GU/Prabhupada 0910 - આપણે હમેશા કોશિશ કરવી જોઈએ કે કૃષ્ણ આપણા પર પ્રબળ રહે. તેજ સફળ જીવન છે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


730419 - Lecture SB 01.08.27 - Los Angeles

પ્રભુપાદ: કારણકે કૃષ્ણના શરીર અને સ્વયમ કૃષ્ણમાં કોઈ અંતર નથી. તે ફક્ત સ્વયં છે, આધ્યાત્મિક આત્મા. તો આપણે હવે આ શરીર છે અને આત્મા છે. હું આત્મા છું, પણ આ શરીર ધારણ કરું છું. પછી જ્યારે આપણે ખરેખર કૃષ્ણ પર નિર્ભર થઈશું, જેમ કૃષ્ણ આત્મ-સંતુષ્ટ છે, તેવી જ રીતે આપણે પણ કૃષ્ણ સાથે આત્મ-સંતુષ્ટ થઈ શકીશું. કૈવલ્ય, કૈવલ્ય પતયે નમઃ (શ્રી.ભા. ૧.૮.૨૭). માયાવાદી તત્વજ્ઞાનીઓ, તેઓ, અદ્વૈતવાદીઓ, તેઓને ભગવાન સાથે એકાકાર થવું છે. જેમ ભગવાન આત્મ-સંતુષ્ટ છે, તેઓને પણ ભગવાન સાથે એકાકાર થઈને આત્મ-સંતુષ્ટ થવું છે. આપનું તત્વજ્ઞાન પણ તે જ છે, કૈવલ્ય. પણ આપણે કૃષ્ણ પર આધાર રાખીએ છીએ. આપણે કૃષ્ણ સાથે એકાકાર નથી થતા. તે એક છે. જો આપણે ફક્ત કૃષ્ણની આજ્ઞા સાથે બાધ્ય થવાની સ્વીકૃતિ દર્શાવીશું, તો કોઈ અસંમતિ નથી, તે એકાકારપણું છે.

આ માયાવાદી તત્વજ્ઞાનીઓ, તેઓ વિચારે છે કે: "હું મારી જાતને વ્યક્તિગત, અલગ અસ્તિત્વ કેમ રાખુ? હું લીન થઈ જઈશ..." તે શક્ય નથી. કારણકે આપણને રચવામાં આવ્યા છે... રચવામાં નહીં, શરૂઆતથી આપણે અભિન્ન અંશ છીએ. આપણે અભીન્ન અંશ છીએ. તેથી કૃષ્ણ કહે છે ભગવદ ગીતમાં: "મારા વ્હાલા અર્જુન, તું, હું અને આ બધા વ્યક્તિઓ જે આ યુદ્ધભૂમિમાં એકત્ર થયા છે, આપણે ભૂતકાળમાં વ્યક્તિગત હતા. આપણે, વર્તમાનમાં, વ્યક્તિગત છીએ, અને ભવિષ્યમાં, આપણે વ્યક્તિગત રહેવાનુ ચાલુ રાખીશું. આપણે બધા વ્યક્તિગત છીએ." નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠા ઉપનિષદ ૨.૨.૧૩). તે સર્વોચ્ચ નિત્ય છે, ઘણા અસંખ્ય જીવોમાં, સર્વોચ્ચ જીવ. આપણે, જીવ, અસંખ્ય, અનંત. કોઈ ગણતરી નથી આપણે કેટલા છીએ. સ અનંત્યાય કલ્પતે. તો આ અનંત, અસંખ્ય જીવો, અને કૃષ્ણ પણ એક જીવ, પણ તે મુખ્ય છે. તે અંતર છે. નિત્યો નિત્યાના....

જેમે કે એક નેતા છે. નેતા એક છે, અને અનુયાયીઓ, ઘણા છે. તેવી જ રીતે, કૃષ્ણ સર્વોચ્ચ જીવ, અને આપણે આધીન, નિર્ભર જીવ. તે અંતર છે. નિર્ભર, આપણે સમજી શકીએ છીએ, જો કૃષ્ણ આપણને ભોજન નહીં આપે, આપણે ભૂખે મરી જઈશું. તે હકીકત છે. આપણે કશું ઉત્પાદન ના કરી શકીએ. એકો યો બહુનામ વિદધાતી કામાન. તો કૃષ્ણ પાલન કરે છે, અને આપણું પાલન થાય છે. તેથી કૃષ્ણ પ્રબળ હોવા જોઈએ, અને આપણે તેમને આધીન હોવા જોઈએ. તે આપણી પાકૃતિક બંધારણીય સ્થિતિ છે. તેથી જો આ ભૌતિક જગતમાં આપણને ખોટી રીતે પ્રબળ થવું હોય, તો તે ભ્રમ છે, તે આપણે છોડવું જ પડશે. તે આપણે છોડવું જ પડશે. આપણે હમેશા કૃષ્ણને આધીન રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. તે આપણું સફળ જીવન છે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: હરિબોલ, પ્રભુપાદની જય!