GU/Prabhupada 0900 - જ્યારે ઇન્દ્રિયો ઇંદ્રિયતૃપ્તિ માટે વપરાય છે, તે માયા છે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


730415 - Lecture SB 01.08.23 - Los Angeles

હું દાવો કરું છું કે "આ મારો હાથ છે, આ મારો પગ છે, આ મારો કાન છે." બાળકો સુદ્ધા કહે છે. તમે બાળકોને પૂછો, "આ શું છે?" "તે મારો હાથ છે." પણ આપણે દાવો કરી શકીએ છીએ, પણ ખરેખરમાં તે આપણો હાથ નથી. તે આપેલું છે. કારણકે મારે મારા હાથનો ઉપયોગ ઘણી રીતે કરવો હતો, કૃષ્ણએ આપ્યો છે: "ઠીક છે, તમે આ હાથ લો. વાપરો." તો તે કૃષ્ણની ભેટ છે.

તેથી એક સમજદાર માણસ હમેશા સભાન હોય છે, કે "જે કઈ મારી પાસે છે, સૌ પ્રથમ, આ શરીર અને ઇન્દ્રિયો, તે ખરેખરમાં મારા નથી. મને આ બધી સંપત્તિ ઉપયોગ કરવા માટે આપવામાં આવી છે. તો જો આખરે બધુ કૃષ્ણનું છે, તો કૃષ્ણ માટે કેમ ના ઉપયોગ કરવો?" તે કૃષ્ણ ભાવનામૃત છે. તે કૃષ્ણ ભાવનામૃત છે. તે બુદ્ધિ છે. જો મને આ બધી વસ્તુઓ મારા ઉપયોગ, મારી ઇંદ્રિયતૃપ્તિ માટે આપવામાં આવી હોય, પણ ખરેખરમાં જો તે કૃષ્ણની હોય... મમૈવાંશો જીવભૂત ભ.ગી. ૧૫.૭). દરેક કૃષ્ણનો અભિન્ન અંશ છે, તો દરેકની ઇન્દ્રિયો પણ કૃષ્ણની છે. તો જ્યારે, જ્યારે ઇન્દ્રિયો કૃષ્ણની સેવા માટે વપરાય છે, તે જીવનની પૂર્ણતા છે. અને જ્યાં સુધી તે મારી ઇન્દ્રિયતૃપ્તિ માટે વપરાય છે, તે માયા છે. તેથી ભક્તિ મતલબ ઋષિકેણ ઋષિકેશ સેવનમ ભક્તિર ઉચ્યતે (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). ઋષિકેણ, ઇન્દ્રિયો દ્વારા. આ ઋષિકેશ સેવનમ... જ્યારે તમે ઋષિકેશની સેવા કરો, ઇંદ્રિયોના અસલ સ્વામીની, તે ભક્તિ કહેવાય છે. બહુ જ સરળ પરિભાષા, ભક્તિની વ્યાખ્યા. ઋષિકેણ ઋષિકેશ સેવનમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). ઋષિકેશ સેવનમ. ઋષિક સેવનમ નહીં. ઋષિક મતલબ ઇન્દ્રિયો. તો જ્યારે ઇન્દ્રિયો ઇંદ્રિયતૃપ્તિ માટે વપરાય છે, તે માયા છે. અને જ્યારે ઇન્દ્રિયો ઇંદ્રિયોના સ્વામીની તૃપ્તિ માટે વપરાય છે, તે ભક્તિ છે. એક બહુ જ સરળ વ્યાખ્યા. કોઈ પણ સમજી શકે છે.

