GU/Prabhupada 0816 - આ શરીર એક યંત્ર છે, પણ આપણે યંત્રનો સ્વયમ તરીકે સ્વીકાર કરીએ છીએ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


751015 - Lecture SB 01.07.05-6 - Johannesburg

યયા સમ્મોહિતો જીવ
આત્માનમ ત્રિગુણાત્મકમ
પરો અપિ મનુતે અનર્થમ
તત કૃતમ ચાભીપદ્યતે
(શ્રી.ભા. ૧.૭.૫)

તો આપણી વર્તમાન સ્થિતિ આવી છે, કે સમ્મોહિત, માયા દ્વારા વિચલિત, ગૂંચવાયેલા. આપણે ભગવાનના શાશ્વત અંશ છીએ, પણ આ ભૌતિક શક્તિથી લલચાવવાના કારણે, અથવા ભગવાનની બહિરંગ શક્તિની લલચામણીને કારણે, આપણે પોતાને ભૂલી ગયા છીએ, અને અત્યારે આપણે ફસાઈ ગયા છીએ. આપણે આપણા જીવનનો ધ્યેય ભૂલી ગયા છીએ. ન તે વિદુ: સ્વાર્થ ગતિમ હી વિષ્ણુમ દુરાશયા યે બહિર અર્થ માનીન: (શ્રી.ભા. ૭.૫.૩૧). બદ્ધ જીવ... બદ્ધ જીવ મતલબ જીવાત્મા, જીવ કે જે આ ભૌતિક પ્રકૃતિના ગુણોથી બદ્ધ છે. ભૌતિક પ્રકૃતિના નિયમો છે કે તમારે તમારી વૃત્તિ અનુસાર એક ચોક્કસ પ્રકારનું શરીર સ્વીકારવું પડે. આપણે વૃત્તિ બનાવીએ છીએ. અને કૃષ્ણ એટલા દયાળુ છે કે તેઓ તમને સુવિધા આપે છે: "ઠીક છે." જેમ કે વાઘ, તેણે લોહી ચૂસવું છે. અથવા કોઈ પણ માણસ, જો તેણે લોહી ચૂસવું છે, તો તેને એક વાઘના શરીરની સુવિધા આપવામાં આવશે. જો એક વ્યક્તિને ખાવામાં કોઈ ભેદ ના હોય - જે પણ મળે છે, તે ખાઈ શકે છે - તો તેને ભૂંડ બનવાની સુવિધા આપવામાં આવશે. મળ સુદ્ધાં, તે ખાઈ શકે છે.

તો આ ભગવદ ગીતામાં બહુ સ્પષ્ટ પણે જણાવેલું છે:

ઈશ્વર: સર્વભૂતાનામ
હ્રદ-દેશે અર્જુન તિષ્ઠતી
ભ્રામયન સર્વ ભૂતાની
યંત્રારૂઢાની માયયા
(ભ.ગી. ૧૮.૬૧)

આ બહુ જ મહત્વપૂર્ણ છે. યંત્રારૂઢાની માયયા. આપણે એક યંત્રની સવારી કરી રહ્યા છીએ. આ શરીર એક યંત્ર છે, પણ આપણે શરીરને સ્વયમ પોતાની જાત સાથે ઓળખીએ છીએ. આને સમ્મોહિત કહેવાય છે, "મોહિત." જો તમે એક ગાડી ચલાવતા હોવ, જો તમે વિચારો, "હું ગાડી છું," જેમ તે મૂર્ખતા છે, તેવી જ રીતે, મારી પાસે આ યંત્ર છે, શરીર, અને તે મારી ઉપસ્થિતિને કારણે ચાલી રહ્યું છે, અથવા હું ચલાવી રહ્યો છું, અથવા કૃષ્ણ મને બુદ્ધિ આપી રહ્યા છે કેવી રીતે ચલાવવું. પણ જો હું પોતાને આ શરીર સાથે ઓળખાવીશ, બિલકુલ એક મૂર્ખ માણસની જેમ - તે ગાડી ચલાવે છે, અને જો તે પોતાને ગાડી સાથે ઓળખાવે, તે એક મૂર્ખ માણસ છે - તો આને સમ્મોહિત કહેવાય છે. યયા સમ્મોહિતો જીવ. તેથી ઉદાહરણ, જેમ હું કાલે કહેતો હતો..., કાલે રાત્રે, કે આપણે ચાલકને જોતાં નથી, અને જ્યારે ચાલક જતો રહે છે, ત્યારે આપણે જોઈએ છીએ કે ગાડી ચાલતી નથી, અને પછી આપણે સમજી શકીએ છીએ, "ઓહ, ચાલક, મારા પિતા અથવા મારો પુત્ર, જતો રહ્યો છે." આપણે ક્યારેક રડીએ છીએ, "મારા પિતા જતાં રહ્યા છે" અથવા "મારો પુત્ર જતો રહ્યો છે," પણ કારણકે આપણે સમ્મોહિત છીએ, આપણે ક્યારેય પિતા અને પુત્રને જોયા નથી. આપણે આ કોટ-પેન્ટના શરીરને પિતા અને પુત્ર સ્વીકારી લીધા છે. આને સમ્મોહિત કહેવાય છે, મોહિત.

