GU/Prabhupada 0484 - ભાવની પરિપક્વ અવસ્થા પ્રેમ છે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Lecture -- Seattle, October 18, 1968

પ્રભુપાદ: કોઈ પ્રશ્ન?

જયગોપાલ: ભાવ અને પ્રેમ વચ્ચે શું ફરક છે?

પ્રભુપાદ: ભાવની પરિપક્વ અવસ્થા પ્રેમ છે. જેમ કે પાકી કેરી અને કાચી કેરી. કાચી કેરી તે પાકી કેરીનું કારણ છે. પણ પાકી કેરીનો સ્વાદ કાચી કેરી કરતાં વધુ સારો હોય છે. તેવી જ રીતે, ભગવદ પ્રેમ પ્રાપ્ત કરતાં પહેલા, વિભિન્ન સ્તરો હોય છે. જેમ કે તે જ કેરી, તે અલગ અલગ સ્તરોમાથી પસાર થાય છે, પછી એક દિવસ સરસ પીળો રંગ આવે છે, પૂર્ણ રીતે પાકી, અને સ્વાદ એટલો સરસ છે. તે જ કેરી. કેરી બદલાતી નથી, પણ તે પરિપક્વ સ્તર પર આવે છે. તો આ... જેમ આ ઉદાહરણ, કેરી શરૂઆતમાં એક ફૂલ છે, પછી ધીમે ધીમે એક નાનું ફળ. પછી ધીમે ધીમે તે વધે છે. પછી તે બહુ જ કઠણ બને છે, લીલી, અને પછી, ધીમે ધીમે, તે થોડી, થોડી પીળાશ પડતી બને છે, પણ પછી તે પૂર્ણ રીતે પાકી બની જાય છે. આ દરેક વસ્તુની પદ્ધતિ છે. ભૌતિક જગતમાં પણ, છ ક્રિયાઓ હોય છે, અને છેલ્લી ક્રિયા છે વિનાશ.

આ કેરીનું ઉદાહરણ અથવા બીજું કોઈ પણ ભૌતિક ઉદાહરણ, આપણે તેને સ્વીકારી શકીએ છીએ જ્યાં સુધી વૃદ્ધિ અથવા વિકાસનો પ્રશ્ન છે, પણ ભૌતિક ઉદાહરણ પૂર્ણ નથી. જેમ કે કેરી, જ્યારે તે પાકી છે, કોઈ ખાય છે, તે ઠીક છે. નહિતો તે વધુ પડતી પાકી જશે, તે બગડી જશે, તે નીચે પડી જશે, અને સમાપ્ત. તે ભૌતિક છે. પણ આધ્યાત્મિક તેના જેવુ નથી. તે સમાપ્ત નથી થતું. જો તમે એક વાર તે પ્રેમના પરિપક્વ સ્તર પર આવો, તો તે પૂર્ણ સ્તર શાશ્વત રીતે ચાલુ રહે છે, અને તમારું જીવન સફળ થાય છે. પ્રેમા પુમ અર્થો મહાન. આ ભૌતિક જગતમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની પૂર્ણતા છે. કોઈ વ્યક્તિ વિચારે છે, "આ જીવનની પૂર્ણતા છે." ભૌતિકવાદીઓ, તેઓ વિચારે છે, "જો હું મારી ઇન્દ્રિયોનો બહુ સરસ રીતે ભોગ કરી શકું, તે જીવનની પૂર્ણતા છે." તે તેમનો દ્રષ્ટિકોણ છે. અને જ્યારે તેઓ નિરાશ થાય છે, તેઓ જુએ છે, અથવા શોધવાનો પ્રયત્ન કરે છે, કઈક વધુ સારું. તો જો તેને માર્ગદર્શન નથી મળતું, કઈક વધુ સારું મતલબ તે જ - મૈથુન અને નશો, બસ. તે બસ બેજવાબદાર બની જાય છે. બસ તેટલું જ. કારણકે કોઈ માર્ગદર્શક નથી. તે શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે, કઈક વધુ સારું શોધવાનો, પણ કારણકે કોઈ માર્ગદર્શક નથી, તે ફરીથી તે જ ભાન પર આવે છે અથવા મૈથુન અને નશો - ભૂલી જવા માટે. એક વેપારી, જ્યારે તે નિષ્ફળ જાય છે, ઘણો બધો પરેશાન થાય છે. તે દારૂ પીને ભૂલી જવા પ્રયત્ન કરે છે. પણ તે કૃત્રિમ રીત છે. વાસ્તવમાં તે ઈલાજ નથી. તમે ક્યાં સુધી ભૂલી શકો? ઊંઘવું - તમે ક્યાં સુધી ઊંઘી શકો? ફરીથી જાગો, ફરીથી તમે તે જ પરિસ્થિતીમાં છો. તે રીત નથી. પણ જો તમે ભગવદ પ્રેમના સ્તર પર આવો છો, તો સ્વાભાવિક રીતે તમે આ બધો બકવાસ ભૂલી જશો. સ્વાભાવિક રીતે. પરમ દ્રષ્ટવા નિવર્તતે (ભ.ગી. ૨.૫૯). જો તમને કઈક વધુ સ્વાદિષ્ટ મળે, વધુ રસદાર, તમે બકવાસ વસ્તુઓને છોડી દેશો જે એટલી સ્વાદિષ્ટ નથી.

તો કૃષ્ણ ભાવનામૃત આવી વસ્તુ છે. તે તમને તે ધોરણ પર લઈ જાય છે જ્યાં તમે આ બધા બકવાસને ભૂલી જશો. તે વાસ્તવિક જીવન છે. બ્રહ્મભૂત: પ્રસન્નાત્મા (ભ.ગી. ૧૮.૫૪). જેવુ તમે તે સ્વાદ પર આવો છો, પછી તમારું લક્ષણ હશે કે તમે આનંદમય હશો. તમે બધે જ તે અનુભવશો. ઘણા બધા કિસ્સાઓ છે. તો જ્યારે તમે આ ભૌતિક જગતને કૃષ્ણના સંબંધમાં સ્વીકારશો, તમે ભગવદ પ્રેમનો સ્વાદ કરશો, આ ભૌતિક જગતમાં પણ. વાસ્તવમાં, ભૌતિક જગત મતલબ પૂર્ણ રીતે ભગવાન, અથવા કૃષ્ણ, ને ભૂલી જવું. તે ભૌતિક જગત છે. નહિતો, જો તમે પૂર્ણ રીતે કૃષ્ણ ભાવનામાં છો, તમે ફક્ત આધ્યાત્મિક જગત જોશો, આ ભૌતિક જગતમાં પણ. ચેતના - બધી વસ્તુ ચેતના છે. તે જ ઉદાહરણ. જેમ કે રાજા અને માંકડ બંને એક જ રાજગાદીએ બેઠા છે, પણ માંકડ જાણે છે કે "મારૂ કાર્ય છે ફક્ત થોડું લોહી ચૂસવું." બસ તેટલું જ. રાજા જાણે છે કે "મારે રાજ કરવાનું છે. હું આ દેશનો રાજા છું." તો એક જ જગ્યાએ બેઠેલા છે, પણ ચેતના અલગ અલગ છે. તેવી જ રીતે, જો તમે તમારી ચેતનાને કૃષ્ણ ભાવનામૃતમાં બદલશો, જ્યાં પણ તમે છો, તમે વૈકુંઠમાં છો. જ્યાં પણ, તેનો ફરક નથી પડતો.