GU/Prabhupada 0970 - જીભનો ઉપયોગ હમેશા પરમ ભગવાનની મહિમા ગાવા માટે થવો જોઈએ

Revision as of 00:14, 7 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730400 - Lecture BG 02.13 - New York

તો આ આપણી સ્થિતિ છે, કે આપણે કૃષ્ણને આપણા માનસિક તર્કોથી સમજી ના શકીએ, સીમિત ઇન્દ્રિય. તે શક્ય નથી. આપણે જોડવી પડે - સેવન્મુખે હી જિહવાદૌ - જિહવા, જીભથી શરૂઆત કરીને. જીભ મહાન શત્રુ છે, અને તે મહાન મિત્ર પણ છે. જો તમે જીભને જે કઈ કરવું હોય તે કરવા દો, ધૂમ્રપાન, દારૂ, માંસાહાર, અને આ અને તે, તો પછી તે તમારી સૌથી મોટી શત્રુ છે. અને જો તમે તેને અનુમતિ ના આપો, તમે જીભને નિયંત્રિત રાખો, તો તમે બધીજ ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખી શકો છો. આપમેળે.

તારા મધ્યે જિહવા અતિ લોભમોય સુદુર્મતિ
તાકે જેતા કથીના સંસારે
કૃષ્ણ બરો દોયામોય કોરિબારે જિહવા જય
સ્વપ્રસાદ અન્ન દિલો ભાઈ
સૈ અન્નામૃત પાઓ રાધાકૃષ્ણ ગુણ ગાઓ
પ્રેમે દાકો ચૈતન્ય નિતાઈ
(ભક્તિવિનોદ ઠાકુર)

તો જીભનો ઉપયોગ હમેશા પરમ ભગવાનની મહિમા ગાવા માટે થવો જોઈએ. તે આપણું જીભ સાથેનું કાર્ય છે. અને જીભને કૃષ્ણ પ્રસાદ સિવાય બીજું કઈ પણ ખાવાની અનુમતિ ના આપવી જોઈએ. તો તમે મુક્ત બનો છો, ફક્ત જીભને નિયંત્રણમાં રાખીને. અને જો તમે જીભને કશું પણ કરવા દેશો, તો તે બહુ મુશ્કેલ છે. તો આધ્યાત્મિક શિક્ષણ, જેમ કૃષ્ણ કહે છે, શરૂ થાય છે તે સમજવાથી કે હું આ શરીર નથી. અને ઇંદ્રિયતૃપ્તિ મારુ કાર્ય નથી, કારણકે હું આ શરીર નથી. જો હું આ શરીર નથી, તો હું શા માટે શરીરને સંતૃપ્ત કરવા માટે મારી જાતને તકલીફ આપું? શરીર મતલબ ઇન્દ્રિયો. આ પ્રાથમિક શિક્ષા છે. તો કર્મીઓ, જ્ઞાનીઓ, યોગીઓ, તેઓ બધા શારીરિક જરૂરિયાતોને સંતૃપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કર્મીઓ પ્રત્યક્ષ રીતે તે કરે છે. "ખાઓ, પીઓ અને એશ કરો." તે તેમની વિચારધારા છે. જ્ઞાની, તે ફક્ત તે સમજવાનો પ્રયાસ કરે છે કે "હું આ શરીર નથી." નેતિ નેતિ નેતિ નેતિ: "આ નથી, આ નથી, આ નથી, આ નથી, આ નથી..." યોગીઓ, તેઓ પણ શારીરિક કસરતો, હઠ યોગ, દ્વારા ઇન્દ્રિયસંયમના બિંદુ પર આવે છે. તેથી તેમની ક્રિયાઓનુ કેન્દ્રબિંદુ છે શરીર. ક્રિયાઓનુ કેન્દ્રબિંદુ છે શરીર. અને આપણું તત્વજ્ઞાન શરૂ થાય છે કે, "તમે આ શરીર નથી." તમે જોયું? જ્યારે તેઓ આ શરીરનો અભ્યાસ કરવામાં તેમની એમ.એ. પરીક્ષા પાસ કરશે, પછી તેઓ કદાચ સમજી શકશે કે તેનું કાર્ય શું છે. પણ આપણું તત્વજ્ઞાન શરૂ થાય છે કે "તમે આ શરીર નથી." પોસ્ટગ્રેજ્યુએટ શિક્ષા. "તમે આ શરીર નથી." તે કૃષ્ણની શિક્ષા છે. આપણે ભારતમાં ઘણા બધા મોટા, મોટા રાજનેતાઓ અને વિદ્વાનો જોયા છે. તેઓ ભગવદ ગીતા પર ટિપ્પણીઓ લખે છે, પણ તેઓ આ જીવનના શારીરિક અભિગમ પર લખે છે. અમે જોયું છે અમારા દેશમાં મહાન નાયક, મહાત્મા ગાંધી, જેનો ફોટો ભગવદ ગીતા સાથે છે. પણ તેમણે તેમના આખા જીવનમાં શું કર્યું? શારીરિક ખ્યાલ: "હું ભારતીય છું. હું ભારતીય છું." રાષ્ટ્રીયતા મતલબ જીવનનો શારીરિક ખ્યાલ. "હું ભારતીય છું." "હું અમેરિકન છું." "હું કેનેડીયન છું." પણ આપણે આ શરીર નથી. તો પછી "હું ભારતીય છું," "હું અમેરિકન છું," "હું કેનેડીયન છું" નો પ્રશ્ન ક્યાં છે? તો તેમની પાસે કોઈ જ્ઞાન નથી, તેઓ જીવનના શારીરિક જ્ઞાનમા ડૂબેલા છે, અને છતાં તેઓ ભગવદ ગીતની સત્તા કહેવાય છે. જરા મજાક જુઓ. અને ભગવદ ગીતા શિક્ષા આપે છે શરૂઆતમાં જ "તમે આ શરીર નથી." અને તેઓ જીવનના શારીરિક ખ્યાલ પર છે. તો તેમની સ્થિતિ શું છે તે સમજવાનો પ્રયત્ન કરો. તેઓ ભગવદ ગીતાને શું સમજી શકે? જો કોઈ વિચારે છે કે "હું આ દેશનો છું, હું આ કુટુંબનો છું, હું આ સંપ્રદાયનો છું, હું આ છું, હું આ ધર્મનો છું..." બધો જીવનનો શારીરક ખ્યાલ છે.