GU/Prabhupada 1002 - જો હું ભગવાનને કોઈ લાભ માટે પ્રેમ કરું, તે વેપાર છે; તે પ્રેમ નથી



750713 - Conversation B - Philadelphia

સેન્ડી નિક્સન: તો પછી કોઈ ને કેવી રીતે ખબર પડે કે કોણ પ્રમાણિક આધ્યાત્મિક ગુરૂ છે, જે તેમને માર્ગદર્શન આપી શકે?

પ્રભુપાદ: જે આ બધી વસ્તુ શીખવે છે કે - ભગવાનને કેવી રીતે જાણી શકાય અને તેમને કેવી રીતે પ્રેમ કરાય - તે આધ્યાત્મિક ગુરૂ છે. અન્યથા બનાવટી છે, બદમાશ છે. કેટલીક વાર તેઓ ખોટી દોરવણી કરે છે કે "હું ભગવાન છું." નિર્દોષ લોકોને ખબર નથી કે ભગવાનનો અર્થ શું છે, અને ધૂર્ત સુચન કરે છે કે, "હું ભગવાન છું," અને તેઓ સ્વીકારે છે. જેમ કે તમારા દેશમા, લોકોએ નિક્સનને રાષ્ટ્રપતિ બનાવ્યા, અને ફરીથી પાછા ખેચી લીધા. જેનો મતલબ છે કે લોકોને ખબર નથી કે કોણ સાચો પ્રમાણિક રાષ્ટ્રપતિ છે, બસ કોઈને ચૂંટ્યો, અને ફરીથી તેને બહાર ખેચવો પડ્યો. તેવી જ રીતે, લોકો મૂર્ખ છે. કોઈ ધૂર્ત આવે છે, કહે છે, "હું ભગવાન છું," તેઓ સ્વીકારે છે. અને ફરીથી બીજા કોઈને ભગવાન સ્વીકારે છે. આ ચાલી રહ્યું છે. એટલે વ્યકતીએ ગંભીર શિષ્ય બનવું જોઈએ તે સમજવા માટે કે ભગવાન શું છે અને તેમને કેવી રીતે પ્રેમ કરવો. તે ધર્મ છે. અન્યથા, તે ફક્ત સમયનો બગાડ છે.

તે અમે શીખવીએ છીએ. તે અંતર છે અમારામા અને બીજામા. અમે કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને કેવી રીતે જાણી શકાય, તે વિજ્ઞાનને પ્રસ્તુત કરીએ છીએ. ભગવદ ગીતા છે, ભાગવત છે. બનાવટી નથી. અધિકૃત છે. તેથી આ એક જ સંસ્થા છે જે શીખવે છે કે ભગવાનને કેવી રીતે જાણી શકાય અને તેમને કેવી રીતે પ્રેમ કરી શકાય. બસ આ જ બે કાર્યો છે. ત્રીજું કોઈ કાર્ય નથી. આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે ભગવાન પાસે માંગવું તે આપણું કાર્ય નથી. આપણે જાણીએ છીએ છે કે ભગવાન બધાની જરૂરિયાતો પૂરી કરે છે, જેને કોઈ ધર્મ નથી તેની પણ. જેમકે બિલાડીઓ અને કુતરાઓ, તેમને કોઈ ધર્મ નથી. તેમને નથી ખબર કે ધર્મ શું છે. પણ છતાં, બિલાડીઓ અને કુતરાઓને જીવન જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. તો પછી કેમ આપણે કૃષ્ણને તકલીફ આપીને માંગીએ છીએ, "અમને અમારી રોજીરોટી આપો"? ભગવાન પહેલેથી જ પૂરું પાડે છે. આપણું કાર્ય છે કે તેમને કેવી રીતે પ્રેમ કરવો. તે ધર્મ છે. ધર્મ: પ્રોઝિત કૈતવ: અત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વાસ્તવમ વસ્તુ વેદ્યમ અત્ર (શ્રી.ભા. ૧.૧.૨). સ વૈ પુંસામ પરો ધર્મ: યતો ભક્તિર અધોક્ષજે (શ્રી.ભા. ૧.૨.૬): "જે ભગવાનને પ્રેમ કરતા શીખવાડે, તેજ પ્રથમ વર્ગનો ધર્મ છે." અને તે પ્રેમ - કોઈ પણ ભૌતિક સ્વાર્થ માટે નથી: "ભગવાન, તમે મને આ આપો. તો જ હું તમને પ્રેમ કરું." ના. અહૈતુકી. પ્રેમનો મતલબ કે કોઈ પણ વ્યક્તિગત લાભ વગર. જો હું ભગવાનને કોઈ લાભ માટે પ્રેમ કરું તો તે વ્યવસાય છે; તે પ્રેમ નહીં. અહૈતુકી અપ્રતિહતા. અને ભગવાન માટે તે પ્રેમ કોઈ પણ ભૌતિક કારણોથી રોકી શકાય નહીં. કોઈ પણ સ્થિતિમાં, વ્યક્તિ ભગવાનને કેવી રીતે પ્રેમ કરવો તે શીખી શકે છે. તે શરતોને આધીન નથી, કે "હું ગરીબ માણસ છું. હું કેવી રીતે ભગવાનને પ્રેમ કરું? મારે ઘણું કામ કરવાનું છે." ના, આ તેવું નથી. ગરીબ, પૈસાદાર, કે યુવાન કે વૃદ્ધ, કાળા કે ગોરા, કોઈ અવરોધ નથી. જો કોઈ ભગવાનને પ્રેમ કરવા માંગે છે, તો તે કરી શકે છે.