GU/Prabhupada 0996 - મે તમને અમેરિકનનોને લાંચ ન હતી આપી મારી સાથે જોડાવા. એક માત્ર મૂડી હતી કીર્તન



730406 - Lecture SB 02.01.01-2 - New York

પ્રભુપાદ: તો પરિક્ષિત મહારાજે શુકદેવ ગોસ્વામીને પ્રશ્ન પૂછ્યો... "મારુ કર્તવ્ય શું છે? હવે હું સાત દિવસમાં મૃત્યુ પામવાનો છું, મારૂ કર્તવ્ય શું છે?" તો તેમણે કૃષ્ણ વિષે પૃચ્છા કરી કારણકે પરિક્ષિત મહારાજ, વૈષ્ણવ કુટુંબમાં જન્મ્યા હતા, અર્જુનના પૌત્ર... પાંડવો, તેઓ વૈષ્ણવો છે અને કૃષ્ણ ભક્તો, તો બાળપણથી તેમને તક હતી કૃષ્ણની પૂજા કરવાની. તેઓ કૃષ્ણની મુર્તિ સાથે રમતા હતા, તો સ્વાભાવિક રીતે તેઓ કૃષ્ણ વિષે સાંભળવા ઇચ્છુક હતા. તો તેમણે પૂછ્યું, "મારૂ કર્તવ્ય શું છે? શું મારે ફક્ત કૃષ્ણ વિષે સાંભળવું જોઈએ કે બીજું કશું?" તો આ પ્રશ્ન સાંભળીને, શુકદેવ ગોસ્વામી ધન્યવાદ આપી રહ્યા છે, વરિયાન એષ તે પ્રશ્ન: (શ્રી.ભા. ૨.૧.૧) "ઓહ, તમારો પ્રશ્ન ખૂબ અદ્ભુત છે, ખૂબ આવકાર્ય, વરિયાન." વરિયાન મતલબ "ખૂબ આવકાર્ય," મે જે આપ્યું, વરિયાન. ભવ્ય, હા. "ભવ્ય પ્રશ્ન:, કારણકે તમે કૃષ્ણ વિષે પૃચ્છા કરી છે."

તો વરિયાન એષ તે પ્રશ્ન: કૃતો લોક હિતમ નૃપ (શ્રી.ભા. ૨.૧.૧) "મારા વ્હાલા રાજા, આ પ્રશ્ન સંસારના બધા લોકો માટે શુભકારી છે." જો તમે ફક્ત કૃષ્ણ વિષે પૃચ્છા કરો કે કૃષ્ણ વિષે સાંભળો, ભલે તમે સમજો નહીં, પણ તે કૃષ્ણનો જપ... જેમ કે આપણે જપ કરીએ છીએ "હરે કૃષ્ણ," આપણે કદાચ સમજીએ નહીં કે હરે કૃષ્ણનો અર્થ શું છે, પણ છતાં, કારણકે તે દિવ્ય ધ્વનિ છે, તે શુભ છે. જ્યા પણ તમે હરે કૃષ્ણ જપ કરશો, તેઓ સાંભળે કે ના સાંભળે, તે તેમના માટે શુભ છે. તો આપણે માણસોને નગર સંકીર્તન માટે મોકલીએ છીએ. તેનો ફરક નથી પડતો કે લોકો તેને સાંભળવા આતુર છે કે નહીં, પણ તે શુભ છે. તે એક વાતાવરણ ઊભું કરશે, કે જે માનવ સમાજ માટે સૌમ્ય અને સુખકારી હશે. તે આપણો સિદ્ધાંત હોવો જોઈએ. એવું નહીં કે કારણકે આપણે કીર્તન કરી રહ્યા છીએ, કોઈ દરકાર નથી કરતું, આપણે હતાશ ના થવું જોઈએ. આપણું, આ સંકીર્તન આંદોલન એટલું સરસ છે કે ફક્ત સાંભળવાથી, ધ્વનિ પરમ શુભ વાતાવરણ ઊભું કરશે, વરિયાન એષ તે પ્રશ્ન: (શ્રી.ભા. ૨.૧.૧). હવે તમે વ્યાવહારિક રીતે જોઈ શકો છો, જેઓ જૂના સભ્યો છે... તો મે શરૂ કરેલું આ ન્યુયોર્કમાં પેલી દુકાન પાસે ફક્ત કીર્તન દ્વારા. મે તમને અમેરિકન છોકરાઓ અને છોકરીઓને લાંચ ન હતી આપી મારી સાથે જોડાવા. એક માત્ર મૂડી હતી કીર્તન. તે ટોમ્પકિન્સન સ્કવેર પાર્કમાં, આ બ્રહ્માનંદ સ્વામી તે સૌથી પહેલા મારા કીર્તન પણ નાચવા આવેલા. (હાસ્ય) તે અને અચ્યુતાનંદ, તે આપણા કૃષ્ણ ભાવનામૃત આંદોલનનું પહેલું નૃત્ય હતું. (હાસ્ય) હા. અને મારી પાસે કોઈ મૃદંગ હતું નહીં. તે હતું, શું હતું તે?

