GU/Prabhupada 0732 - હું આકાશ અથવા હવાની સેવા ના કરી શકું. મારે એક વ્યક્તિની જ સેવા કરવી પડે



Room Conversation with Yoga Student -- March 14, 1975, Iran

પ્રભુપાદ: સૂફીવાદનો અર્થ શું છે? સાહિત્યિક અર્થ?

યોગ વિદ્યાર્થી: સૂફીવાદનો અર્થ તે છે જે હિન્દુ પ્રણાલીમાં ભક્તિવાદનો છે.

પ્રભુપાદ: ભક્તિ મતલબ ભગવાની સેવા કરવી. શું તે અર્થ છે?

યોગ વિદ્યાર્થી: બિલકુલ.

પ્રભુપાદ: તો પછી જો ભગવાનની સેવા કરવાની છે, તો તેઓ વ્યક્તિ જ હોવા જોઈએ, નહિતો સેવાનો પ્રશ્ન જ ક્યાં છે? યોગ વિદ્યાર્થી: સૂફીઓ જુએ છે ભગવાનનું વ્યક્તિગત રૂપ...

પ્રભુપાદ: જ્યાં સુધી તેઓ વ્યક્તિ ના હોય, હું કેવી રીતે તેમની સેવા કરી શકું? હું હવા અથવા આકાશની સેવા ના કરી શકું. મારે વ્યક્તિની જ સેવા કરવી પડે. પ્રેમ આકાશમાં કે હવામાં રહેતો નથી. તે વ્યક્તિ જ હોવો જોઈએ. પુરુષ કે સ્ત્રી, તેનો ફરક નથી પડતો. નહિતો પ્રેમ ક્યાં છે? કોને પ્રેમ કરવો?

યોગ વિદ્યાર્થી: સૂફીઓ આ વ્યક્તિઓમાં પ્રેમ શોધે છે... ઉદાહરણ તરીકે અરબમાં સૂફી, એક સુંદર સ્ત્રીના મુખ દ્વારા...

પ્રભુપાદ: એક સુંદર સ્ત્રીના મુખ દ્વારા?

યોગ વિદ્યાર્થી: હા.

પ્રભુપાદ: તો તે ભૌતિકવાદીઓ પણ શોધે છે.

યોગ વિદ્યાર્થી: તે ભૌતિક પાસું છે, અવશ્ય.

પ્રભુપાદ: તેથી ઇસ્લામમાં રૂપનો અસ્વીકાર કરવામાં આવે છે કારણકે તે ત્યાં જ આવીને અટકે છે. જેવુ તેઓ રૂપ વિશે વિચારે, તેઓ આ ભૌતિક રૂપ વિશે વિચારે, સ્ત્રીનું સુંદર મુખ. તે અધઃપતન છે. તેથી તમે ભૌતિક રૂપ ના વિચારવા માટે ચુસ્ત હોવ છો. તે વેદિક કલ્પના છે. અપાની પાદ: જવનો ગ્રહીતા: "તેમને કોઈ પગ અને કોઈ હાથ નથી." આ છે, રૂપને નકારવું. અને પછી તે કહે છે, વેદો કહે છે, જવનો ગ્રહીતા: "તેઓ સ્વીકારે છે તમે જે પણ તેમને અર્પણ કરો." તેનો મતલબ... ભગવાનને કોઈ ભૌતિક રૂપ નથી, પણ તેમને રૂપ છે; નહિતો તેઓ કેવી રીતે સ્વીકારી શકે? કેવી રીતે તેઓ મારા પ્રેમને સમજી શકે? તો તેથી મૂળ મુસ્લિમવાદમાં રૂપનો સ્વીકાર થયો નથી. તો તે વેદિક વર્ણન છે, આકાર અને નિરાકાર. નિરાકાર મતલબ કોઈ ભૌતિક રૂપ નહીં, અને આકાર મતલબ ભૌતિક રૂપ, બંને એક સાથે. જેમ કે હું છું; તમે છો... આપણે... હું શરીરમાં છું, પણ હું આ શરીર નથી. આ રૂપ તે નથી જે "હું છું." પણ ક્યાથી આ શરીર અસ્તિત્વમાં આવ્યું છે? કારણકે મને આકાર છે. સ્વેટરને હાથ છે કારણકે મારે હાથ છે. સ્વેટર આવરણ છે. જો મને આકાર નથી, તો સ્વેટરને કેવી રીતે હાથ છે, પેન્ટને કેવી રીતે પગ છે? તો પેન્ટ વ્યાવહારિક રીતે પગ નથી. સાચા પગ પેન્ટની અંદર છે. તેવી જ રીતે, આ મારૂ રૂપ નથી; આ પેન્ટ જેવુ છે, પેન્ટના પગ અથવા કોટના હાથ. સાચું રૂપ અંદર છે, અસ્મિન દેહે. તે ભૌતિક રૂપ નથી. જો હું સાચું રૂપ જોઈ શકતો હોત, તમે જોઈ શકતા હોત, તો આ વિવાદ થાત જ નથી, આત્મા. પણ તેઓ જોઈ ના શકે. તેથી તેઓ કહે છે "નિરાકાર." જો તે નિરાકાર છે, તો કેવી રીતે બહારનું રૂપ આવ્યું છે? કેવી રીતે તે હોઈ શકે? દરજી કોટ સીવે છે કારણકે માણસને રૂપ છે. જેમ કોટને હાથ છે, તો તે નિષ્કર્ષ છે કે માણસ કે જેના માટે કોટ બન્યો છે, તેને પણ રૂપ છે. કેવી રીતે તમે નિરાકાર કહી શકો? મુશ્કેલી છે કે આપણે કોટના આકારને જોઈ શકીએ છીએ, પણ આપણે માણસના આકારને જોઈ નથી શકતા. તે મારી આંખોની ખામી છે - એવું નહીં કે ભગવાન નિરાકાર છે. ભગવાન નિરાકાર નથી.

યોગ વિદ્યાર્થી: ભગવાન સાધુઓના રૂપમાં જોવા મળે છે. ભગવાન સાધુઓના રૂપમાં જોવા મળે છે.

પ્રભુપાદ: હું? તે બીજું છે. તે ગૌણ છે. પણ ભગવાનને રૂપ છે. તે નિષ્કર્ષ છે. પણ આપણે આપણી વર્તમાન આંખોથી જોઈ ના શકીએ. તે વર્ણિત છે, અત: શ્રી કૃષ્ણ નામાદી ન ભવેદ ગ્રહ્યમ ઈંદ્રિયૈ: (ભ.ર.સિ. ૧.૨.૨૩૪). તમારી જડ આંખોથી... તે જ વસ્તુ, જેમ કે હું તમને જોઉ છું. હું તમને શું જોઉ છું? તમારું શરીર. તમે મને જુઓ છો - મારૂ શરીર. અને જ્યારે શરીર છે અને આત્મા નથી, ત્યારે તે પદાર્થનો ગઠ્ઠો છે. તમે લાત મારો અને કોઈ વિરોધ નહીં કરે. જો એક મૃત શરીરને તમે પગ અને જૂતાઓ વડે મારો, કોઈ પણ કહેશે નહીં કે "તમે આ શા માટે કરી રહ્યા છો?" પણ જ્યાં સુધી આત્મા છે, જો કોઈ વ્યક્તિને એવી રીતે મારો, તરત જ બધી બાજુથી વિરોધ થશે, "તમે આ શા માટે કરી રહ્યા છો?" તો લોકોને વાસ્તવિક રૂપ વિશે કોઈ જ્ઞાન નથી. તેથી તેઓ કહે છે નિરાકાર.