GU/Prabhupada 0862 - જ્યાં સુધી તમે સમાજ ના બદલો, ત્યાં સુધી તમે સમાજ કલ્યાણ કેવી રીતે કરી શકો?

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


750521 - Conversation - Melbourne નિર્દેશક: જે લોકો મુસીબતમાં છે તેમની દેખભાળ રાખવી અમારી નીતિ છે.

પ્રભુપાદ: સારું, બધાજ મુસીબત માં છે.

નિર્દેશક: માફ કરજો?

પ્રભુપાદ: વર્તમાન સમયમાં મંત્રીઓ પણ મુશ્કેલીમાં છે.

નિર્દેશક: હા, પણ તે અમારું કાર્ય નથી. બધા મુસીબતમાં છે. (હાસ્ય)

પ્રભુપાદ: ચિકિત્સક, તમારી જાતને સ્વસ્થ કરો." તમે સમજો છો? તે લોકો પણ સ્ત્રી-શિકારી છે, માંસાહારી અને શરાબી છે, બસ. તેમને સુધારવાની જરૂર છે.

નિર્દેશક: પણ તેમાં તમે મદદ ના કરી શકો. તે સમાજ... તમારે સમાજને બદલવો પડશે, પછી સમાજ અમને અલગ રીતે કાર્ય કરવા માટે કહેશે.

પ્રભુપાદ: ના, ના. જ્યાં સુધી તમે સમાજને બદલો નહીં, ત્યાં સુધી તમે સમાજ કલ્યાણ કેવી રીતે કરી શકો? જો તમે તેમને જેવા છે તેવા જ રહેવા દો, તો સમાજ કલ્યાણનો પ્રશ્ન જ ક્યાં છે?

નિર્દેશક: શબ્દને અલગ વ્યાખ્યા આપવી.

પ્રભુપાદ: વ્યાખ્યા... કેવી રીતે...? હું...

નિર્દેશક: તે મને સમજી રહ્યા છે?

પ્રભુપાદ: અસલમા, મૂળ રૂપમાં, આપણે પ્રથમ વર્ગના આદર્શ માણસ હોવા જોઈએ. તે જરૂરી છે.

નિર્દેશક: તેથી જ તે ઘણું મુશ્કેલ છે. તમારે પોતાના દમ પર કામ કરવું પડે છે, અને. તમારે જોવાનું છે કે તમે કામ માટે યોગ્ય છો. જો તમે લોકોને મનાવી શકો...

પ્રભુપાદ: ના, ના. અમારો પોતાનો કાર્યક્રમ, તે વોક્સ પોપુલી નથી. તમે શોધો કે અમારી ખામી ક્યાં છે?

નિર્દેશક: શું?

પ્રભુપાદ: તમે શોધો કે અમારી ખામી ક્યાં છે.

નિર્દેશક: હું કોઈ ખામી નથી જોતો.

પ્રભુપાદ: તો તમે અસહમત થઈ શકો છો. પણ જો તમે જુઓ કે બધુ સુંદર છે, તમે તેને સ્વીકારતા કેમ નથી? સિવાય કે તમે પક્ષપાતી હોવો.

નિર્દેશક: બેશક હું પક્ષપાતી છું. હું અલગ રીતે મોટો થયો છું.

પ્રભુપાદ: હા. જેમ કે અમારી...

નિર્દેશક: જેમ કે તમે મારા જીવન વિરુધ્ધ પક્ષપાતી છો.

પ્રભુપાદ: ના, અમે પક્ષપાતી નથી. અમે કહીએ છીએ, જેમ કે... અમે પક્ષપાતી નથી. અમે અનુમતિ આપીએ છીએ. અમે કહીએ છીએ કે જો તમારે પ્રથમ વર્ગના માણસ બનવું હોય, તો તમારે પાપ ક્રિયાઓ ના કરવી જોઈએ. તે અમારો પ્રચાર છે.

નિર્દેશક: પણ, એક જનતાના સેવકના રૂપમાં, હું અહિયાં સમાજને બદલવા માટે નથી.

પ્રભુપાદ: પણ અમે પણ જનતા છીએ. અમે જનતામાં આવીએ છીએ. તમારે અમારા સેવક પણ બનવું જોઈએ.

