GU/Prabhupada 0993 - તે વ્યવસ્થા કરો કે વ્યક્તિ ભોજન વગર ઉપવાસ ના કરે. આ આધ્યાત્મિક સામ્યવાદ છે

Revision as of 08:36, 2 June 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Gujarati Pages - 207 Live Videos Category:Prabhupada 0993 - in all Languages Categ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

730407 - Lecture SB 01.14.43 - New York

અનુવાદ: "શું તમે વૃદ્ધ માણસો અને છોકરાઓનું ધ્યાન નથી રાખ્યું કે જે તમારી સાથે ભોજન કરવા પાત્ર છે? તમે તેમને છોડી દીધા અને તમારું ભોજન એકલું કરી લીધું? શું તમે કોઈ માફ ના કરી શકાય તેવી ભૂલ કરી છે કે જેને જઘન્ય ગણવામાં આવે છે?"

પ્રભુપાદ: તો, "શું તમે વૃદ્ધ માણસો અને છોકરાઓનું ધ્યાન નથી રાખ્યું કે જે તમારી સાથે ભોજન કરવા પાત્ર છે? તો, આ છે વેદિક સભ્યતા. જ્યારે ખાદ્યપદાર્થ વિતરણ કરવા માટે છે, પ્રથમ અધિકાર બાળકોને આપવામાં આવે છે. આપણે યાદ રાખીએ છીએ, અત્યારે પણ જ્યારે આપણે ઈઠ્યોતર વર્ષના છીએ, જ્યારે આપણે બાળકો હતા, જ્યારે આપણે ચાર પાંચ વર્ષના હતા, આપણે યાદ રાખીએ છીએ. તમારામાના કોઈએ તે જોયું હશે (અસ્પષ્ટ), અને જો તમે, કોઈ અહિયાં છે? તમે જોયું હશે. તો, સૌ પ્રથમ ભોજન હોય છે બાળકો માટે. તો કોઈક વાર હું થોડો હઠી હતો, હું નહીં બેસું, "ના, હું તમારી સાથે ભોજન લઇશ, વૃદ્ધ માણસ." પણ તે પ્રણાલી હતી. સૌ પ્રથમ બાળકોને ભરપેટ ભોજન કરાવવું, પછી બ્રાહ્મણો, અને બાળકો અને વૃદ્ધો. કુટુંબમાં, બાળકો અને વૃદ્ધો... જેમ કે મહારાજ યુધિષ્ઠિર, કેટલા તેઓ ચિંતિત હતા ધૃતરાષ્ટ્રની દેખરેખ માટે. જોકે તેમણે હમેશા શત્રુનો ભાગ ભજવ્યો, છતાં તે કુટુંબના સભ્યનું કર્તવ્ય છે કે વૃદ્ધ માણસનો ખ્યાલ રાખવો. તેના નાના ભાઈ વિદુરના શાપ આપ્યા પછી જ્યારે ધૃતરાષ્ટ્રે ઘર છોડી દીધું, તો, "મારા વ્હાલા ભાઈ, તમે હજુ કુટુંબ સાથે આસક્ત છો, તમને કોઈ શરમ નથી. તમે તેમની પાસેથી ભોજન લો છો, જેમને તમે શત્રુ માન્યા હતા. તમે શરૂઆતથી જ તેમને મારવા માંગતા હતા. તમે તેમના ઘરને આગ લગાવડાવી. તમે તેમને જંગલમાં મોકલી દીધા. તમે તેમના જીવનમાં હસ્તક્ષેપ કર્યો, અને હવે જ્યારે બધુ સમાપ્ત થઈ ગયું છે, બધા તમારા પુત્રો, પૌત્રો અને જમાઈઓ અને ભાઈઓ, પિતાઓ, કાકાઓ...," મારો કહેવાનો મતલબ ભીષ્મ તેમના કાકા હતા. તો બધુ કુટુંબ. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર પાંચ ભાઈઓ સિવાયના દરેક માર્યા ગયા. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ. દરેક પુરુષ સભ્યો માર્યા ગયા. તો, ફક્ત વંશજ મહારાજ પરિક્ષિત હતા. તેઓ તેમની માતાના ગર્ભમાં હતા. અને તેમના પિતા મૃત્યુ પામ્યા, અર્જુનનો પુત્ર, અભિમન્યુ. તે સોળ વર્ષનો હતો. સદભાગ્યે તેની પત્ની સગર્ભા હતી. નહીં તો કુરુવંશ સમાપ્ત થઈ જાત. તો તેમણે ઠપકો આપ્યો, કે "તમે હજુ અહી બેઠા છો ફક્ત કુતરાની જેમ એક ભોજનના કોળિયા માટે. મારા વ્હાલા ભાઈ, તમને કોઈ શરમ નથી."

