GU/Prabhupada 0876 - જ્યારે તમે આનંદના આધ્યાત્મિક મહાસાગર પર આવશો, ત્યારે તેમાં પ્રતિદિન વૃદ્ધિ થશે

Revision as of 23:58, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


750519 - Lecture SB - Melbourne

પ્રભુપાદ: જેમ કે કૈરવ ચંદ્રિકા, જેમ કે ચંદ્ર, પહેલા દિવસે તે ફક્ત એક રેખા જેવો હોય છે, પછી ધીરે ધીરે વધે છે - શરીર અને ચંદ્ર્પ્રકાશ વધે છે. તેથી આ તુલના આપેલી છે. જેવા વધારે તમે કૃષ્ણ ભાવનભાવિત બનશો, તમારા જીવનની ચમક વધશે. શ્રેયઃ કૈરવ ચંદ્રિકા વીતરણમ વિદ્યા વધુ જીવનમ. પછી જીવન પૂર્ણ જ્ઞાનમય બનશે. વિદ્યા વધુ જીવનમ. આનંદામ્બુદ્ધિ વર્ધનમ. અને જ્ઞાનમય જીવનની વૃદ્ધિ મતલબ આનંદ. આનદં મતલબ સુખ. આપણને સુખ જોઈએ છીએ. તો તમને વધારે ને વધારે સુખી જીવન મળશે. આનંદામ્બુદ્ધિ વર્ધનમ. અને પ્રતિ પદમ પૂર્ણામૃતાસ્વાદનમ: અને જીવનના દરેક પગ પર, જેમ આપણે... ભૌતિક જીવનમાં આપણે ફક્ત દુખ, મુશ્કેલીઓ અનુભવીએ છીએ, તેનું તદ્દન વિરોધી. આનંદામ્બુદ્ધિ વર્ધ... અંબુધિ મતલબ મહાસાગર. તો આ મહાસાગર વધતો નથી, પણ જ્યારે તમે આનંદના આધ્યાત્મિક મહાસાગર પર આવશો, ત્યારે તેમાં પ્રતિદિન વૃદ્ધિ થશે જેમ કે આ છોકરાઓ. તેઓ યુરોપ, અમેરિકાથી આવ્યા છે. તેઓ ભારતીય નથી. પણ તેઓ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને વળગીને રહ્યા છે જો તેમનો અધ્યાત્મિક આનંદ વધતો ના હોય તો? તેઓ મૂર્ખ અને ધૂર્ત નથી. તેઓ ભણેલા છે. તેઓ આ કેમ લીધેલું છે? આનંદામ્બુદ્ધિ વર્ધનમ. તે દિવ્ય આનંદ વધારી રહ્યું છે.

તો જે કોઈ પણ આ વિધિ લેશે, તે પોતાનું આનંદામ્બુદ્ધિ વર્ધનમ વધારશે. પ્રતિ પદમ પૂર્ણામૃતસ્વાદનમ: અને તે સ્વાદ લઈ શકશે, જીવનનો મતલબ શું છે, આનંદનો મતલબ શું છે. પરમ વિજયતે શ્રી કૃષ્ણ સંકીર્તનમ: "હરે કૃષ્ણ મંત્રના જપની જય હો."

તો આ વિધિ છે. આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી જ્ઞાન ફેલાવે છે, અને કૃષ્ણની કૃપાથી આપણે આ મંદિર છે મેલબોર્નમાં, અને તેનો શ્રેય આપણાં શિષ્ય શ્રીમાન મધુદ્વિષ સ્વામીને જાય છે. અને તમે તેનો ફાયદો લો. તે જ મારી વિનંતી છે. જો તમે બીજું કશું ના કરો, ફક્ત આવો અને કિર્તનમાં જોડાવો, તો તમે ખૂબ જલ્દી જાણશો. અત: શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેદ ગ્રાહ્યમ ઇંદ્રિયઇઃ (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૬). કૃષ્ણ, તેમનું નામ, તેમનું રૂપ, તેમના કાર્યો, તેમના ગુણો, આપણે આપની ભૌતિક જડ ઇંદ્રિયોથી સમજી શકીએ નહીં. તે શક્ય નથી. અત: શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેદ ગ્રાહ્યમ ઇંદ્રિયઇઃ "તો? આપણી પાસે ફક્ત આજ મૂડી છે, ઇન્દ્રિયો. કેવી રીતે આપણે સમજીશુ?" સેવનમુખે હી જિહવાદૌ. જો તમે તમારી ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં જોડી દો, સ્વયં એવ સ્ફુરતિ અદ:, તો કૃષ્ણ તમને બોધ કરાવશે કે "આ રહ્યો હું." આ વિધિ છે. હવે આ શબ્દ બહુ મહત્વપૂર્ણ છે. સેવનમુખે હી જિહવાદૌ. જિહવા મતલબ જીભ. જો તમે ફક્ત જીભને ભગવાનની સેવામાં જોડી દો, તો તમે ધીરે ધીરે વિકસાવશો. તો જીભને કેવી રીતે જોડવી? તેવું નથી કીધું કે "જો તમે જોશો, અથવા જો તમે અડશો, જો તમે સૂંઘશો." ના: "જો તમે સ્વાદ કરશો." તો જીભનું કાર્ય શું છે? જીભનું કાર્ય છે - કે આપણે સુંદર ખાદ્યપદાર્થનો સ્વાદ લઈ શકીએ અને તે બોલી કરી શકે. આ બે કાર્યો કરો. જીભથી હરે કૃષ્ણ કહો, અને જેટલો શક્ય હોય તેટલો પ્રસાદ ગ્રહણ કરો. (હાસ્ય) અને તમે ભક્ત થઈ જાઓ છો.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય શ્રીલ પ્રભુપાદ.