GU/Prabhupada 0797 - કૃષ્ણ વતી લોકોને કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરવા માટે પ્રચાર કરે છે. તેઓ મહાન સૈનિકો છે

Revision as of 23:45, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Arrival Address -- Vrndavana, September 3, 1976

પ્રભુપાદ: વેદિક જ્ઞાન મતલબ સાક્ષાત્કાર. વેદિક જ્ઞાન કહેવાતી ભૌતિક વિદ્વતા, વ્યાકરણ વાંચીને સમજી ના શકાય. ના. વેદિક જ્ઞાન સમજવું તે વ્યક્તિ માટે શક્ય છે, જેને પ્રામાણિક ગુરુમાં અગાઢ શ્રદ્ધા છે. ગુરુ મતલબ કૃષ્ણનો પ્રતિનિધિ - કૃષ્ણ અને તેમનો પ્રતિનિધિ. આપણે વારંવાર આ હકીકતની ચર્ચા કરેલી છે કે ગુરુ મતલબ કૃષ્ણનો પ્રામાણિક સેવક. ગુરુનો મતલબ કોઈ જાદુગર નથી. તે ગુરુ નથી. ગુરુ મતલબ... તે શ્રી ચૈતન્ય મહાપ્રભુએ બહુ જ સરળતાથી સમજાવેલું છે કે કેવી રીતે ગુરુ બનવું. તેમણે દરેકને કહ્યું છે, વિશેષ કરીને જેમણે ભારતમાં જન્મ લીધો છે, ભારત ભૂમિતે મનુષ્ય જન્મ હઈલ યાર (ચૈ.ચ. આદિ ૯.૪૧). વિશેષ કરીને. કારણકે આપણે ભારતીય, આપણને આખા જગતના ગુરુ બનવાની સુવિધા છે. આપણને સુવિધા છે. કારણકે આપણી પાસે સાહિત્ય છે, વેદિક સાહિત્ય, ખાસ કરીને ભગવદ ગીતા, જે સ્વયમ કૃષ્ણ દ્વારા બોલાયેલી છે. જો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે જીવનનો ઉદેશ્ય શું છે અને આખા જગતમાં પ્રચાર કરીશું, તો તમે ગુરુ બનો છો. અને જો આપણે બીજાને કહેવાતા યોગીઓ, સ્વામી, વિદ્વાનના નામે છેતરવા છે, તે તમને ગુરુ નહીં બનાવે. ગુરુ... ચૈતન્ય મહાપ્રભુ કહે છે તમે બનો, બધા ભારતીયો, ગુરુ. આમાર આજ્ઞાય ગુરુ હયા તાર એઈ દેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮). જ્યાં પણ તમે છો. અને હું કેવી રીતે ગુરુ બનું? યારે દેખ તારે કહ કૃષ્ણ ઉપદેશ. બસ તેટલું જ.

તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન મતલબ ચૈતન્ય મહાપ્રભુની શિક્ષાનું પાલન કરવું. અને ચૈતન્ય મહાપ્રભુની શિક્ષા આ છે, કૃષ્ણ ઉપદેશનો પ્રચાર કરવો. અને આ છે કૃષ્ણ ઉપદેશ: ન મામ દુષ્કૃતિનો મૂઢા: પ્રપદ્યન્તે નરાધમા (ભ.ગી. ૭.૧૫). આ અમારા બનાવેલા શબ્દો નથી; તે છે કૃષ્ણ ઉપદેશ, કે "જે પણ વ્યક્તિ મને શરણાગત નથી થયો, દુષ્કૃતિન, તે તરત જ ચાર દળોમાં વર્ગીકૃત છે." તે શું છે? દુષ્કૃતિન, મૂઢા:, નરાધમા:, માયયાપહ્રત જ્ઞાના, આસુરમ ભાવમ આશ્રિત: તો તે બહુ જ સરળ વસ્તુ છે. મૂઢ કોણ છે? જે વ્યક્તિ કૃષ્ણને શરણાગત નથી થયો, જો વ્યક્તિ સમજતો નથી કે કૃષ્ણ શું છે, તે ક્યાં તો દુષ્કૃતિન છે, મતલબ પાપી; મૂઢ, ધૂર્ત; નરાધમ, માણસોમાં સૌથી અધમ; અને માયયાપહ્રત જ્ઞાના, અને તેનું કહેવાતું શિક્ષણ અને ઉપાધિઓ બેકાર છે કારણકે સાચું જ્ઞાન તેની પાસેથી હરી લેવામાં આવ્યું છે. માયયાપહ્રત જ્ઞાના. તો લડાઈ કરવાની કોઈ જરૂર નથી... પણ આપણે સમજી શકીએ કે આ લોકો શું છે. તે લોકો આ ચાર દળોમાથી છે.