તો તેમણે તે બહુ ગંભીરતાથી લીધું, "હા, હા મારા વ્હાલા ભાઈ, તું સાચું કહી રહ્યો છે. "તો શું, મારે શું કરવું જોઈએ?"

"તરત જ બહાર જતાં રહો." "તરત જ બહાર જતાં રહો. અને વનમાં જાઓ." તો તેઓ સમ્મત થાય, તેઓ ત્યાં ગયા.

તો મહારાજ યુધિષ્ઠિર સૌ પ્રથમ સવારે આવતા હતા, સ્નાન લીધા પછી, પુજા કર્યા પછી, કારણકે પ્રથમ કર્તવ્ય હોય છે જઈને વૃદ્ધ માણસને મળવું: "મારા વ્હાલા કાકા, તમે આરામથી છો? બધુ કુશળ છે?" અને થોડીક વાર તેમની પ્રસન્નતા માટે તેમની જોડે વાત કરવી. આ કુટુંબના સભ્યનું કર્તવ્ય છે - બાળકો અને વૃદ્ધોનું ધ્યાન રાખવું, ઘરની એક ગરોળી, એક સાપનું પણ ધ્યાન રાખવું. આ આજ્ઞા આપણને શ્રીમદ ભાગવતમમાથી મળે છે, ગૃહસ્થ, કેટલો જવાબદાર છે તે. તેથી તે કહ્યું છે, એક સાપ સુદ્ધાં... કોઈને સાપની દેખરેખ ના રાખવી હોય. દરેકને તેને મારવો હોય, અને તેને મારીને કોઈને પછતાવો પણ ના થાય. પ્રહલાદ મહારાજે કહ્યું હતું કે, મોદેત સાધુર અપિ વૃશ્ચિક સર્પ હત્યા (શ્રી.ભા. ૭.૯.૧૪). તેમણે કહ્યું હતું કે "મારા પિતા એક સાપ જેવા છે, વૃશ્ચિક, વીંછી. તો સાપ કે વીંછીને મારીને કોઈ દુખી નથી થતું. તો મારા ભગવાન, તમે ગુસ્સે ના થાઓ. હવે બધુ સમાપ્ત થઈ ગયું છે, મારા પિતા સમાપ્ત થઈ ગયા છે." તો, તે હતું. પણ છતાં, શાસ્ત્ર કહે છે કે જો તમારા ઘરમાં એક સાપ પણ હોય, જુઓ કે તે ભૂખે નથી મારતો. આ છે આધ્યાત્મિક સામ્યવાદ. તેઓ સામ્યવાદ પાછળ છે, પણ તેઓને ખ્યાલ નથી કે સામ્યવાદ શું છે. દરેકની કાળજી રાખવી. તે સામ્યવાદ છે, વાસ્તવિક સામ્યવાદ. કોઈ ભૂખ્યું ના રહેવું જોઈએ. રાજ્યમાં કોઈ ભૂખ્યું ના રહેવું જોઈએ. તે સામ્યવાદ છે.