GU/Prabhupada 0946 - આપણે આ કહેવાતા ભ્રામક સુખ માટે એક શરીરમાથી બીજા શરીરમાં પ્રવેશ કરીએ છીએ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


720831 - Lecture - New Vrindaban, USA

બધ્ધ અવસ્થા મતલબ આપણે એક શરીર, ભૌતિક શરીર, સ્વીકારીએ. જે બહુ બધી રીતે બધ્ધ છે. જેમ કે શરીરમાં છ પ્રકારના પરિવર્તનો આવે છે. તે જન્મે છે. શરીર જન્મે છે, જીવ નહીં. તે ચોક્કસ તારીખ પર જન્મે છે, તે થોડોક સમય રહે છે, તે વધે છે, તે કઈક ઉત્પાદન કરે છે, પછી તે ક્ષીણ થાય છે અને અંતે તે સમાપ્ત થાય છે. છ પ્રકારના પરિવર્તનો. ફક્ત આ છ પ્રકારના પરિવર્તનો જ નહીં, પણ ઘણા બધા ક્લેશો પણ. તેને ત્રણ પ્રકારના દુખો કહેવાય છે: શરીને લગતા, મનને લગતા, બીજા જીવથી મળતા દુખો, પ્રકૃતિક ગડબડને કારણે મળતા દુખો. અને છેવટે, આખી વસ્તુનો સાર ચાર સિદ્ધાંતોમાં છે. તેનું નામ છે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ. આ બધ્ધ જીવન છે.

તો, જીવનની આ અવસ્થામાંથી મુક્ત થવા માટે, જો આપણે આપણી ભાગવત ચેતના, કે કૃષ્ણ ભાવનામૃત, ને પુનર્જીવિત કરીએ, અથવા ભગવાનની ભાવના, તમને જે ગમે તે... જ્યારે અમે "કૃષ્ણ" બોલીએ છીએ, મતલબ પરમ ભગવાન. ભગવાનની ભાવના, કૃષ્ણ ભાવનામૃત, અથવા આપણી મૂળ ચેતના. જેમ કે, આપણામાનું દરેક, આપણે હમેશા યાદ રાખીએ છીએ કે "હું ફલાણા ફલાણા સજ્જનનો પુત્ર છું. ફલાણા ફલાણા સજ્જન મારા પિતા છે." કોઈના પિતા અને પિતા સાથેનો સંબંધ યાદ રાખવું બહુ સ્વાભાવિક છે. અને, સામાન્ય વ્યવહારમાં પણ, શિષ્ટાચાર છે કે જો કોઈ તેની ઓળખ આપે, તેણે તેના પિતાનું નામ આપવું પડે. ભારતમાં તે ખૂબ આવશ્યક છે, અને પિતાનું નામ કે શીર્ષક દરેકનું આખરી નામ છે. તો જ્યારે આપણે પરમ પિતા, કૃષ્ણ, ને ભૂલી જઈએ છીએ અને સ્વતંત્ર જીવવા માંગીએ છીએ... સ્વતંત્ર રીતે મતલબ આપણે જીવનને આપણા મન પ્રમાણે જીવવા માંગીએ છીએ. તેને કહેવાતી સ્વતંત્રતા કહેવાય છે. પણ... પણ આવી સ્વતંત્રતાથી, આપણે ક્યારેય ખુશ નથી રહેતા, તેથી આપણે આ કહેવાતા ભ્રામક સુખ માટે એક શરીરમાથી બીજા શરીરમાં પ્રવેશ કરીએ છીએ કારણકે એક ચોક્કસ શરીસને એક ચોક્કસ સુખની સુવિધા છે. જેમ કે આપણામાના દરેકને, આકાશમાં ઉડવું હોય છે. પણ કારણકે આપણે મનુષ્યો છીએ, આપણને પાંખો નથી, આપણે ઊડી ના શકીએ. પણ પક્ષીઓ, જોકે તેઓ પ્રાણીઓ છે, નીચલા પ્રાણીઓ, તેઓ સરળતાથી ઊડી શકે છે. આ રીતે, જો તમે વિશ્લેષણથી અભ્યાસ કરશો, દરેક ચોક્કસ શરીરને ચોક્કસ સુવિધા મળી છે, જે બીજાને નથી મળી. પણ આપણને જીવનની બધીજ સુવિધા જોઈએ છીએ. તે આપણો ઝુકાવ છે.