GU/Prabhupada 0916 - કૃષ્ણને તમારા સુંદર વસ્ત્ર કે સુંદર ફૂલ કે સુંદર ભોજનની આવશ્યકતા નથી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


730415 - Lecture SB 01.08.23 - Los Angeles

પ્રભુપાદ: તો આ ભૌતિક જગતમાં ભગવાનની ઉપસ્થિતિ કે અનુપસ્થિતિ, તેને ચિકિર્ષિતમ કહેવાય છે. ચિકિર્ષિતમ શબ્દનો મતલબ શું છે?

ભક્ત: લીલાઓ.

પ્રભુપાદ: લીલાઓ. તે કૃષ્ણની લીલા છે કે તેઓ અવતરિત થાય છે. તેઓ... જ્યારે તેઓ અવતરિત થાય છે, તો અવશ્ય કઈક કરે છે. કાર્ય છે સાધુને સુરક્ષા આપવી અને અસાધુનો સંહાર કરવો. પણ બંને કાર્યો લીલાઓ છે. તેઓ ઈર્ષાળુ નથી. તેઓ ઈર્ષાળુ ના હોઈ શકે. દાનવોનો સંહાર, તે પણ તેમનો સ્નેહ છે. જેમકે કોઈક વાર આપણે બાળકોને દંડિત કરીએ છીએ, આપણે તેમને ખૂબ જોરથી થપ્પડ મારીએ છીએ. તે પ્રેમની બહાર નથી. તે પ્રેમ છે. તો જ્યારે કૃષ્ણ દૈત્યને મારે છે, તો કાર્ય ભૌતિક ઈર્ષાના સ્તર પર નથી હોતું. ના.

તેથી તે શાસ્ત્રમાં જણાવેલું છે કે દૈત્યો પણ, જે લોકો ભગવાન દ્વારા હણાયા, તેઓને તરત જ મુક્તિ મળી ગઈ. પરિણામ તે જ છે. જેમ કે પૂતના. પૂતનાની હત્યા કરવામાં આવી હતી. પૂતના કૃષ્ણને મારવા માંથી હતી, પણ કૃષ્ણને કોણ મારી શકે? તે શક્ય નથી. તે મરી ગઈ. પણ તે મરી ગઈ, પણ પરિણામ શું આવ્યું? પરિણામ હતું કે તેને કૃષ્ણની માતાનું સ્થાન મળ્યું. કૃષ્ણએ તેને માતા તરીકે સ્વીકારી. તે ઝેર-લેપિત સ્તન સાથે આવી હતી, કે: "કૃષ્ણ મારુ સ્તનપાન કરશે, અને બાળક તરત જ મરી જશે." પણ તે શક્ય નથી. તે મરી ગઈ. કૃષ્ણએ સ્તન પાન કર્યું અને પ્રાણ પણ હરી લીધા. પણ કૃષ્ણએ ઉજ્જવલ પક્ષ લીધો, કે: "આ નારી, રાક્ષસ, તે મને મારવા આવેલી, પણ કોઈક રીતે મે તેનું સ્તનપાન કર્યું. તો તે મારી માતા છે. તે મારી માતા છે." તો તેને માતાનું સ્થાન મળ્યું.

આ ભાગવતમમાં સમજાવેલું છે. ઉધ્ધવ વિદુરને સમજાવે છે કે કૃષ્ણ એટલા દયાળુ છે, ભગવાન બહુ દયાળુ છે, ભલે કોઈ વ્યક્તિ તેમને ઝેર સાથે મારવા આવે, તેનો માતા તરીકે સ્વીકાર થાય છે. આટલા દયાળુ ભગવાન, કૃષ્ણ, કે "હું કૃષ્ણ સિવાય બીજા કોને ભજીશ?" આ ઉદાહરણ આપેલું છે. તો ખરેખર કૃષ્ણને કોઈ શત્રુ નથી. અહિયાં તે કહ્યું છે: ન યસ્ય કશ્ચિદ દયિત: દયિત: મતલબ તરફદારી. કોઇની તરફદારી કરવામાં નથી આવતી. ન યસ્ય કશ્ચિદ દયીતો અસ્તિ કરહિચિદ દ્વેષ્યસ ચ. અને કોઈ તેમનો શત્રુ નથી. પણ તેમનો શત્રુ કોણ બની શકે, તેમનો મિત્ર કોણ બની શકે?

