GU/Prabhupada 0934 - આત્માની આવશ્યકતાની દેખભાળ ના કરવી, તે મૂર્ખ સભ્યતા છે

Revision as of 09:01, 26 May 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Gujarati Pages - 207 Live Videos Category:Prabhupada 0934 - in all Languages Categ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on SB 1.8.33 -- Los Angeles, April 25, 1972

ભક્ત: અનુવાદ: "બીજા કહે છે કે કારણકે બંને વસુદેવ અને દેવકીએ તમને પ્રાર્થના કરેલી, તમે તેમના પુત્ર તરીકે જન્મ્યા છો. નિશંકપણે, તને અજન્મા છો, છતાં તમે તેમના કલ્યાણ માટે જન્મ લો છો, અને જેઓ દેવતાઓથી ઈર્ષાળુ છે તેમને મારવા માટે."

પ્રભુપાદ: તો અવતારના બે હેતુ છે. તે ભગવદ ગીતામાં આપેલું છે.

યદા યદા હી ધર્મસ્ય
ગ્લાનિર ભવતિ ભારત
અભ્યુત્થાનમ અધર્મસ્ય
તદાત્માનામ સૃજામી અહમ
(ભ.ગી. ૪.૭)

ભગવાન કહે છે કે જ્યારે ધર્મમાં અનિયમિતતા આવે છે... ગ્લાનિ: ગ્લાનિ: મતલબ અનિયમિતતા. જેમ કે તમે કોઈ સેવા આપી રહ્યા છો. અનિયમિતતા હોઈ શકે છે. પછી તે દૂષિત થાય છે. યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર ભવતિ... ધર્મસ્ય ગ્લાનિર ભવતિ મતલબ અધર્મનો વિકાસ. તેનો મતલબ, જો તમારું ધન ઓછું થાય, તો તમારી ગરીબી વધે, સંતુલન. જો તમે આ બાજુ વધારો, તો બીજી બાજુ ઊંચી જશે, અને જો તે બાજુ વધારો, તો બીજી બાજુ... પણ તમારે સંતુલન રાખવું પડશે. તે જરૂરી છે.

તો માનવ સમાજમાં, તે સંતુલન રાખવા માટે છે. સંતુલન શું છે? તેઓ તે નથી જાણતા... તે ત્રાજવા જેવુ છે. એક બાજુ આત્મા, એક બાજુ જડ પદાર્થ. આપણે હવે, ખરેખર, આપણે આધ્યાત્મિક આત્મા છીએ. એક યા બીજી રીતે આપણે આ શરીરરૂપી પાંજરામાં ફસાઈ ગયા છીએ, ભૌતિક શરીર. તો તે હેતુ માટે, જ્યાં સુધી આપણે આ શરીર હશે, આપણને શરીરની જરૂરિયાતો રહેશે, ખાવું, ઊંઘવું, પ્રજનન અને રક્ષણ. આ શરીરની જરૂરિયાતો છે. આત્માને આ બધી વસ્તુઓની જરૂર નથી. આત્માને કઈ ખાવાનું નથી. તે આપણે નથી જાણતા. આપણે જે કઈ ખાઈએ છીએ, તે છે, તે છે આ શરીરને જાળવવા. તો શારીરિક જરૂરિયાતો છે, પણ જો તમે ફક્ત શરીરીક જરૂરિયાતો પર ધ્યાન આપશો અને જો આત્માની જરૂરિયાતો પર ધ્યાન આપવાની દરકાર નહીં રાખો, તો તે મૂર્ખ સભ્યતા છે. સંતુલન નહીં. તેઓ નથી જાણતા.

જેમ કે એક ધૂર્ત... તે ફક્ત કોટને ધોઈ રહ્યો છે, પણ તે શરીરનું ધ્યાન નથી રાખતો. કે એક પક્ષી પાંજરામાં છે અને તમે પાંજરાનું ધ્યાન રાખો છો અને પાંજરાની અંદરના પક્ષીનું ધ્યાન નથી રાખતા... પક્ષી રડી રહ્યું છે: "કા કા. મને ખાવાનું આપો, મને ખાવાનું આપો." પણ તમે પાંજરાનું જ ધ્યાન રાખો છો. તે મૂર્ખતા છે. તો આપણે દુખી કેમ છીએ? કેમ, ખાસ કરીને તમારા દેશમાં... તમે દુનિયાનો સૌથી ધનવાન દેશ છો. તમને કોઈ અછત નથી. કોઈ અન્નની અછત નહીં, કોઈ મોટરગાડીની અછત નહીં, કોઈ બેન્ક બેલેન્સની અછત નહીં, કોઈ સેક્સની અછત નહીં, બધુ જ છે, પૂર્ણ, પૂર્ણ માત્રામાં. અને છતા કેમ લોકોનો એક ભાગ નિરાશાજનક અને હિપ્પીની જેમ ભ્રમિત છે? તેઓ સંતુષ્ટ નથી. કેમ? તે ખામી છે. કારણકે કોઈ સંતુલન નથી. તમે જીવનની શારીરિક જરૂરિયાતોનું ધ્યાન રાખો છો, પણ તમને આત્મા વિષે કોઈ માહિતી નથી. અને આત્માની પણ જરૂરિયાત છે. કારણકે સાચી વસ્તુ આત્મા છે. શરીર તે ફક્ત આવરણ છે.