ભક્ત: (અસ્પષ્ટ) ડ્રમ.

પ્રભુપાદ: ડ્રમ, નાનું ઢોલકું. તો હું હરે કૃષ્ણ કીર્તન કરતો હતો, બે થી પાંચ, ત્રણ કલાક માટે, અને ઘણા બધા છોકરાઓ અને છોકરીઓ આવતા હતા અને જોડાતા હતા, અને સૌ પ્રથમ ફોટો આવ્યો હતો ટાઇમ્સમાં. ન્યુયોર્ક ટાઇમ્સ, તેઓએ પ્રશંસા કરેલી, અને લોકોએ પણ પ્રશંસા કરેલી. તો આ કીર્તન, શરૂઆત ફક્ત કીર્તન હતી. બીજું કશું જ હતું નહીં. તે વખતે પ્રસાદ વિતરણનો કોઈ કાર્યક્રમ હતો નહીં. તે, પછીથી આવ્યો. તો આપણે હમેશા વિશ્વાસુ હોવા જોઈએ કે આ કીર્તન આ ભૌતિક જગતની ધ્વનિ નથી. આ ભૌતિક જગતની ધ્વનિ નથી. નરોત્તમ દાસ ઠાકુર કહે છે, ગોલોકેર પ્રેમ ધન હરિનામ સંકીર્તન. તે આધ્યાત્મિક જગતમાથી આયાત કરવામાં આવ્યું છે. તે પૂર્ણ રીતે આધ્યાત્મિક છે. નહીં તો તે કેવી રીતે શક્ય છે? કોઈક વાર કહેવાતા યોગીઓ, તેઓ કહે છે કે કીર્તન... બોમ્બેમાં, એક કહેવાતો ધૂર્ત, તે કહે છે, "હરે કૃષ્ણ જપ અને કોકા કોલા જપ એક જ વસ્તુ છે." તે આટલો ધૂર્ત છે. તે જાણતો નથી કે આ ભૌતિક જગતની ધ્વનિ નથી. પણ જેની પાસે કોઈ જ્ઞાન નથી, તેઓ વિચારે છે કે "આ જપ નો શું અર્થ છે, 'હરે કૃષ્ણ, હરે કૃષ્ણ'?" પણ તેઓ વ્યાવહારિક રીતે જોઈ શકે છે કે આપણે દિવસ રાત જપ કરી શકીએ છીએ, છતાં આપણે થાકીશું નહીં, પણ બીજું કોઈ પણ ભૌતિક નામ તમે લો, ત્રણ વાર જપ કર્યા પછી તમે થકી જશો. તે પ્રમાણ છે. તમે દિવસ અને રાત જપ કરી શકો છો, તમે ક્યારેય થાકશો નહીં. તો આ લોકો, બિચારા લોકો, તેમની પાસે કોઈ મગજ નથી સમજવા માટે.