GU/Prabhupada 1003 - વ્યક્તિ ભગવાનની સમીપ જઈ રહ્યો છે, ભગવાન આધ્યાત્મિક છે, પણ તે ભૌતિક લાભ માંગી રહ્યો છે



750713 - Conversation B - Philadelphia

સેન્ડી નિક્સન: ભગવાનને કેવી રીતે પ્રેમ કરાય તે શીખવા માટે કોઈ જુદો માર્ગ છે?

પ્રભુપાદ: ના. કોઈ જુદો માર્ગ નથી.

સેન્ડી નિક્સન: મારો એ મતલબ છે કે, કોઈ બીજા પણ આધ્યાત્મિક માર્ગ છે... શું બધા આધ્યાત્મિક માર્ગ એક જ લક્ષ્ય તરફ લઈ જાય છે?

પ્રભુપાદ: અધ્યાત્મિક માર્ગો ચાર પ્રકારમા વિભાજીત છે. આધ્યાત્મિક નહીં. અસલ આધ્યાત્મિક, મિશ્ર આધ્યાત્મિક. જેમ કે આ, "ભગવાન, મને રોજની રોટલી આપો". તે મિશ્ર આધ્યાત્મિક છે. વ્યક્તિ ભગવાનની સમીપ જઈ રહ્યો છે, ભગવાન આધ્યાત્મિક છે, પણ તે ભૌતિક લાભ માંગી રહ્યો છે તેથી તે મિશ્ર છે, પદાર્થ અને આત્મા. તો ચાર વર્ગ છે. સામાન્ય રીતે તેઓ કર્મી તરીકે જાણીતા છે, ફળ માટે કામ કરનાર, તેઓ કોઈ ભૌતિક લાભ માટે કામ કરે છે. તેમને કર્મી કહેવાય છે. જેમ કે બધા માણસો, તમે જોશો, તેઓ દિવસ અને રાત આટલી મેહનત કરે છે, તેઓ પોતાની ગાડીઓ ચલાવે છે, (ગાડીઓનો અવાજ કરે છે) આ રીતે અને તે રીતે. તેમનો ઉદેશ્ય છે કેવી રીતે થોડા પૈસા કમાવા. અને કર્મી કહેવાય છે. અને પછી જ્ઞાની. જ્ઞાની મતલબ કે, તે જાણે છે, " હું આટલો બધો પરિશ્રમ કરી રહ્યો છું. કેમ? પક્ષીઓ, પશુઓ, હાથીઓ, મોટા, મોટા - એશી લાખ અલગ પ્રકારના - તેઓ નથી કરી રહ્યા. તેમને કોઈ કામ નથી. તેમનો કોઈ વ્યવસાય નથી. તેઓ કેવી રીતે ખાય છે? તો પછી કેમ હું બિનજરૂરી રીતે આટલું બધુ કામ કરું? મને જીવનની સમસ્યા શું છે તે જાણવા દો." તો તેઓ જાણે છે કે જીવનની સમસ્યા જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ છે. અને તેઓ તેનો ઉકેલ લાવવા માંગે છે, કેવી રીતે અમર બનવું. તેથી તેઓ નિષ્કર્ષ કાઢે છે કે, "જો હું ભગવાનના અસ્તિત્વમા વિલીન થઈ જઉ, તો પછી હું જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગથી અમર બનીશ કે પછી મારી પ્રતિરક્ષા થશે." આને જ્ઞાની કહેવાય છે. અને તેમાથી થોડા યોગીઓ છે. તેઓ કોઈ અધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે આશ્ચર્યજનક ખેલ દેખાડવા માટે. એક યોગી ખૂબ નાનો બની શકે છે. જો તમે એને એક ઓરડામા બંધ કરી દો, તે બાહર આવી જશે. તમે બંધ કરી દો. તે બહાર આવી જશે. જો નાની જગ્યા હશે, તો તે બહાર આવી જશે. તેને અનીમા કહેવાય છે. તે આકાશમા ઊડી શકે છે, આકાશમાં તરી શકે છે. તેને લઘિમા કહેવાય છે. તે જ રીતે, જો તમને કોઈ જાદુ દેખાડી શકે, તો તરતજ તેને એક અદ્દભુત માણસ તરીકે સ્વીકારવામા આવે છે. તો યોગીઓ, તેઓ... આધુનિક યોગીઓ, તેઓ ફક્ત થોડું વ્યાયામ બતાવે છે, પણ તેમની પાસે શક્તિ નથી. હું આ ત્રીજા વર્ગના યોગીઓની વાત નથી કરી રહ્યો. સાચો યોગી આટલે તે કે જેની પાસે કોઈ શક્તિ છે. જેની પાસે ભૌતિક શક્તિ છે. તો યોગીઓને પણ શક્તિ જોઈએ છે. અને જ્ઞાનીઓને પણ ગધેડાની જેમ કામ કરવામાથી મુક્તિ જોઈએ છે - કર્મીઓની જેમ. અને કર્મીઓને ભૌતિક લાભ જોઈએ છે. તો દરેકને જોઈએ છે. પણ ભક્તોને, ભક્તોને, કશુજ નથી જોઈતુ. તેમને ભગવાનની સેવા કરવી છે પ્રેમપૂર્વક. જેવી રીતે એક માતા પોતાના બાળકને પ્રેમ કરે છે. તેમા લાભનો કોઈ પ્રશ્ન નથી. સ્નેહના લીધે, તે પ્રેમ કરે છે. જ્યારે તમે આ સ્થિતિ ઉપર આવશો, ભગવાનને પ્રેમ કરવા માટે, તે પરિપૂર્ણતા છે. તો આ વિભિન્ન પ્રકારની વિધિઓ, કર્મી, જ્ઞાની, યોગી અને ભક્ત, આ ચાર પ્રકારની વિધિઓમાથી, જો તમે ભગવાનને જાણવા માગો છો, તો તમારે ભક્તિને સ્વીકારવી પડશે. ભગવદગીતા મા કહ્યું છે, ભક્ત્યા મામ અભિજાનાતી (ભ.ગી. ૧૮.૫૫). "બસ આ ભક્તિની પ્રક્રિયાના માધ્યમથી, કોઈ મને જાણી શકે છે, ભગવાન." તેઓ ક્યારેય નથી કહેતા કે કોઈ બીજી પ્રક્રિયાથી, ના. ફક્ત ભક્તિના માધ્યમથી. જો તમને ભગવાનને જાણવામા અને પ્રેમ કરવામા રૂચિ છે, તો તમારે આ ભક્તિની પ્રક્રિયા સ્વીકારવી પડશે. બીજી કોઈપણ પ્રક્રિયા તમને મદદરૂપ નહીં થાય.