GU/Prabhupada 0941 - અમારા વિદ્યાર્થીઓમાથી અમુક, તેઓ વિચારે છે કે 'હું કેમ આ મિશન માટે કામ કરું?'

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


730427 - Lecture SB 01.08.35 - Los Angeles

તો, અહિયાં આ ભૌતિક જગતમાં, અસ્મિન ભવે, ભવે અસ્મિન, સપ્તમે અધિકાર. અસ્મિન આ ભૌતિક જગતમાં. ભવે અસ્મિન ક્લીશ્યમાનાનામ. દરેક... દરેક, દરેક જીવ ખૂબ સખત મહેનત કરી રહ્યો છે. સખત કે નરમ, તેનો ફરક નથી પડતો, પણ કામ કરવું જ પડે. તેનો ફરક નથી પડતો. જેમકે આપણે પણ કામ કરી રહ્યા છીએ. તે નરમ હોઈ શકે છે, પણ તે પણ કામ છે. પણ તે અભ્યાસ છે; તેથી તે કાર્ય છે. આપણે આને કાર્ય તરીકે ના લેવું જોઈએ. ભક્તિ તે વાસ્તવમાં સકામ કર્મ નથી. તે તેના જેવુ લાગે છે. તે પણ કામ કરે છે. પણ અંતર તે છે કે જ્યારે તમે ભક્તિમય સેવામાં જોડાઓ છો તો તમે થાક નથી અનુભવતા. અને ભૌતિક કામમાં, તમે થાકી જશો. તે અંતર છે, વ્યવહારુ. ભૌતિક રીતે, તમે એક સિનેમાનું ગીત લો અને ગાઓ, અને પછી અડધો કલાક પછી તમે થાકી જશો. અને હરે કૃષ્ણ, ચોવીસ કલાક સુધી કીર્તન કર્યા કરો, તમે ક્યારેય નહીં થાકો. એવું નથી? જરા વ્યાવહારિક રીતે જુઓ. તમે કોઈ ભૌતિક નામ લો, "મિસ્ટર જોન, મિસ્ટર જોન, મિસ્ટર જોન," કેટલી વાર તમે જપ કરશો? (હાસ્ય) દસ વાર, વીસ વાર, સમાપ્ત. પણ કૃષ્ણ? કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ," જપ કરતાં જાઓ તમને વધુ શક્તિ મળશે. તે અંતર છે. પણ મૂર્ખ વ્યક્તિઓ તેઓ વિચારે છે, તેઓ આપણી જેમ કામ કરે છે, તેઓ પણ આપણી જેમ કરે છે. ના, તેવું નથી.

જો તેઓ... સમજવાની કોશિશ કરો, ભૌતિક પ્રકૃતિ મતલબ કોઈ પણ જે આ ભૌતિક જગતમાં આવ્યું છે. આપણું કાર્ય નથી અહી આવવું તે, પણ આપણે અહી આવવાની ઈચ્છા કરી હતી. તે પણ અહી કહેલું છે. ક્લીશ્યમાનાનામ અવિદ્યા કામ કર્મભિ: તેઓ અહિયાં કેમ આવ્યા છે? વિદ્યા નથી. અવિદ્યા મતલબ અજ્ઞાન. તે અજ્ઞાન શું છે? કામ. કામ મતલબ ઈચ્છા. તેઓ કૃષ્ણની સેવા માટે છે, પણ તેઓ ઈચ્છા કરે છે કે "હું કૃષ્ણની સેવા કેમ કરું? હું કૃષ્ણ બનીશ." તે અવિદ્યા છે. તે અવિદ્યા છે. સેવા કરવાને બદલે... તે, તે સ્વાભાવિક છે. કોઈક વાર તે આવે છે, જેમ કે એક સેવક તેના સ્વામીની સેવા કરી રહ્યો છે. તે વિચારે છે, "જો મને આવું ધન મળે, તો હું પણ સ્વામી બની શકું." તે અસ્વાભાવિક નથી. તો, જ્યારે જીવ વિચારે છે... તે કૃષ્ણમાથી આવ્યો છે, કૃષ્ણ ભૂલીઅ જીવ ભોગ વાંછા કરે જ્યારે તે કૃષ્ણને ભૂલી જાય છે, તે છે, મારો કહેવાનો મતલબ, ભૌતિક જીવન. તે ભૌતિક જીવન છે. જેવું કોઈ કૃષ્ણને ભૂલે છે. તે આપણે જોઈએ છીએ, ઘણા બધા... ઘણા બધા નહીં, અમારા અમુક વિદ્યાર્થીઓ, તેઓ વિચારે છે "મારે આ મિશન માટે કેમ કામ કરવું જોઈએ? ઓહ, મને જતો રહેવા દે." તે જતો રહે છે, પણ તે શું કરે છે? તે મોટર ચાલક બને છે, બસ તેટલું જ. બ્રહ્મચારી, સન્યાસીના સમ્માન મેળવવાને બદલે, તેણે, તેણે ફક્ત એક સાધારણ મજૂરની જેમ કામ કરવું પડે છે.