GU/Prabhupada 0601 - ચૈત્ય ગુરુ મતલબ જે અંદરથી વિવેક અને જ્ઞાન આપે છે

Revision as of 23:12, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Sunday Feast Lecture -- Los Angeles, May 21, 1972

તો આ ભગવાનની શક્તિઓ છે. એવું નહીં કે હું થોડું જાદુ બતાવું અને તરત જ હું ભગવાન બની જઉ. જરા જાદુ જુઓ, ભગવાનનું સાચું જાદુ જુઓ. સસ્તા ભગવાનનો સ્વીકાર ના કરો. ભગવાન ઈશ્વરીય જાદુ બતાવતા હોવા જોઈએ. જેમ કે આપણે થોડું જાદુ બતાવીએ છીએ, કોઈ વિમાન કે અવકાશયાન કે જેટને તરતુ મૂકવું. આપણે કેટલો બધો શ્રેય લઈએ છીએ, એટલો બધો શ્રેય કે વૈજ્ઞાનિકો ઘોષણા કરે છે, "કોઈ ભગવાન નથી. હું ભગવાન છું, કારણકે મે આ વિમાન બનાવ્યું છે." અને તમારું આ વિમાન આ ગ્રહોની સરખામણીમાં શું છે? તો બુદ્ધિશાળી વ્યક્તિ, તે લોકો આ વૈજ્ઞાનિકો અથવા તત્વજ્ઞાનીઓ કરતાં ભગવાનને વધુ શ્રેય આપશે. કારણકે તે શક્તિઓ જોઈ શકે છે, કેટલી શક્તિ છે. તો તેમની પાસે ઘણી શક્તિઓ છે. વેદિક સાહિત્યમાં આપણે સમજી શકીએ, પરાસ્ય શક્તિર વિવિધૈવ શ્રુયતે (ચૈ.ચ. મધ્ય ૧૩.૬૫, તાત્પર્ય) વેદોમાં, ઉપનિષદ: ન તસ્ય કાર્યમ કરણમ ચ વિદ્યતે (શ્વે.ઉ. ૬.૮). ભગવાને વ્યક્તિગત રીતે કશું કરવાનું હોતું નથી. ન તસ્ય કાર્યમ કરણમ ચ વિદ્યતે. ન તત-સમસ ચાભીઅધિકશ ચ દ્રશ્યતે. તેમની સમાન અથવા તેમના કરતાં મહાન કોઈ નથી. કોઈ જ નહીં. તે ભગવાન છે. જો કોઈ સ્પર્ધક હોય, એક ભગવાનનો સ્પર્ધક, બીજો ભગવાન સ્પર્ધક... જેમ કે હાલમાં તે એક ફેશન બની ગઈ છે કે ભગવાન બનવું, અને એક "ભગવાન' અને બીજા વચ્ચે સ્પર્ધા હોય છે. પણ વાસ્તવમાં, કોઈ વ્યક્તિ ભગવાન સાથે સ્પર્ધા ના કરી શકે. તે ભગવાન છે. ન તસ્ય સમ. સમ મતલબ સમાન. અધિકસ્ય, અથવા મહાન. તેનો મતલબ બધા આધીન છે. દરેક વ્યક્તિ આધીન. દરેક વ્યક્તિ ભગવાનથી નીચે છે. તે બહુ જ શક્તિશાળી હોઈ શકે છે, પણ કોઈ વ્યક્તિ ભગવાનની સમાન અથવા તેમના કરતાં મહાન ના હોઈ શકે. તે વેદિક માહિતી છે. ન તસ્ય સમ અધિકસ્ય દ્રશ્યતે. આપણને મળતું નથી...

