GU/Prabhupada 1010 - તમે લાકડું, પથ્થર જોઈ શકો. તમે જોઈ ના શકો કે આત્મા શું છે



750713 - Conversation B - Philadelphia

એને જેકસન: મારે બસ એક વધુ પ્રશ્ન છે, અને તે પણ બહારવાળાનો દ્રષ્ટિકોણ છે. મને તેવું લાગે છે કે કૃષ્ણ ભાવનામૃતનો એક સૌથી મુશ્કેલ ભાગ છે કોઈ વ્યક્તિના સ્વીકારવા માટે, જેનો ઉછેર બહાર થયો છે, તેના માટે કે અર્ચવિગ્રહ કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે.

પ્રભુપાદ: અર્ચવિગ્રહ?

એને જેકસન: શું તમે તેના વિશે થોડું કહી શકો?

પ્રભુપાદ: હા. વર્તમાન સમયે, કારણકે તમે કૃષ્ણને જોવા માટે પ્રશિક્ષિત નથી, તો કૃષ્ણ કૃપા કરીને તમારી સમક્ષ પ્રકટ થાય છે કે જેમ તમે જોઈ શકો. તમે લાકડું, પથ્થર જોઈ શકો. તમે જોઈ ના શકો કે આત્મા શું છે. તમે પોતાને પણ જોઈ નથી શકતા. તમે વિચારો છો, "હું આ શરીર છું." પણ તમે આત્મા છો. તમે તમારા પિતા અને માતાને રોજ જુઓ છો, અને જ્યારે પિતા અથવા માતા મૃત્યુ પામે છે, તમે રડો છો. શા માટે તમે રડી રહ્યા છો? "હવે મારા પિતા જતાં રહ્યા છે." તમારા પિતા ક્યાં ગયા છે? તે અહિયાં જ પડેલા છે. તમે શા માટે કહો છો કે તે જતાં રહ્યા છે? તે શું વસ્તુ છે જે જતી રહી છે? તમે શા માટે કહો છો, "મારા પિતા જતાં રહ્યા છે," જોકે તે પલંગ પર જ પડેલા છે? તમે તમારા પિતાને રોજ જોયેલા છે. હવે તમે કહો છો, "મારા પિતા જતાં રહ્યા છે." તો... પણ તેઓ પલંગ પર પડેલા છે. તો કોણ જતું રહ્યું છે? તમારો જવાબ શું છે?

એને જેકસન: (ખોટું સાંભળતા) ભગવાન ક્યાં છે?

જયતિર્થ: કોણ જતું રહ્યું છે? જો તમે મૃત પિતાને જુઓ છો અને તમે કહો છો કે તે જતાં રહ્યા છે, શું જતું રહ્યું છે?

એને જેકસન: તેના પિતા.

પ્રભુપાદ: તે પિતા કોણ છે?

એને જેકસન: ફક્ત આ ભૌતિક શરીર જતું રહ્યું છે.

પ્રભુપાદ: ભૌતિક શરીર ત્યાં જ છે, પલંગ પર પડેલું.

રવીન્દ્રસ્વરૂપ: તેનું શરીર ત્યાં જ છે. અને તમે કહો છો, "મારા પિતા જતાં રહ્યા છે." તો શું જતું રહ્યું છે?

એને જેકસન: તેની આત્મા હજુ પણ ત્યાં જ છે...

પ્રભુપાદ: પણ તમે આત્મા જોઈ છે?

એને જેકસન: ના.

પ્રભુપાદ: તેથી તમે આત્મા જોઈ નથી શકતા, અને ભગવાન પરમાત્મા છે. તેથી, તમારા પ્રત્યે તેમની દયા બતાવવા માટે, તેઓ બસ લાકડા અને પથ્થર તરીકે પ્રકટ થયા છે જેથી તમે જોઈ શકો.

એને જેકસન: ઓહ, હું સમજી.

પ્રભુપાદ: તેઓ સર્વસ્વ છે. તેઓ આત્મા અને પદાર્થ છે, બધુ જ. પણ તમે તેમને આધ્યાત્મિક વ્યક્તિ તરીકે જોઈ ના શકો. તેથી તેઓ ભૌતિક રૂપમાં પ્રકટ થયા છે જેથી તમે જોઈ શકો. આ અર્ચવિગ્રહ છે. તેઓ ભગવાન છે, પણ વર્તમાન સમયે તમે તેમને તેમના મૂળ આધ્યાત્મિક રૂપમાં ના જોઈ શકો. તેથી, તેમની અગાઢ કૃપાને કારણે, તેઓ તમારી સમક્ષ પ્રકટ થયા છે પથ્થર અને લાકડાના બનેલા જેથી તમે જોઈ શકો.

એને જેકસન: આપનો ખૂબ ખૂબ આભાર.

પ્રભુપાદ: હરે કૃષ્ણ. હમ્મ. તમે અમારી સભામાં રોજ આવો છો?

સેંડી નિકસોન: રોજ નહીં, પણ હું આવીશ.

પ્રભુપાદ: તે સારું છે.

સેંડી નિકસોન: હા.