GU/Prabhupada 0645 - જે વ્યક્તિએ કૃષ્ણનો સાક્ષાત્કાર કર્યો છે, તે હમેશા વૃંદાવનમાં રહે છે



Lecture on BG 6.1 -- Los Angeles, February 13, 1969

પ્રભુપાદ: હા, તમારો પ્રશ્ન શું છે?

ભક્ત: શું ક્ષીરોદકશાયી જડ વસ્તુઓમાં, જેમ કે પથ્થરોમાં, પણ હોય છે?

પ્રભુપાદ: હમ્મ?

ભક્ત: શું ક્ષીરોદકશાયી વિષ્ણુ નિર્જીવ વસ્તુઓ, પદાર્થમાં પણ હોય છે?

પ્રભુપાદ: હા, હા, અણુમાં પણ.

ભક્ત: તેમના ચતુર્ભુજ સ્વરૂપમાં...?

પ્રભુપાદ: ઓહ હા.

ભક્ત: તેમનું શું છે...?

પ્રભુપાદ: તેઓ જ્યાં પણ રહે છે, તે તેમના પોતાના સ્વરૂપમાં રહે છે. અણોર અણિયાન મહતો મહિયાન. તેઓ સૌથી મોટા કરતાં પણ મોટા છે, અને તેઓ સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ છે. તે વિષ્ણુ છે. અંડાન્તરસ્થ પરમાણુ ચયાંતરસ્થમ (બ્ર.સં. ૫.૩૫). પરમાણુ મતલબ પરમાણુ. તમે પરમાણુને જોઈ પણ ના શકો, કેટલો સૂક્ષ્મ. તેઓ પરમાણુમાં છે. તેઓ સર્વત્ર છે.

તમાલ કૃષ્ણ: પ્રભુપાદ, તમે અમને કહ્યું હતું કે જ્યાં પણ કૃષ્ણ છે, તે વૃંદાવન છે. હું વિચારતો હતો, જો કૃષ્ણ આપણા હ્રદયમાં વસે છે, શું તેનો મતલબ છે કે આપણા હ્રદયની અંદર...

પ્રભુપાદ: હા. જેણે સાક્ષાત્કાર કર્યો છે, તે કોઈ પણ જગ્યાએ વૃંદાવનમાં રહે છે. એક સાક્ષાત્કારી આત્મા હમેશા વૃંદાવનમાં રહે છે. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે. જેણે કૃષ્ણનો સાક્ષાત્કાર કર્યો છે, તે હમેશા વૃંદાવનમાં રહે છે. જેમ કે કૃષ્ણ અથવા વિષ્ણુ દરેક વ્યક્તિના હ્રદયમાં રહે છે, પણ તે કુતરાના હ્રદયમાં પણ રહે છે. શું તેનો મતલબ એવો થયો કે તેઓ કુતરા જેવા છે? તેઓ વૈકુંઠમાં નિવાસ કરે છે. ભલે તેઓ કુતરાના હ્રદયમાં રહે છે, તેઓ વૈકુંઠમાં નિવાસ કરે છે. તેવી જ રીતે એક ભક્ત એક જગ્યાએ રહેતો લાગી શકે છે જે વૃંદાવનથી દૂર છે, પણ તે વૃંદાવનમાં રહે છે. તે હકીકત છે. હા. (અંત)