ઘણા, ઘણા સાધુ વ્યક્તિઓ, તેઓ સંશોધન કરે છે, કે કોણ સૌથી મહાન વ્યક્તિ છે. સૌથી મહાન વ્યક્તિ. તો મહાન સાધુ વ્યક્તિઓ દ્વારા સંશોધન દ્વારા, વિશેષ કરીને બ્રહ્માજી દ્વારા... તેઓ આ બ્રહ્માણ્ડના પહેલા જીવ છે. તો તેમણે તેમના આધ્યાત્મિક વિકાસ અને સંશોધન દ્વારા જાણ્યું કે કૃષ્ણ સૌથી મહાન છે. ઈશ્વર: પરમ: કૃષ્ણ: (બ્ર.સં. ૫.૧). તેઓ તેમનો નિર્ણય આપે છે: "સૌથી મહાન વ્યક્તિ કૃષ્ણ છે." જેમ કે આપણે બેસેલા છીએ, ઘણી બધી સ્ત્રીઓ અને સજજનો અહી છે. આપણે વિશ્લેષણ કરી શકીએ કે અહિયાં સૌથી મહાન કોણ છે. તો કહો, દલીલ ખાતર, તમે સ્વીકારો કે "તમે સૌથી મહાન છો." પણ હું સૌથી મહાન નથી. મારે મારા આધ્યાત્મિક ગુરુ છે. તેમને તેમના ગુરુ છે. તેમને તેમના ગુરુ છે. આ રીતે, આપણે બ્રહ્મા સુધી પહોંચીએ છીએ. બ્રહ્મા આ બ્રહ્માણ્ડમાં મૂળ ગુરુ છે, જેમણે આપણને વેદિક જ્ઞાન આપ્યું છે. તેથી તેમને દાદા કહેવાય છે, પિતામહ. પણ તેઓ પણ સ્વતંત્ર નથી. વેદાંત સૂત્ર અથવા ભાગવતમાં તે કહ્યું છે કે બ્રહ્મા... તેઓ પહેલા જીવ છે. બીજું કોઈ હતું નહીં, કોઈ જીવ હતું નહીં જ્યારે તેમની સૌ પ્રથમ રચના થઈ. તો જો હું કહું કે તેમણે પણ જ્ઞાન બીજા દ્વારા મેળવ્યું, તો દલીલ હોઈ શકે કે, "તે બીજું વ્યક્તિ કોણ છે જેણે તેમને જ્ઞાન આપ્યું?" તો તેથી ભાગવત કહે છે, "ના. તેમણે જ્ઞાન કૃષ્ણ દ્વારા પ્રાપ્ત કર્યું." કેવી રીતે? "હ્રદય દ્વારા." તેને બ્રહ્મ હ્રદા. હ્રદા. કારણકે ભગવાન, કૃષ્ણ દરેક વ્યક્તિના હ્રદયમાં વિરાજમાન છે - તમારા હ્રદયમાં, મારા હ્રદયમાં, દરેકના હ્રદયમાં. અને તેઓ શિક્ષા આપી શકે છે. તેમનું નામ તેથી ચૈત્ય ગુરુ છે. ચૈત્ય ગુરુ મતલબ જે અંદરથી વિવેકબુદ્ધિ અને જ્ઞાન આપે છે. ભગવદ ગીતામાં કૃષ્ણ કહે છે, સર્વસ્ય ચાહમ હ્રદી સન્નિવિષ્ટો: (ભ.ગી. ૧૫.૧૫) "હું દરેક વ્યક્તિના હ્રદયમાં સ્થિત છું." હ્રદી, "હ્રદયમાં"; સન્નિવિષ્ટો, "હું બેઠેલો છું." સર્વસ્ય. તમારા અને મારામાં જ નહીં, પણ પ્રાણીઓ, જંતુઓ, પક્ષીઓ, પશુઓ, બ્રહ્મા, દરેકના. સર્વસ્ય. બધા જ જીવો. તો સર્વસ્ય ચાહમ હ્રદી સન્નિવિષ્ટો મત્ત: "મારાથી"; સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ, "સ્મૃતિ, જ્ઞાન અને વિસ્મૃતિ." વિસ્મૃતિ પણ. જો તમારે ભગવાનને ભૂલી જવું છે, ભગવાન તમને બુદ્ધિ આપશે કે તમે હમેશને માટે ભગવાનને ભૂલી જશો. તેઓ ખૂબ જ દયાળુ છે. તમારે જે પણ જોઈએ છે, તેઓ તમને બુદ્ધિ આપશે, "આવી રીતે કર."