પર્શ કરો, ત્યારે બધું જ છે. તે એટલું સરસ છે. કારણકે કૃષ્ણ એટલે કે સર્વ-આકર્ષક, તેમાં બધું આવી જાય છે. કેમ બધું? કારણકે કૃષ્ણ કેન્દ્રમાં છે.

જેમ કે એક પરિવારમાં જો તમે તમારા પિતાને પ્રેમ કરશો, ત્યારે તમે તમારા ભાઈઓને, બહેનોને, તમારા પિતાના સેવકને પ્રેમ કરશો, તમારા પિતાના ઘરને, તમારા પિતાની પત્નીને, મતલબ તમારી માતાને, દરેકને. કેન્દ્ર બિંદુ તમારા પિતા છે. આ એક અપક્વ ઉદાહરણ છે. તેવી જ રીતે, જો તમે કૃષ્ણને પ્રેમ કરશો, ત્યારે તમારો પ્રેમ સર્વવ્યાપી થઈ જશે. બીજુ ઉદાહરણ, જો તમે એક વૃક્ષને પ્રેમ કરો, પાંદડાઓ, પુષ્પો, શાખાઓ, થડ, ડાળખીઓ, બધું. તમે માત્ર વૃક્ષના મૂળ ઉપર જળ આપો, ત્યારે વૃક્ષ પ્રતિ તમારો પ્રેમ સહજ રીતે પૂર્ણ થઈ જશે. જો તમે તમારા દેશવાસીઓને પ્રેમ કરવા માગો છો, જો તમે ઈચ્છો છો કે તમારા દેશવાસીઓ સુશિક્ષિત થાય, અને આર્થિક રીતે, માનસિક રીતે, શારીરિક રીતે પ્રગતિ કરે, ત્યારે તમે શું કરશો? તમે સરકારને કર આપશો. તમે તમારા આયકરને છુપાવતા નથી. તમે માત્ર કેન્દ્ર સરકારને કર આપો છો, અને તે શિક્ષણ વિભાગમાં વિતરિત થઈ જશે, રક્ષણ મંત્રાલયમાં, સ્વાસ્થ્ય મંત્રાલયમાં, બધી જગ્યાએ. તેથી... આ અપક્વ ઉદાહરણો છે... પણ વાસ્તવમાં, જો તમારે બધાને પ્રેમ કરવો છે, તો તમે કૃષ્ણને પ્રેમ કરવાનો પ્રયાસ કરો. તમે નિરાશ નહીં થાઓ કારણકે તે પૂર્ણ છે. જ્યારે તમારો પ્રેમ પૂર્ણ છે, ત્યારે તમે નિરાશ નહીં થાઓ. જેમ કે તમારી પાસે પૂર્ણ ભોજન છે. જો તમે ભોજનથી પૂર્ણ રીતે સંતુષ્ટ છો, ત્યારે તમે કહેશો, "હું સંતુષ્ટ છું .મને હવે વધારે કઈ પણ નથી જોઈતું."