GU/Prabhupada 0623 - આત્મા એક શરીરમાથી બીજા શરીરમાં સ્થાનાંતર કરી રહી છે

Revision as of 23:16, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.13 -- Pittsburgh, September 8, 1972

પ્રભુપાદ:

દેહીનો અસ્મિન યથા દેહે
કૌમારમ યૌવનમ જરા
તથા દેહાંતર પ્રાપ્તિર
ધિરસ તત્ર ન મુહ્યતિ
(ભ.ગી. ૨.૧૩)

વર્તમાન સમયમાં આ સમસ્યા છે. લોકો આ શરીરની પ્રાણશક્તિ વિશે શિક્ષિત નથી. અહી ભગવદ ગીતામાં, તે સમજાવ્યું છે, દેહી. દેહી મતલબ શરીરનો માલિક. આપણે બધા, ફક્ત મનુષ્યો જ નહીં, પણ મનુષ્યો કરતાં નીચલા પણ, બધા જ જીવો... ૮૪,૦૦,૦૦૦ પ્રકારના જીવો છે. તેમને દેહી કહેવાય છે. દેહી મતલબ શરીરનો સ્વામી. કૂતરો, બિલાડી, મનુષ્ય, રાષ્ટ્રપતિ, અથવા ઉચ્ચ કે નીચલા, અલગ અલગ પ્રકારની જીવન યોનીઓ છે. દરેક વ્યક્તિ શરીરનું માલિક છે. તે આપણે અનુભવીએ છીએ. તમે તમારા શરીરના દુખ અને સુખ વિશે બધુ જ જાણો છો. હું મારા શરીરના દુખ અને સુખ વિશે જાણું છું. તો આ શરીર આપણને ભૌતિક પ્રકૃતિ દ્વારા આપણા કાર્યક્ષેત્રો અનુસાર આપવામાં આવ્યું છે. અલગ અલગ શરીરો સાથે, આપણે અલગ અલગ રીતે કામ કરી રહ્યા છીએ. એવું નથી કે તમારા કાર્યો અને મારા કાર્યો એક સરખા જ છે. કુતરાના કાર્યો અને માણસોના કાર્યો અલગ અલગ છે કારણકે કૂતરાને એક અલગ પ્રકારનું શરીર છે અને મારે એક અલગ પ્રકારનું શરીર છે. આપણે દરેક. તો દેહીનો અસ્મિન યથા દેહે (ભ.ગી. ૨.૧૩). દેહી, જીવ અથવા પ્રાણશક્તિ, આ શરીરમાં છે.

તો શરીર બદલાઈ રહ્યું છે. દેહનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા (ભ.ગી. ૨.૧૩). કૌમારમ મતલબ બાળપણ. યૌવનમ મતલબ યુવાની, અને જરા મતલબ વૃદ્ધાવસ્થા, વૃદ્ધ શરીર. તો હું યાદ કરી શકું છું, હું એક વૃદ્ધ માણસ છું, હું યાદ કરી શકું છું, મારે એક બાળકનું શરીર હતું, મારે એક યુવાન માણસનું શરીર હતું. હવે મારે આ વૃદ્ધ શરીર છે. તો જોકે બાળક શરીર, યુવાન શરીર હવે નથી રહ્યા, પણ હું હજુ પણ છું. તે હકીકત છે. દરેક વ્યક્તિ સમજી શકે છે. તેને ભૂત, વર્તમાન અને ભવિષ્ય છે. તમે બધા યુવાન છોકરાઓ અને છોકરીઓ અહિયાં ઉપસ્થિત છો. તો તમારે ભૂતકાળમાં બાળકનું શરીર હતું. તેવી જ રીતે, તમને તમારું ભવિષ્યનું શરીર પણ હશે. તે રાહ જોઈ રહ્યું છે. મને આવી ગયું છે, તમે રાહ જોઈ રહ્યા છો. તો ભૂત, ભવિષ્ય, ભૂત, વર્તમાન, અને ભવિષ્ય, સાપેક્ષ રીતે આપણે જીવનની કોઈ પણ અવસ્થા સમજી શકીએ. તેથી નિષ્કર્ષ છે કે જ્યારે આ વૃદ્ધ શરીર જેમ અત્યારે મારી પાસે છે... હું બોતેર વર્ષનો છું. તો જ્યારે આ શરીર સમાપ્ત થઈ જશે, મને બીજું શરીર મળશે. જેમ મને મળ્યું છે, નિરંતર, બાળપણથી છોકરાનું, છોકરાથી યુવાનીનું, વૃદ્ધ શરીર, તો હવે બીજું શરીર કેમ નહીં? આ સરળ સત્ય, કે જીવ, અથવા આત્મા, એક શરીરમાથી બીજા શરીરમાં સ્થાનાંતર કરે છે. આ આધ્યાત્મિક સમજણનો મૂળ સિદ્ધાંત છે. શરીરની પ્રાણ શક્તિ આત્મા છે. તે પદાર્થની યાંત્રિક વ્યવસ્થા નથી. આધુનિક કહેવાતા વૈજ્ઞાનિકો, તેઓ વિચારે છે કે શરીર પદાર્થનું મિશ્રણ છે અને, એક ચોક્કસ સ્તર પર, આ પદાર્થનું મિશ્રણ જીવિત લક્ષણોમાં વિકસિત થાય છે. પણ તે હકીકત નથી. જો તે હકીકત હોય, તો વૈજ્ઞાનિકો રસાયણોની મદદથી એક જીવિત શરીર નિર્માણ કરી શકતા હોવા જોઈએ. પણ એક વૈજ્ઞાનિક હજુ સુધી એક કીડી જેવુ શરીર પણ નિર્માણ નથી કરી શક્યો, અને બીજા, મોટા પ્રાણીઓનું તો કહેવું જ શું.