તો આપણે તેમનો સામનો કરવો જ પડે. આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન આ ધૂર્તોનો સામનો કરે છે, આ દુષ્કૃતીન, આ નરાધમો, અને તેમને કૃષ્ણ ભાવનાભાવિત બનવાની વિનંતી કરે છે. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. તમે તમારી ખૂબસૂરતી બતાવવા માટે એકાંતમાં બેસી ના શકો, હરિદાસ ઠાકુરનું અનુકરણ કરતાં: હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ના. તમારે પ્રચાર કરવો પડે. તે ચૈતન્ય મહાપ્રભુની આજ્ઞા છે. આમાર આજ્ઞાય ગુરુ હયા તાર એઈ દેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮). તે ચૈતન્ય મહાપ્રભુનું વાસ્તવિક અનુસરણ છે. હરિદાસ ઠાકુરનું અનુકરણ કરવું નહીં. તે શક્ય નથી. તમે જો કરો... જો તમે તે પણ બહુ સારી રીતે કરો, તે તમારી સુરક્ષા માટે છે. ધારો કે તમે બહુ જ સારી રીતે કરી રહ્યા છો, પણ તે તમારી સુરક્ષા માટે છે. પણ જે વ્યક્તિ બીજાના લાભ માટે ભયાનક સ્થિતિનો સામનો કરી રહી છે, તેની કૃષ્ણ દ્વારા તરત જ નોંધ લેવાય છે.

ન ચ તસ્માન મનુષ્યેશુ
કશ્ચિન મે પ્રિય કૃત્તમ:
(ભ.ગી. ૧૮.૬૯)
ય ઈદમ પરમમ ગુહ્યમ
મદ ભક્તેશુ અભિધાસ્યતી
(ભ.ગી. ૧૮.૬૮)

તો જો તમે સામનો કરો... જેમ કે લડતા સૈનિકો, તેઓ દેશ માટે સંકટનો સામનો કરી રહ્યા છે. તેમની નોંધ લેવાય છે. તેવી જ રીતે, જે લોકો પ્રચાર કરે છે - કૃષ્ણ વતી, પ્રચાર, લોકોને કૃષ્ણ ભાવનામૃત લેવા માટે, તે લોકો મહાન સૈનિકો છે.

તો હું બહુ જ ખુશ છું કે તમે યુરોપીયન અને અમેરિકનો, ખાસ કરીને, તમે મારી મદદ કરી રહ્યા છો. તો આ ક્રિયા ચાલુ રાખો, અને તે કૃષ્ણ દ્વારા નોંધનીય બનવાનો બહુ જ સરળ રસ્તો છે. કારણકે તેઓ કહે છે, ન ચ તસ્માન મનુષ્યેશુ કશ્ચિન મે પ્રિય કૃત્તમ: (ભ.ગી. ૧૮.૬૯). કોણ? જે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરી રહ્યું છે. તો હું તમારો ખૂબ જ આભાર માનું છું કે તમે અહી વૃંદાવનમાં આવ્યા છો, અને તમે ભ્રમણ કરી રહ્યા છો, તમે પ્રચાર કરી રહ્યા છો. તો ચાલો આ જીવનને આખી દુનિયામાં કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરવામાં સમર્પિત કરીએ. અને કોઈ વાંધો નહીં આપણે પ્રચાર કરવામાં મરી પણ જઈએ તો. છતાં, તે ભવ્ય હશે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય!