GU/Prabhupada 0937 - કાગડો હંસ પાસે નહીં જાય. હંસ કાગડા પાસે નહીં જાય

Revision as of 00:08, 7 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730425 - Lecture SB 01.08.33 - Los Angeles

તો તે છે, પશુઓમાં પણ, વિભાગો છે. હંસનો વર્ગ અને કાગડાનો વર્ગ. સ્વાભાવિક વિભાગ. કાગડો હંસ પાસે નહીં જાય. હંસ કાગડા પાસે નહીં જાય. તેવી જ રીતે માનવ સમાજમાં, કાગડાના વર્ગના માણસો છે અને હંસના વર્ગના માણસો છે. હંસના વર્ગના માણસો અહી આવશે કારણકે અહી બધુ સ્વચ્છ છે, સુંદર. સારું તત્વજ્ઞાન, સારું ભોજન, સારી શિક્ષા, સારા વસ્ત્રો, સારું મન, બધુજ સારું. અને કાગડાના વર્ગનો માણસ ફલાણી ફલાણી ક્લબમાં જશે, ફલાણી ફલાણી પાર્ટી, નગ્ન નૃત્ય, બહુ બધી વસ્તુઓ. તમે જોયું?

તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન હંસ વર્ગના માણસો માટે છે. કાગડાના વર્ગના માણસો માટે નથી. ના. પણ આપણે કાગડાઓને હંસોમાં પરિવર્તિત કરી શકીએ છીએ. તે આપણું તત્વજ્ઞાન છે. તે કે જે પહેલા કાગડો હતો તે હવે હંસની જેમ તરે છે. તે આપણે કરી શકીએ છીએ. તે કૃષ્ણ ભાવનામૃતનો લાભ છે. તો જ્યારે હંસ કાગડો બનશે, તે ભૌતિક જગત છે. તે કૃષ્ણ કહે છે: યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર ભવતિ (ભ.ગી. ૪.૭). જીવ આ ભૌતિક શરીરમાં કેદ થયેલો છે અને તે ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની કોશિશ કરે છે, એક પછી બીજું શરીર, એક પછી બીજું શરીર, એક પછી બીજું શરીર. આ અવસ્થા છે. અને ધર્મ મતલબ ધીરે ધીરે કાગડાઓને હંસોમાં બદલવા. તે ધર્મ છે.

જેમ કે એક માણસ, કદાચ, કદાચ રહી શકે, કદાચ એકદમ અભણ, અસભ્ય, પણ તે શિક્ષિત, સભ્ય માણસમાં પરિવર્તિત થઈ શકે. શિક્ષા દ્વારા, અભ્યાસ દ્વારા. તો તે શક્યતા છે આ મનુષ્ય જીવનમાં. હું એક કુતરાને ભક્ત બનવા શિક્ષિત ના કરી શકું. તે મુશ્કેલ છે. તે કરી પણ શકાય. પણ હું તેટલો શક્તિશાળી નથી. જેમ કે ચૈતન્ય મહાપ્રભુએ કરેલું: જ્યારે તેઓ જંગલ, ઝારીખંડ, માથી પસાર થતાં હતા, વાઘો, સાપો, હરણો, બધા જ પશુઓ, તેઓ ભક્ત બની ગયા. તેઓ ભક્ત બની ગયા. તો મારા માટે શું શક્ય છે, ઉહ, ચૈતન્ય મહાપ્રભુ... કારણકે તેઓ સ્વયં ભગવાન છે. તેઓ કઈ પણ કરી શકે છે. આપણે તે ના કરી શકીએ. પણ આપણે માનવ સમાજમાં કામ કરી શકીએ. તેનો ફરક નથી પડતો, કેટલો પતિત માણસ છે. જો તે આપણી શિક્ષાને અનુસરશે તે પરિવર્તિત થઈ શકે છે.

તેને ધર્મ કહેવાય છે. ધર્મ મતલબ કોઈને તેની મૂળ સ્થિતિમાં લાવવું. તે ધર્મ છે. તો અલગ અલગ અંશે હોઈ શકે છે. પણ મૂળ સ્થિતિ છે કે આપણે ભગવાનના અભિન્ન અંશ છીએ, અને, જ્યારે આપણે તે સમજીએ છીએ કે આપણે ભગવાનના અંશ છીએ, તે આપણી જીવનની સાચી અવસ્થા છે. તેને કહેવાય છે બ્રહ્મભૂત (શ્રી.ભા. ૪.૩૦.૨૦) સ્તર, બ્રહમન સાક્ષાત્કારની સમાજ, ઓળખ. તો કૃષ્ણ અવતરિત થાય છે... આ સમજ...

જેમ કે કુંતી કહે છે કે: અપરે વસુદેવસ્ય દેવકયામ યાચિતો અભ્યગાત (શ્રી.ભા. ૧.૮.૩૩). વસુદેવ અને દેવકી પરમ પુરષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી હતી કે: "અમને તમારા જેવો પુત્ર જોઈએ છે. તે અમારી ઈચ્છા છે." જોકે તેઓ વિવાહિત હતા, તેઓ હતા, તેઓએ કોઈ સંતાનને જન્મ ન હતો આપ્યો. તેઓ તપસ્યા, કઠોર તપસ્યામાં વ્યસ્ત હતા. તો કૃષ્ણ તેમની સમક્ષ આવ્યા: "તમને શું જોઈએ છે?" "હવે અમને તમારા જેવો બાળક જોઈએ છે." તેથી અહી તે કહ્યું છે: વસુદેવસ્ય દેવકયામ યાચિત: યાચિત: "શ્રીમાન, અમને તમારા જેવો પુત્ર જોઈએ છે." હવે શું, બીજા ભગવાનની શક્યતા ક્યાં છે? કૃષ્ણ ભગવાન છે. ભગવાન બે ના હોય. ભગવાન એક છે. તો કેવી રીતે બીજા ભગવાન હોય કે જે વસુદેવ અને દેવકીના પુત્ર થાય? તેથી ભગવાન રાજી થયા કે: "તે શક્ય નથી બીજા ભગવાન મળવા. તેથી હું તમારો પુત્ર થઈશ."

તો લોકો કહે છે કે કારણકે વસુદેવ અને દેવકીને કૃષ્ણ તેમના પુત્ર તરીકે જોઈતા હતા, તેઓ અવતરિત થયા. કેચિત. કોઈક કહે છે. વસુદેવસ્ય દેવકયામ યાચિત: વિનંતી કરવા પર, પ્રાર્થના કરવા પર, અભ્યગાત, તેઓ અવતરિત થયા. અજસ ત્વમ અસ્ય ક્ષેમાય વધાય ચ સુર દ્વિશામ. બીજા તે જ વસ્તુ કહે છે, જે હું કહી રહી છું. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ (ભ.ગી. ૪.૮). ખરેખર કૃષ્ણ તેમના ભક્તને સાંત્વના આપવા આવે છે. જેમ કે તેઓ અવતરિત થયા, તેમના ભક્તને સંતુષ્ટ કરવા, વસુદેવ અને દેવકી. પણ જ્યારે તેઓ આવે છે, તેઓ બીજા કાર્યો પણ કરે છે. તે શું છે? વધાય ચ સુર દ્વિશામ. વધાય મતલબ વધ કરવો. સુર દ્વિશામ.