GU/Prabhupada 0942 - આપણે કૃષ્ણને ભૂલીને બિનજરૂરી સમસ્યાઓ ઊભી કરી છે

Revision as of 00:09, 7 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730427 - Lecture SB 01.08.35 - Los Angeles

તો, અવિદ્યા કામ કર્મભિ: કામ. કામ મતલબ ઈચ્છા. જેમ કે ઘણા બધા વૈજ્ઞાનિકો. તેઓ ભોજન માટે સંશોધન કરી રહ્યા છે, જેમ કે આપણા વૈજ્ઞાનિક મિત્ર આજે સવારે કહી રહ્યા હતા. કે નવું ભોજન ક્યાં છે? ભોજન પહેલેથી જ છે, કૃષ્ણ દ્વારા આપવામાં આવેલું, કે "તમે આ પશુ છો, તમારું ભોજન આ છે. તમે આ પશુ છો, તમારું ભોજન આ છે." જ્યાં સુધી મનુષ્યનો સવાલ છે, તેનું ભોજન પણ નિમિત છે, કે તમે પ્રસાદ લો. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તયા પ્રયચ્છતી (ભ.ગી. ૯.૨૬). પ્રસાદ સ્વીકરવો તે મનુષ્યનું કર્તવ્ય છે. પ્રસાદ મતલબ ખાદ્યપદાર્થ કે જે પહેલા કૃષ્ણને અર્પણ કરવામાં આવ્યું છે. તે સંસ્કૃતિ છે. જો તમે કહો, "હું શું કરવા અર્પણ કરું?" તે અસભ્યતા છે. તે આભારપૂર્વક છે. જો તમે કૃષ્ણને અર્પણ કરો છો, તો તમે સભાન છો કે આ ખાદ્યપદાર્થ, આ અન્ન, આ ફળો, આ ફૂલો, આ દૂધ, કૃષ્ણએ આપેલું છે. હું તે ઉત્પાદન નથી કરી શકતો. મારા કારખાનામાં હું આ વસ્તુઓ બનાવી ના શકું. જે કઈ પણ આપણે વાપરીએ છીએ, કોઈ બનાવી ના શકે, તે કૃષ્ણ દ્વારા આપવામાં આવેલુ છે. એકો બહુનામ યો વિદધાતી કામાન. આ કામાન. આપણે ઈચ્છા કરીએ છીએ અને કૃષ્ણ પૂરી પાડે છે. તેમના પુરવઠા વગર તમે મેળવી ના શકો. જેમ કે આપણાં ભારતમાં, સ્વતંત્રતા પછી, નેતાઓએ વિચાર્યું: "હવે આપણને સ્વતંત્રતા મળી ગઈ છે આપણે ટ્રેકટરો વધારીશું અને બીજા કૃષિ સાધનો અને આપણને પૂરતું અન્ન મળશે." હવે અત્યારના સમયમાં, બે વર્ષથી, પાણીની અછત છે. કોઈ વરસાદ નથી. તો આ ટ્રેકટરો રડી રહ્યા છે. તમે જોયું? તે બેકાર છે. ફક્ત કહેવાતા ટ્રેકટરોથી, સાધનોથી, તમે ઉત્પાદન ના કરી શકો જ્યાં સુધી કૃષ્ણ કૃપા ના થાય. તેમણે પાણી પૂરું પાડવું જ પડે, કે જેથી... હાલમાં સમાચાર છે કે લોકો એટલા હતાશ થઈ ગયા છે કે તેઓ સચિવ પાસે ગયા, ભોજનની માંગણી કરી, અને પરિણામ હતું કે તેઓને ગોળી મારી દેવામાં આવી. હા, ઘણા લોકો મરી ગયા. તો ખરેખર, જોકે આપણે આ વ્યવસ્થા છે કે કોઈએ કામ કરવું પડે, પણ તે કામ સરળ છે. જો તમે કૃષ્ણ ભાવનાભાવિત રહેશો... કે છેવટે, કૃષ્ણ ભોજન પૂરું પાડે છે. તે હકીકત છે. દરેક ધર્મ તે સ્વીકારે છે. જેમ કે બાઇબલમાં કહ્યું છે, "ભગવાન અમને અમારો દૈનિક રોટલો આપો." તે હકીકત છે. ભગવાન આપે છે. તે તમે... તમે રોટલો નિર્માણ ના કરી શકો. તમે, રોટલાને બેકરીમાં બનાવી શકો, પણ... તમને ઘઉં કોણ પૂરું પાડશે? તે કૃષ્ણ પૂરું પાડે છે. એકો બહુનામ યો વિદધાતી કામાન.

