GU/Prabhupada 0967 - કૃષ્ણ, ભગવાન, ને સમજવા માટે આપણે આપણી ઇન્દ્રિયો શુદ્ધ કરવી પડશે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


720527 - Lecture BG The Yoga System - Los Angeles

તે કહેવામા આવ્યું છે કે એક શુદ્ધ ભક્ત કૃષ્ણને દરેક ક્ષણે જુએ છે. સંત: સદૈવ (બ્ર.સં. ૫.૩૮). સદૈવ મતલબ દરેક ક્ષણે. તે જુએ છે, પણ તેનો મતલબ તે અલગ વ્યક્તિ છે. તેની ઇન્દ્રિયો શુદ્ધ થયેલી છે. પવિત્ર. તેથી તે જુએ છે. અને જેની આંખો પવિત્ર, શુદ્ધ, નથી, તે જોઈ ના શકે. ઘણા ઉદાહરણો છે. જેમ કે એક યંત્ર. એક બાળક જુએ છે, પણ તે બરાબર નથી જોઈ શકતો. તે એક ધાતુનો ટુકડો જુએ છે. પણ એક એંજીનિયર, જ્યારે તે જુએ છે, તે તરત જ સમજી જાય છે કે આ યંત્ર ફલાણા અને ફલાણા દ્વારા બનાવવામાં આવ્યું છે, તે આના માટે કામ કરે છે, સારું યંત્ર, ખરાબ યંત્ર, સુંદર. તે અલગ રીતે જોઈ શકે છે કારણકે તેની પાસે જોવા માટે આંખો છે. તેવી જ રીતે, કૃષ્ણ, ભગવાન, ને સમજવા માટે આપણે આપણી ઇન્દ્રિયો શુદ્ધ કરવી પડશે. તેની વ્યાખ્યા નારદ પંચરત્રમાં કરેલી છે. સર્વોપાધિ વિનિરમૂકતમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). દરેક ઉપાધિઓમાથી મુક્ત થઈને. જેમ કે આપણે કૃષ્ણ ભાવનામૃતને જોઈએ છીએ, એક દ્રષ્ટિથી કૃષ્ણ ભાવનામૃતને સ્વીકારીએ છીએ. અને બીજું કોઈ, સામાન્ય માણસ... ધારોકે કોઈક ખ્રિસ્તી છે. તે કૃષ્ણ ભાવનામૃતને હિન્દુઓના આંદોલન તરીકે જુએ છે. પણ ખરેખર તે તેવું નથી. તેથી, તેને અમેરિકનની ઉપાધિમાથી મુક્ત થવું પડશે. સર્વોપાધિ વિનિરમૂકતમ. આપણે ઉપાધિમાથી મુક્ત થવું જોઈએ. આ શરીર એક ઉપાધિ છે. ખરેખર અમેરિકન શરીર અને ભારતીય શરીરમાં કોઈ ફરક નથી. તેજ શારીરિક રચના. રક્ત છે, માંસ છે, હાડકાં છે. જો તમે શરીરમાં જોશો, તો કોઈ અંતર નથી. પણ છતાં, આપણે ઉપાધિ મેળવેલી છે, "હું અમેરિકન છું, તમે ભારતીય છો, તમે કાળા છો, હું સફેદ છું..." આ બધી ઉપાધિઓ છે. મિથ્યા.

તો આપણે ઉપાધિઓમાથી મુક્ત થવું પડશે. તેની વ્યાખ્યા કરેલી છે, કે જ્યારે આપણે ઉપાધિઓમાથી મુક્ત થઈએ છીએ. સર્વોપાધિ વિનિરમૂકતમ. આપણે ઉપાધિમાથી મુક્ત થવું જોઈએ. ખરેખર, ઉપાધિનું કોઈ મૂલ્ય નથી. વ્યક્તિ મહત્વપૂર્ણ છે. ઉપાધિ નહીં. તો કૃષ્ણને જોવું મતલબ, સૌ પ્રથમ કાર્ય છે ઉપાધિઓમાથી મુક્ત થવું. સર્વોપાધિ વિનિરમૂકતમ તત પરત્વેન નિર્મલમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). અહી તે કહ્યું છે મત પરઃ, નારદ કહે છે તત પરઃ તત પરઃ મતલબ કૃષ્ણભક્ત બનવું, અને મત પરઃ મતલબ... કૃષ્ણ કહે છે તમે મત પરઃ બનો. મારામાં તીવ્ર રીતે તલ્લીન. અને ભક્ત કહે છે કૃષ્ણમાં તીવ્ર રીતે તલ્લીન. તે ખ્યાલ છે, પણ ખરેખરમાં લક્ષ્ય એક જ છે. તો આપણે ઉપાધિમાથી મુક્ત થવાનું છે, તીવ્ર રીતે કૃષ્ણમાં તલ્લીન. સર્વોપાધિ વિનિરમૂકતમ, મત પરત્વેન... પછી તે નિર્મળ બનશે. નિર્મળ મતલબ શુદ્ધ, કોઈ ભૌતિક દોષ વગર. હું જીવનના શારીરિક અભિગમ પર વિચારું છે, તે ભૌતિક છે, કારણકે શરીર ભૌતિક છે. જ્યાં સુધી હું વિચારું છું, હું અમેરિકન છું, "હું ભારતીય છું, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું આ છું, હું તે છું," તે બધી ઉપાધિઓ છે. તે નિર્મલમ, શુદ્ધ અવસ્થા, નથી શુદ્ધ અવસ્થા છે જ્યારે આપણે સમજીએ છીએ કે હું આધ્યાત્મિક આત્મા છું, કૃષ્ણ પરમાત્મા છે, અને હું કૃષ્ણનો અભિન્ન અંશ છું. આપણે ગુણમાં સમાન છે. આપણે વ્યક્તિગત રીતે અલગ હોઈ શકીએ છીએ. કૃષ્ણ મહાન વ્યક્તિ છે. હું નાનો વ્યક્તિ છું. જેમ કે આ ભૌતિક જગતમાં પણ, એક માણસ બહુ શક્તિશાળી છે. બીજો માણસ ઓછો શક્તિશાળી છે. પણ બંને માણસો છે. તેઓ પશુઓ નથી. તેવી જ રીતે, કૃષ્ણ, ભગવાન, તે ગુણાત્મક રીતે મારી સમાન છે. પણ માત્રામાં, તે બહુ, બહુ શક્તિશાળી છે.