નિર્દેશક. હા. શું?

પ્રભુપાદ: અમે જનતા છીએ, જનતાના સભ્યો. તો તમારે અમારા સેવક પણ બનવું જોઈએ, જો તમે જનતાના સેવક હોવ તો.

નિર્દેશક: જનતાનો સેવક, અમારા મતે, તે છે કે જે જનતા દ્વારા ચૂંટાઈને મંત્રી તરીકે કામ કરે છે, અને તે રીતે તે જનતાની સેવા કરે છે. અને જેમ જનતા નક્કી કરે, તે પ્રમાણે તે કાર્ય કરે છે.

પ્રભુપાદ: તેથી અમે જનતાને સુધારી છીએ.

નિર્દેશક: હા, મારો કહવાનો મતલબ તે જ છે.

પ્રભુપાદ: તે લોકો એક માણસને પસંદ કરે છે...

નિર્દેશક: તમે જ્યારે જનતામાં સુધાર કરશો, તે મને અલગ રીતે કાર્ય કરવાનું કહેશે.

પ્રભુપાદ: હા. તો જનતા એક અધ્યક્ષની પસંદગી કરે છે, નિકસોન, અને તે લોકો પરેશાન થઈ જાય છે, તેને નીચે ખેંચે છે. આ ચાલી રહ્યું છે.

નિર્દેશક: હા, પણ સમાજ તે રીતે જ કામ કરે છે. તમારે સમાજને બદલવાની ઈચ્છા હોવી જોઈએ, અને આપણે બદલવું જ જોઈએ. હું ફક્ત તે જ કરું છું જે મને કરવા માટે કહેવામા આવ્યું છે. નહીં તો હું મારી નોકરી ખોઈશ.

પ્રભુપાદ: ના, જો તમારે ખરેખર કોઈ સમાજ કલ્યાણ કરવો હોય, તો તમારે આ પ્રમાણભૂત સૂત્ર લેવું પડશે. અને તમે જો તમારી રીતે કઈક બનાવો, તો તે ક્યારેય સફળ નહીં થાય.

નિર્દેશક: હું ઘણું... હું તમારી સાથે સહમત થઈ શકું છે કે જો આપણે બધા કૃષ્ણ...

પ્રભુપાદ: બધા નહી. આપણે નહીં...

નિર્દેશક: તો પછી આપણે... સમાજ કલ્યાણને અલગ મતલબ આપવો પડશે.

પ્રભુપાદ: હવે, જેમ અમે અહિયાં પ્રસ્તાવ મૂકી રહ્યા છીએ. હું નથી પ્રસ્તાવ મૂકતો - કૃષ્ણ કહે છે - કે આપણે શાંતિપૂર્ણ હોવું જોઈએ. તો શાંતિપૂર્ણ કેવી રીતે બનવું? જો તેનું મગજ હમેશા વિચલિત હોય, તો તે કેવી રીતે શાંતિપૂર્ણ થાય?

નિર્દેશક: તમે બિલકુલ સાચા છો.

પ્રભુપાદ: તો તે સફળતાનું રહસ્ય છે. તમારે લોકોને શાંતિપૂર્ણ બનાવવા છે, પણ તમને ખબર નથી કે તેમને શાંતિપૂર્ણ કેવી રીતે બનાવવા. તો તેથી તમારે આ અપનાવવું પડશે... નિર્દેશક: હ, તમારે એક પ્રતિસ્પર્ધી સમાજ છે. પ્રભુપાદ: અમે કહીએ છીએ કે તમે હરે કૃષ્ણનો જપ કરો, અહી ભરપેટ ખાવાનું ખાઓ, અહિયાં આરામથી રહો, અને તમે શાંતિપૂર્ણ બનશો. તે સુનિશ્ચિત છે. જો કોઈપણ, ગાંડો માણસ સુદ્ધા, જો આ ત્રણ સિદ્ધાંતોને સ્વીકારશે, કે હરે કૃષ્ણ મંત્રનો જપ કરશે, અહિયાં જે કઈ સુંદર ખાદ્યપદાર્થ અમે બનાવીએ, લેશે, અને શાંતિથી રહેશે, તે શાંતિપૂર્ણ બનશે.