તો આપણે કૃષ્ણને ભૂલીને બિનજરૂરી સમસ્યાઓ ઉત્પન્ન કરી છે. તે ભૌતિક પ્રકૃતિ છે. ભવે અસ્મિન ક્લીશ્યમાનાનામ. તેથી તમારે ખૂબ સખત મહેનત કરવી પડે છે. ક્લીશ્યંતી. ભગવદ ગીતામાં બીજો શ્લોક છે, મન: શષ્ઠાની પ્રકૃતિ સ્થાની કર્ષતી. કર્ષતી, તમે ખૂબ સખત સંઘર્ષ કરશો, પણ છેવટે ઇન્દ્રિય તૃપ્તિ. છેવટે. આ ભૌતિક જગત મતલબ ઇન્દ્રિય તૃપ્તિ, કારણકે કામ, કામ મતલબ ઇન્દ્રિય તૃપ્તિ. કામ, પ્રેમ શબ્દનું તદ્દન વિરોધી. કામ અને... કામ મતલબ વાસના, અને પ્રેમ મતલબ કૃષ્ણને પ્રેમ કરવો તે. તો તે જરૂરી છે. પણ અહી આ ભૌતિક જગતમાં તેઓ ખૂબ, ખૂબ સખત પરિશ્રમમાં જોડાયેલા છે. તેઓએ ઘણા બધા કારખાના, લોખંડના કારખાના, લોખંડને ઓગાળવા માટેના મોટા સાધનો શોધ્યા છે, અને તેને કહેવાય છે ઉગ્ર કર્મ, અસુરિક કર્મ. છેવટે, તમે થોડીક રોટલી ખાશો અને થોડાક ફળ કે થોડાક ફૂલ. તમે મોટા મોટા કારખાના કેમ શોધ્યા છે? તે અવિદ્યા છે, અજ્ઞાન, અવિદ્યા. ધારોકે સો વર્ષ પહેલા કોઈ કારખાનું ન હતું. તો સંસારના બધા લોકો ભૂખે મરતા હતા? હે? કોઈ ભૂખે મરતું ન હતું. આપણા વેદિક સાહિત્યમાં આપણને ક્યાય કોઈ કારખાના વિષે માહિતી નથી મળતી. ના. કોઈ ઉલ્લેખ નથી. અને કેવા વૈભવશાળી હતા તેઓ. વૃંદાવનમાં પણ. વૃંદાવનમાં, જેવા કંસે નંદ મહારાજને આમંત્રિત કર્યા, તરત જ તેઓ દૂધ પદાર્થોના વિતરણ માટે તૈયારીઓ કરવા માંડ્યા. અને તમે સાહિત્યમાં જોશો કે તેઓ બધા સરસ કપડાં પહેરેલા હતા, સરસ ભોજન કરેલા. તેમની પાસે પર્યાપ્ત ભોજન હતું, પર્યાપ્ત દૂધ, પર્યાપ્ત ગાયો. પણ તેઓ ગામડાના પુરુષો હતા. વૃંદાવન ગામડું છે. કોઈ અછત નથી. કોઈ હતાશા નહીં, હમેશા હર્ષિત, નાચતા, કીર્તન કરતાં અને ખાતા. તો આપણે આ સમસ્યાઓ બનાવી છે. ફક્ત તમે બનાવી છે. હવે, તમે ઘણા બધા ઘોડા વગરના ગાડીઓ બનાવી છે, હવે સમસ્યા છે કે પેટ્રોલ ક્યાથી લાવવું. તમારા દેશમાં તે સામાન્ય સમસ્યા બની ગઈ છે. બ્રહ્માનંદ મને ગઈ કાલે કહેતો હતો. ઘણી બધી સમસ્યાઓ છે. ફક્ત બિનજરૂરી રીતે, આપણે ઘણી બધી કૃત્રિમ જરૂરિયાતો પેદા કરી છે. કામ કર્મભિ: આને કામ કહેવાય છે.