GU/Prabhupada 0922 - અમે દરેકને વિનંતી કરીએ છીએ: કૃપા કરીને જપ કરો, જપ કરો, જપ કરો



730422 - Lecture SB 01.08.30 - Los Angeles

એક કાર્ટૂન ચિત્ર હતું, કોઈ અખબારમાં. કદાચ તમને યાદ હશે. મોંટરિયલથી અથવા અહિયાંથી, મને યાદ નથી. એક ઘરડી સ્ત્રી અને તેનો પતિ, બેઠેલા, આમને સામને. સ્ત્રી તેના પતિને પૂછી રહી છે: "જપ કર, જપ કર, જપ કર." અને પતિ જવાબ આપે છે: "ના કરી શકું, ના કરી શકું, ના કરી શકું." (હાસ્ય) તો આ ચાલી રહ્યું છે. આપણે દરેકને વિનંતી કરી રહ્યા છીએ: "કૃપા કરી જપ કરો, જપ કરો, જપ કરો." અને તેઓ જવાબ આપી રહ્યા છે: "ના કરી શકું, ના કરી શકું, ના કરી શકું." (હાસ્ય) તે તેમનું દુર્ભાગ્ય છે. તે તેમનું દુર્ભાગ્ય છે.

તો છતાં તે આપણું કર્તવ્ય છે કે આ બધા દુર્ભાગ્યશાળી, અભાગા જીવોને ભાગ્યશાળી બનાવવા. તે આપણું કાર્ય છે. તેથી આપણે શેરીઓમાં જઈએ છીએ અને કીર્તન કરીએ છીએ. જોકે તેઓ કહે છે: "ના કરી શકું," આપણે કીર્તન કર્યા કરીએ છીએ. તે આપણું કાર્ય છે. અને, એક યા બીજી રીતે, આપણે તેમના હાથમાં કોઈ સાહિત્ય મૂકી દઈએ છીએ. તે ભાગ્યશાળી બની રહ્યો છે. તેણે તેનું મેહનતનું ધન ઘણા બધી ખરાબ, પાપમય રીતે, વેડફયુ હશે, અને જો તે એક પુસ્તક ખરીદશે, તેની કિમત જે હોય તે, તેના ધનનો સદુપયોગ થશે. તે કૃષ્ણ ભાવનામૃતની શરૂઆત છે. કારણકે તે થોડુક ધન આપી રહ્યો છે, મહેનતથી કમાવેલું ધન, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન માટે, તેને થોડોક આધ્યાત્મિક લાભ મળી રહ્યો છે. તે કશું ગુમાવતો નથી. તે થોડો આધ્યાત્મિક લાભ મેળવી રહ્યો છે. તેથી આપણું કાર્ય છે, એક યા બીજી રીતે, દરેકને કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં લાવવા. તેને લાભ થશે.

તો આ કાર્ય ચાલી રહ્યું છે માત્ર મનુષ્ય સમાજમાં નહીં. કૃષ્ણની યોજના એટલી મહાન છે કે... કૃષ્ણ મનુષ્ય તરીકે અવતરિત થયેલા, અથવા, ભગવાન કૃષ્ણ તરીકે, બધાને નથી ખ્યાલ કે તેઓ પૂર્ણ પુરષોત્તમ ભગવાન છે. તેઓ એક સામાન્ય મનુષ્ય તરીકે વ્યવહાર કરતાં હતા. સામાન્ય નહીં. જ્યારે જરૂર હતી, તેમણે પોતાની જાતને પૂર્ણ પુરષોત્તમ ભગવાન તરીકે સાબિત કરી. પણ સાધારણ રીતે તેઓ સામાન્ય મનુષ્ય તરીકે જાણીતા હતા.

તેથી શુકદેવ ગોસ્વામી કૃષ્ણને વર્ણવી રહ્યા છે એક વર્ણનમાં જ્યારે તેઓ ગોપાળો સાથે રમી રહ્યા છે. કૃષ્ણ. તો શુકદેવ ગોસ્વામી બતાવી રહ્યા છે કે આ ગોપાળ કોણ છે? તેમણે કહ્યું" ઇત્થમ સતામ... સુખાનુભૂત્યા (શ્રી.ભા. ૧૦.૧૨.૧૧). સતામ. નિરાકારવાદીઓ, તેઓ નિરાકાર બ્રહ્મ પર ધ્યાન કરે છે, અને થોડોક આધ્યાત્મિક આનંદ અનુભવે છે. અને શુકદેવ ગોસ્વામી કહે છે કે તે આધ્યાત્મિક આનંદનો સ્ત્રોત અહી છે, કૃષ્ણ. અહમ સર્વસ્વ પ્રભવ: (ભ.ગી. ૧૦.૮). કૃષ્ણ બધાનો સ્ત્રોત છે. તેથી આધ્યાત્મિક આનંદ કે જે નિરાકારવાદીઓ અનુભવવાનો પ્રયત્ન કરે છે નિરાકાર બ્રહ્મ પર ધ્યાન ધરીને, શુકદેવ ગોસ્વામી કહે છે: ઇત્થમ સતામ બ્રહ્મ સુખાનુભૂત્ય (શ્રી.ભા. ૧૦.૧૨.૧૧). બ્રહ્મ સુખમ, બ્રહ્મ સાક્ષાત્કારનો આધ્યાત્મિક આનંદ. દાસ્યમ ગતાનામ પર દૈવતેન. અહી તે વ્યક્તિ છે કે જે બ્રહ્મ સુખનો સ્ત્રોત છે અને દાસ્યમ ગતાનામ પર દૈવતેન. દાસ્યમ ગતાનામ મતલબ ભક્તો. એક ભક્ત હમેશા ભગવાનની સેવા કરવા માટે તૈયાર હોય છે. દાસ્યમ ગતાનામ પર દૈવતેન. પૂર્ણ પુરષોત્તમ ભગવાન. અહી બ્રહ્મ સુખના સ્ત્રોત છે, અહી મૂળ પુરષોત્તમ ભગવાન છે. અને... અને માયાશ્રિતાનામ નર દારકેણ. અને તેઓ કે જે માયાના દોરમાં છે, તેઓ માટે તે સાધારણ કિશોર છે. તો તેઓ છે, ધારણા પ્રમાણે, યે યથા મામ પ્રપદ્યન્તે (ભ.ગી.૪.૧૧).