GU/Prabhupada 0892 - જો તમે શિક્ષાથી પતન પામો છો, તો તમે કેવી રીતે શાશ્વત સેવક રહી શકો છો?

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


750522 - Lecture SB 06.01.01-2 - Melbourne

પ્રભુપાદ: હમ્મ.

ભક્ત: કારણકે તમે (અસ્પષ્ટ) અને બધા ભક્તો અહિયાં તમારા શિષ્યો છે, શ્રીલ પ્રભુપાદ, શાશ્વત શિષ્યો, શાશ્વત સેવકો. પણ તો શું કે જો અમારે આગલા જન્મમાં ભૌતિક જગતમાં જન્મ લેવો પડે? અમે અમારી પ્રત્યક્ષ સેવા કેવી રીતે આપી શકીશું આપને?

પ્રભુપાદ: હા. જો તમે આ ભૌતિકમાં રહો... જો તમે તમારું અધ્યાત્મિક જીવન પૂરું નથી કર્યું, તમને સારો જન્મ મળશે. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો સંજાયતે (ભ.ગી. ૬.૪૧): "તે કે જે કૃષ્ણ ભાવનામૃત પૂરું કરવામાં નિષ્ફળ ગયો છે, તેને બીજો મોકો આપવામાં આવે છે એક બહુજ ધની કુટુંબમાં અથવા બહુજ સરસ, શુદ્ધ બ્રાહ્મણના કુટુંબમાં, જેથી તે ફરીથી કૃષ્ણ ભાવનામૃતને જાગૃત કરાવી શકે બીજા જીવનમાં."

ભક્ત: તેનો મતલબ બીજા ગુરુ પાસેથી દિક્ષા, કે પછી તે તમારો શાશ્વત સેવક રહેશે?

મધુદ્વિષ: તેમનો પ્રશ્ન છે કે જ્યારે અમે તમારી પાસેથી દિક્ષા લઈએ છીએ, અમે સમજીએ છીએ કે અમે તમારા શાશ્વત સેવક બની ગયા છીએ.

પ્રભુપાદ: હા.

મધુદ્વિષ: પણ જો અમારે ફરીથી આવવું પડે બીજા જન્મમાં...

પ્રભુપાદ: પણ જો તમે શિક્ષામાં શાશ્વત રહેશો... અને જો તમે શિક્ષામાથી પતિત થાઓ છો, તો તમે શાશ્વત કેવી રીતે રહી શકો? તમારે મંચ ઉપર રહેવું પડશે. પછી તમે શાશ્વત રીતે સુરક્ષિત છો. જો તમે મંચ પર થી પતિત થાઓ છો, તો તે તમારો વાંક છે. જેમ કે આપણે બધા વૈકુંઠ ગ્રહ પર છીએ. હવે, આપણે આ ભૌતિક જગતમાં આનંદ લેવો હતો. આપણે પતિત થયા, જેમ કે જય વિજય. હવે આપણે ફરીથી પાછા જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેથી આપણે કહીએ છીએ, "પાછા ઘરે, પાછા પરમ ધામ માં."

તો બધુજ... એક વિધિ છે... જો તમે વિધિને અનુસરશો, તો તમે પાછા જશો. જો તમે પતિત થશો, તો તે તમારો વાંક છે. તેથી જીવન તપસ્યા માટે છે, તે ઋષભદેવની શિક્ષા છે, કે આપણું જીવન કુતરાઓ અને ભૂંડ અને સુવરોની માફક વેડફવું ના જોઈએ. તેનો તપસ્યા માટે ઉપયોગ કરવો જોઈએ, આપણી સ્થિતિ સમજવા. તપો પુત્રકા યેન શુધ્યેદ સત્વ (શ્રી.ભા. ૫.૫.૧). આ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. આપણે આપણા અસ્તિત્વને શુદ્ધ કરવું પડશે. અત્યારે આપણું અસ્તિત્વ અસ્વચ્છ છે. તેથી આપણને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ આવે છે. જેવા આપણે આપણી જાત ને શુદ્ધ કરીએ છીએ, પછી ભૌતિક નિયમો આપણા પર લાગુ નથી પડતાં.

તમારો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ.

ભક્તો: હરે કૃષ્ણ, જય!