ધારોકે આપણે મિત્રો બનાવીએ છીએ. આપણે તે મિત્ર પાસેથી કોઈ લાભની આશા રાખીએ છીએ અને શત્રુ મતલબ આપણે તેની પાસેથી કોઈ હાનિની અપેક્ષા રાખીએ છીએ. પણ કૃષ્ણ તેટલા ઉત્તમ છે કે તેમને કોઈ હાનિ ના પહોચાડી શકે, કે ન તો કોઈ તેમને કશું આપી શકે. તો મિત્ર કે શત્રુની જરૂર શું છે? કોઈ જરૂર નથી. તેથી અહિયાં તે કહ્યું છે: ન યસ્ય કશ્ચિદ દયીતો અસ્તિ. તેમણે કોઇની તરફદારીની જરૂર નથી. તેઓ પૂર્ણ છે. હું બહુ ગરીબ માણસ હોઈ શકું છું. હું કોઈ મિત્રની તરફદારીની આશા રાખી શકું છું, કોઇની તરફદારી. પણ મારી આશા છે કારણકે હું અપૂર્ણ છું. હું પૂર્ણ નથી. હું ઘણી બધી રીતે અપૂર્ણ છું. તો હમેશા હું જરૂરિયાતવાળો છું. તેથી મારે કોઈ મિત્ર બનાવવો છે, અને તેવી જ રીતે હું શત્રુની ઘૃણા કરું છું. તેથી કૃષ્ણ, તેઓ પરમ હોવાના કારણે... કોઈ કૃષ્ણને કોઈ હાનિ ના પહોચાડી શકે, કોઈ કૃષ્ણને કશું આપી ના શકે. તો આપણે કૃષ્ણને આટલો બધુ આરામ અર્પિત કેમ કરીએ છીએ? આપણે કૃષ્ણનો શૃંગાર કરીએ છીએ, આપણે કૃષ્ણને સુશોભિત કરીએ છીએ, આપણે સરસ ભોજન કૃષ્ણને અર્પિત કરીએ છીએ.

તો ભાવ છે કે... આ હકીકતને સમજવાનો પ્રયત્ન કરજો. કૃષ્ણને તમારા સુંદર વસ્ત્ર કે સુંદર ફૂલ કે સુંદર ભોજનની આવશ્યકતા નથી કૃષ્ણને જરૂર નથી. પણ જો તમે આપશો, તમને લાભ થશે. તે કૃષ્ણનો ઉપકાર છે કે તેઓ સ્વીકારી રહ્યા છે. ઉદાહરણ આપેલું છે: જેમ કે તમે મૂળ પુરુષને સુશોભિત કરો છો, તે વ્યક્તિનું પ્રતિબિંબ જે દર્પણમાં છે, તે પણ સુશોભિત થયેલો દેખાય છે. તો આપણે પ્રતિબિંબ છીએ. બાઇબલમાં પણ કહ્યું છે કે માણસ ભગવાનની છબી પરથી બનેલો છે. તો આપણે, જેમ કૃષ્ણ દિવ્ય છે, આપણે... તેમને બે હાથ છે, બે પગ છે, એક માથું છે. તો માણસ ભગવાન પરથી બન્યો છે મતલબ આપણે ભગવાનની છબીનું પ્રતિબિંબ છીએ. એવું નથી કે આપણે ઉત્પાદન કરીએ, ધારણા કરીએ કઈક રૂપ આપણા રૂપ પ્રમાણે. તે ભૂલ છે. માયાવાદી તત્વજ્ઞાન તેવું છે. તેને અવતારવાદ કહે છે. તેઓ કહે છે કે: "કારણકે... નિરપેક્ષ સત્ય નિરાકાર છે, પણ કારણકે આપણે વ્યક્તિઓ છીએ, આપણે ધારણા કરીએ છીએ કે નિરપેક્ષ સત્ય પણ વ્યક્તિ છે." બિલકુલ ઊલટું. ખરેખર તે હકીકત નથી. આપણને આ વ્યક્તિનું સ્વરૂપ મળ્યું છે ભગવાનના પ્રતિબિંબ તરીકે. તો પ્રતિબિંબમાં... જો મૂળ વ્યક્તિને લાભ થશે, પ્રતિબિંબને પણ લાભ થશે. તે તત્વજ્ઞાન છે. પ્રતિબિંબને પણ લાભ થશે.