તો સામાન્ય રીતે, આ ભૌતિક જગતમાં, બધા ઇન્દ્રિયોને ઇન્દ્રિય તૃપ્તિ માટે વાપરે છે. બસ તેટલું જ. તે તેમનું બંધન છે. તે માયા છે, ભ્રમ. અને જ્યારે તે કૃષ્ણ ભાવનાભાવિત બને છે, શુદ્ધ, જ્યારે તે સમજે છે કે ખરેખર આ ઇન્દ્રિયો કૃષ્ણને સંતોષવા માટે છે, ત્યારે તે મુક્ત બને છે, મુક્ત. મુક્ત પુરુષ. મુક્ત વ્યક્તિ. ઇહા યસ્ય હરેર દાસ્યે કર્મણા મનસા વાચા. જ્યારે કોઈ આ સ્તર પર આવે છે, કે "મારી ઇન્દ્રિયો ઇન્દ્રિયોના સ્વામી, ઋષિકેશ, ની સેવા માટે છે..." ઇંદ્રિયોનો સ્વામી તમારા હ્રદયની મધ્યમાં સ્થિત છે. ભગવદ ગીતામાં કહ્યું છે, સર્વસ્ય ચાહમ હ્રદી સન્નિવિષ્ઠ: "હું દરેકના હ્રદયમાં સ્થિત છું." મત્ત: સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ (ભ.ગી. ૧૫.૧૫). "મારામાથી યાદશક્તિ, જ્ઞાન અને વિસ્મૃતિ આવે છે." તો તે કેવી રીતે? કારણકે કૃષ્ણ બહુ દયાળુ છે... જો મારે મારી ઇન્દ્રિયોને એક રીતે વાપરવી હશે - મારી ઇન્દ્રિયોને નહીં, તે કૃષ્ણની છે, આપેલું છે - તો કૃષ્ણ મને અવસર આપશે: "ઠીક છે, વાપરો." ધરોકે મારી જીભ છે. જો હું માંગુ, "કૃષ્ણ, મારે મળ ખાવું છે. મારે મળનો સ્વાદ લેવો છે," "હા," કૃષ્ણ કહેશે. "હા, તમે આ ભૂંડનું શરીર લો અને મળ ખાઓ." સ્વામી છે, કૃષ્ણ.

તેથી કૃષ્ણ કહે છે, મત્ત: સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ (ભ.ગી. ૧૫.૧૫). તેઓ તમને શરીર આપશે, તમને યાદ અપાવશે, "મારા વ્હાલા જીવ, તમને મળ ખાવું હતું? હવે તમને યોગ્ય શરીર મળ્યું છે. હવે ઉપયોગ કરો. અહી મળ પણ છે." તેવી જ રીતે, જો તમને દેવતા બનવું હોય, તો તેનો પણ કૃષ્ણ તમને અવસર આપે છે. કઈ પણ... ચોર્યાસી લાખ યોનીઓ છે. જો તમારે તમારી ઇન્દ્રિયોને કોઈ પણ પ્રકારના શરીરમાં કાર્યરત કરવી હોય, કૃષ્ણ તમને આપે છે: "આવી જાઓ. અહિયાં શરીર છે. તમે લો." પણ આપણે હતાશ થઈ જઈએ છીએ આપણી ઇંદ્રિયોનો ઉપયોગ કરીને. છેવટે આપણે ઇંદ્રિયહીન થઈ જઈએ છીએ. તેથી કૃષ્ણ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ (ભ.ગી. ૧૮.૬૬): "આવું ના કરો. તમારી ઇન્દ્રિયો મારી સેવા માટે છે. તો તમે તેનો દુરુપયોગ કરો છો. દુરુપયોગ કરવાથી, તમે અલગ પ્રકારના શરીરમાં કેદ થાઓ છો; તેથી રાહત પામવા માટે આ કંટાળાજનક કામ કે એક શરીર સ્વીકારવું અને છોડવું, ફરીથી બીજું શરીર, ફરીથી બીજું... ભૌતિક અસ્તિત્વને ચલાવવા.... જો તમે આ ઇન્દ્રિય તૃપ્તિની પ્રક્રિયાનો ત્યાગ કરશો અને મારી શરણમાં આવશો, તો તમે બચી જાઓ છો." તે કૃષ્ણ ભાવનામૃત છે.