GU/Prabhupada 0884 - આપણે બેઠા છીએ અને કૃષ્ણ વિષે પૃચ્છા કરી રહ્યા છીએ. આ જીવન છે!



730413 - Lecture SB 01.08.21 - New York

તેઓ આપણાથી ઈર્ષા કરે છે કે આપણે કામ નથી કરતાં. જોકે, આપણે ઘણું કાર્ય હોય છે. "તો તમે આવીને જોડાતા કેમ નથી?| તે તેઓ નહીં કરે. "તમે અમારી સાથે આવો, હરે કૃષ્ણ જપ કરો." ના, ના, ના. તે હું ના કરી શકું." ઠીક છે, તો તમે તમારી ટ્રકો સાથે કામ કરો: વ્હુશ,વ્હુશ, વ્હુશ, વ્હુશ, વ્હુશ. તેઓએ તેમની સ્થિતિ ભયાનક બનાવી છે અને બીજાની સ્થિતિ પણ. કોઈ પણ ક્ષણે, અકસ્માત થઈ શકે છે. તમે જોયું? તે સંસ્કૃતિ છે. બકવાસ. તે સંસ્કૃતિ નથી. સંસ્કૃતિ મતલબ સ્થિરતા, શાંતિ, સુખ, શાંતિ. શાંતિ અને સમૃદ્ધિમાં હમેશા કૃષ્ણ ભાવનાભાવીત હોવું જોઈએ. તસ્યૈવ હેતોઃ પ્રયતેત કોવિદો ન લભ્યતે યદ ભ્રમતામ ઉપરી અધ: (શ્રી.ભા. ૧.૫.૧૮). પશુ જીવનમાં, કે મનુષ્ય જીવન સિવાય, આપણે ઘણું કામ કરેલું છે ફક્ત થોડાક ભોજન માટે, દિવસ અને રાત, કામ કરતાં હતા. પણ છતા ભોજન તો છે. ફક્ત અવિદ્યા કર્મ સંજ્ઞાયા તૃતીયા શક્તિર ઇશ્યતે (ચૈ.ચ. આદિ ૭.૧૧૯). અવિદ્યા. આ ભૌતિક જગત અજ્ઞાનથી ભરેલું છે. તો તેથી આપણો પ્રયાસ હોવો જોઈએ કે કેવી રીતે આ અજ્ઞાનમાથી બહાર આવવું. તસ્યૈવ હેતો: તે કારણે જ, આપણે કામ કરવું જોઈએ. કેવી રીતે આ અજ્ઞાનમાથી બહાર આવુવું, કે "હું આ ભૌતિક શરીર છું. મારે દિવસ અને રાત કામ કરવું પડશે, અને પછી હું મારુ ભોજન મેળવીશ અને જીવીશ." આ અજ્ઞાનતા છે. તસ્યૈવ હેતો: પ્રયતે...

તો આ અજ્ઞાનતા, આ અજ્ઞાનભર્યું જીવન આપણે વિતાવી ચૂક્યા છે, મારો કહેવાનો મતલબ, મનુષ્ય જીવન સિવાયના બીજા જીવનમાં. પશુ જીવન, પક્ષી જીવન, ઢોરના જીવનમાં. હવે આ જીવન શાંતિપૂર્ણ હોવું જોઈએ, સ્થિર અને શાંત. અને જીવસ્ય તત્વ જિજ્ઞાસા, ફક્ત નિરપેક્ષ સત્ય માટે પૃચ્છા માટે. તેજ કાર્ય હોવું જોઈએ. ફક્ત. જીવસ્ય તત્વ જિજ્ઞાસા. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. ફક્ત બેસી જાઓ. જેમ કે આપણે બેઠેલા છીએ. આપણે બેઠા છીએ અને કૃષ્ણ વિષે પૃચ્છા કરી રહ્યા છીએ. આ જીવન છે. આ જીવન છે. અને જીવન શું છે? દિવસ અને રાત ગધેડાની જેમ કામ કરવું? ના. તે જીવન નથી. તેથી ભાગવત કહે છે કે જીવનને આ હેતુ માટે જોડવું જોઈએ: તસ્યૈવ હેતો: પ્રયતેત કોવિદ: કોવિદ મતલબ બુધ્ધિ. પછી: "મારી આર્થિક સમસ્યા કેવી રીતે ઉકલશે?" જવાબ છે: તલ લભ્યતે દુખવાદ અન્યત: સુખમ. તમે સુખ પાછળ છો. તમે દુખ પાછળ છો? "ના, સાહેબ." તમારા પર દુખ કેમ આવે છે? તમે દુખ, આપત્તિઓ માટે વ્યાકુળ નથી. તો તેઓ કેમ તમારા પર આવે છે? તેવી જ રીતે, જ્યાં સુધી સુખનો સવાલ છે, તે પણ તમારા પર આવશે. કારણકે તમારું જીવન, તમારા કર્મો અનુસાર, થોડાક ભાગના સુખ અને થોડાક ભાગના દુખથી મિશ્રિત છે. જો દુખ કોઈ આમંત્રણ વગર આવે છે, તો સુખ પણ આમંત્રણ વગર આવશે. કોઈ પણ આમંત્રણ વગર. કારણકે તમારું ભાગ્ય પહેલીથીજ બંધાઈ ગયું છે કે આટલું સુખ અને આટલું દુખ આવશે. ભાગ્ય.

તો તમે તેને બદલી ના શકો. તમારા સ્વામીને બદલવાની કોશિશ કરો, આ જીવનની ભૌતિક સ્થિતિ. તે જ તમારું એકમાત્ર કાર્ય છે. તસ્યૈવ હેતો: પ્રયતેત કોવિદો ન લભ્યતે યદ ભ્રમતામ ઉપરી અધઃ ભ્ર્મતામ ઉપરી અધઃ તમે પ્રયાસ કરી લીધો છે. ભ્ર્મતામ ઉપરી અધ... ઉપરી મતલબ ઉચ્ચ ગ્રહ લોકો. કોઈક વાર આપણે જન્મ લઈએ છીએ ઉચ્ચ ગ્રહોમાં દેવતાઓ તરીકે, અને કોઈક વાર, અધઃ, પશુ તરીકે, બિલાડીઓ અને કુતરાઓ, મળના રોગાણુઓ. આ ચાલી રહ્યું છે. આ આપના કર્મ અનુસાર ચાલી રહ્યું છે. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે: એઈ રૂપે બ્રહ્માણ્ડ ભ્રમિતે કોન ભાગ્યવાન જીવ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૫૧).