યયા સમ્મોહિતો જીવ આત્માનમ: જીવ, આત્માનમ ત્રિગુણાત્મકમ... આ શરીર ત્રિગુણાત્મકમ છે. આ શરીર ભૌતિક પ્રકૃતિના ગુણો અનુસાર બનેલું છે: કારણમ ગુણ સંગો અસ્ય (ભ.ગી. ૧૩.૨૨). દરેક વસ્તુ ભગવદ ગીતામાં સ્પષ્ટ રીતે સમજાવેલી છે. આ આગળનો વિકાસ છે. ભગવદ ગીતા... જો તમે ભગવદ ગીતા સમજો, અને જો તમે વાસ્તવમાં કૃષ્ણને શરણાગત થાઓ... કૃષ્ણનો છેલ્લો શબ્દ છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). જો તમે વાસ્તવમાં ભગવદ ગીતા સમજો, આ પરિણામ હશે. અને શ્રીમદ ભાગવતમમાં તે કહ્યું છે, ત્યક્ત્વા સ્વધર્મમ ચરણામ્બુજમ હરે: (શ્રી.ભા. ૧.૫.૧૭). સ્વધર્મ. કૃષ્ણ કહે છે, સર્વધર્માન પરિત્યજ્ય. તો તેનો મતલબ આપણે દરેક... ધર્મ મતલબ વ્યાવસાયિક કર્તવ્ય. તે ધર્મ છે, લક્ષણ. તો કૃષ્ણ આજ્ઞા આપે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). જો આપણે તે સ્વીકારીએ, ભલે લાગણીપૂર્વક પણ... તેની શ્રીમદ ભાગવતમમાં પુષ્ટિ થયેલી છે. ત્યક્ત્વા સ્વધર્મમ ચરણામ્બુજમ હરે: પતેત તતો યદી, ભજન્ન અપકવો અથા (શ્રી.ભા. ૧.૫.૧૭). નારદ મુનિ કહે છે કે "જો કોઈ વ્યક્તિ, લાગણીપૂર્વક પણ - 'ઠીક છે, કૃષ્ણ કહે છે સર્વધર્માન પરિત્યજ્ય. ચાલો આપણે બધા કાર્યો બંધ કરી દઈએ, કૃષ્ણ ભાવનાભાવિત બનીએ' - જો કોઈ વ્યક્તિ લાગણીથી પણ સ્વીકારે, પૂર્ણ સમજણથી નહીં, તે પણ ભાગ્યશાળી છે." તે પણ ભાગ્યશાળી છે કારણકે તે વાસ્તવિક વસ્તુ સ્વીકારે છે. તેથી નારદ મુનિ કહે છે કે "જો વ્યક્તિ લાગણીથી પણ સ્વીકારે, અને પછીથી," ભજન્ન અપકવો અથા, "તેની ભક્તિમય સેવા પરિપક્વ નથી, અને તે પતન પામે છે, તો," નારદ મુનિ કહે છે યત્ર કવા વાભદ્રમ અભુદ અમુશ્ય કીમ, "તે વ્યક્તિ માટે ખોટ ક્યાં છે? અને બીજી બાજુએ, બીજો વ્યક્તિ જેણે આ સ્વીકાર્યું નથી - તે નિયમિત પણે તેની ભૌતિક જવાબદારીઓ નિભાવે છે - તેનાથી તે શું લાભ મેળવશે?" આ મત છે. "જો કૃષ્ણ ભાવનામૃત લાગણીથી પણ સ્વીકારવામાં આવે, અને તેના પછી, જો તે પતન પણ પામે, તેમાં કોઈ ખોટ નથી. અને જો આપણે આપણા ભૌતિક કર્તવ્યો સાથે બહુ નિષ્ઠાવાન રહીએ," તો નારદ મુનિ કહે છે, "આપણે તેમાથી શું લાભ મેળવીશું?" તો આ બહુ જ મહત્વપૂર્ણ વસ્તુ છે.