GU/Prabhupada 1012 - સાંભળો અને પુનરાવર્તન કરો, સાંભળો અને પુનરાવર્તન કરો. તમારે નિર્માણ કરવાનું નથી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


750620c - Arrival - Los Angeles

પ્રભુપાદ:... વૃત્તિ હોય છે. સ્વાભાવિક રીતે મારે કોઈને પ્રેમ કરવો હોય છે. તે અસ્વાભાવિક નથી. જ્યારે તે પ્રેમ કૃષ્ણ તરફ વળે છે, તે સિદ્ધિ છે. માયાવાદી, તેઓ નિરાશ છે; તેથી તેઓ પ્રેમને શૂન્ય બનાવવા ઈચ્છે છે. તેઓ કૃષ્ણનો ગોપીઓ સાથેનો પ્રેમ સમજી નથી શકતા. તેઓ વિચારે છે કે તે આ ભૌતિક પ્રેમની બીજી આવૃત્તિ છે... ઓહ, તમે કેમ છો, હયગ્રીવ પ્રભુ? તમે કેમ છો? તમે વધુ સારા લાગો છો. તમે વધુ સારા, વધુ તેજસ્વી લાગો છો મે તમને ન્યુ વૃંદાવનમાં છેલ્લે જોયા હતા તેના કરતાં. તમારી પાસે કૃષ્ણને સેવા આપવા માટે એટલી બધી પ્રતિભા છે. દરેક વ્યક્તિ પાસે છે. તે હું બોલી રહ્યો છું. આપણે તેનો ઉપયોગ કરવો પડે. જ્યારથી હું તમને મળ્યો હતો, મે તમને શિક્ષા આપી હતી કે સંપાદન કરો. તે આપણા બેક ટુ ગોડહેડ (ભગવદ દર્શન) ની શરૂઆત હતી.

તે એક સારા ટાયપિસ્ટ પણ છે. તમે તે જાણો છો? (હાસ્ય) મને લાગે છે કે તે આપણા બધા માણસોમાં શ્રેષ્ઠ છે. તે બહુ જ ઝડપથી અને સાચી રીતે ટાઇપ કરી શકે છે. મને લાગે છે કે આપણા દળમાં હયગ્રીવ પ્રભુ અને સતસ્વરૂપ મહારાજ બહુ સારા ટાયપિસ્ટ છે. અને જયદ્વૈત, મને લાગે છે તમે પણ, ને?

જયદ્વૈત: હા.

પ્રભુપાદ: તમે સારા ટાઈપિસ્ટ છો? (હાસ્ય) તો શા માટે તમે બલીમર્દનનો લેખ પ્રકાશિત નથી કર્યો?

જયદ્વૈત: બલીમર્દનનો લેખ.

પ્રભુપાદ: હા.

જયદ્વૈત: અમે રાહ જોઈ રહ્યા છીએ. અમે ચોક્કસ હતા નહીં કે શું તે પ્રકાશિત કરવો યોગ્ય છે.

પ્રભુપાદ: તેણે વિચાર્યું, નિરાશ થયો. તેણે પ્રકાશિત કર્યો. તેણે બહુ સરસ લખ્યું છે.

જયદ્વૈત: તેણે સરસ લખ્યું છે?

પ્રભુપાદ: હા.

જયદ્વૈત: અમે તેને પ્રકાશિત કરી શકીએ?

પ્રભુપાદ: તો આપણે કરવું જોઈએ... હા, અહી છે તે... તે શું છે?

બ્રહ્માનંદ: "ભ્રમ અને વાસ્તવિકતા," બે નિબંધો...

પ્રભુપાદ: તેણે બહુ સરસ રીતે પ્રસ્તુત કર્યા છે. તો આપણે આપણા માણસોને પ્રોત્સાહિત કરવા જોઈએ.

જયદ્વૈત: તેને પ્રકાશિત કરવા માટે.

પ્રભુપાદ: હા. અને આપણા માણસો, આપણા બધા માણસોએ લખવું જોઈએ. નહિતો આપણે કેવી રીતે સમજીશું કે તે તત્વજ્ઞાનને સમજ્યો છે? લખવું મતલબ શ્રવણમ કીર્તનમ. શ્રવણમ મતલબ અધિકારી પાસેથી સાંભળવું, અને ફરીથી તેનું પુનરાવર્તન કરવું. આ આપણું કાર્ય છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણો (શ્રી.ભા. ૭.૫.૨૩), વિષ્ણુ વિશે, કોઈ રાજનેતા કે બીજા કોઈ માણસ માટે નહીં. શ્રવણમ કીર્તનમ વિષ્ણો, કૃષ્ણ અથવા વિષ્ણુ વિશે. તો તે સફળતા છે. સાંભળો અને પુનરાવર્તન કરો, સાંભળો અને પુનરાવર્તન કરો. તમારે નિર્માણ કરવાનું નથી. આપણે કોઈ પણ, ફક્ત જો તમે મે ભાગવતમાં આપેલા તાત્પર્યને ફરીથી સમજાવો, તમે સારા વક્તા બનો છો. હું શું કરું છું? હું તે જ વસ્તુ કરું છું, તે જ વસ્તુ લખું છું, જેથી આધુનિક માણસ સમજી શકે. નહિતો આપણે તે જ વસ્તુનું પુનરાવર્તન કરીએ છીએ. તેઓ લોકો પણ તે જ વસ્તુનું પુનરાવર્તન કરે છે, ઇન્દ્રિય તૃપ્તિ. પુન: પુનસ ચર્વિત ચર્વણાનામ (શ્રી.ભા. ૭.૫.૩૦). પણ કારણકે તે ભૌતિક છે, તેમને સુખ નથી મળી રહ્યું. પણ આધ્યાત્મિક વસ્તુ, આપણે તે જ હરે કૃષ્ણ જપનું ફક્ત પુનરાવર્તન કરીએ છીએ, પણ આપણે દિવ્ય આનંદ મેળવી રહ્યા છે. આપણે શું કરી રહ્યા છે? તે જ "હરે કૃષ્ણ, હરે કૃષ્ણ." તો વિધિ તે જ છે; વિષય વસ્તુ અલગ છે. તો તમે પ્રકાશનની પાછળ કેમ છો? અત્યારે બધા મોટા માણસો અહી છે. કેમ આપણી પુસ્તકો પાછળ છે? શા માટે? અહી સંપાદકો છે. મને લાગતું નથી કે કોઈ અછત છે.

રામેશ્વર: હવે કોઈ અછત નથી.

પ્રભુપાદ: હું? પહેલા હતી? (તોડ)

રામેશ્વર: જો આપણે પુસ્તકોને ઝડપથી છાપવી હોય, તેને અમેરિકામાં છાપવી પડે, નવી પુસ્તકો.

પ્રભુપાદ: અને ફરીથી છાપવાની અહિયાં.

રામેશ્વર: હા, આપણે તે કરી શકીએ છીએ.

પ્રભુપાદ: તો શા માટે તેમને સામાન્ય માટે પણ થોડી પુસ્તકો આપતા નથી?

રામેશ્વર: અમે તેમને આ વર્ષે જાપાનમાં ઘણો બધો વેપાર આપી રહ્યા છીએ.

પ્રભુપાદ: હા, હા. આપણે તેમની સાથે બહુ જ સારો વ્યવહાર રાખવો જોઈએ. તેમણે આપણને શરૂઆતમાં મદદ કરી છે. હા. મે તેમને ફક્ત ૫,૦૦૦ ડોલર શરૂઆતમાં આપેલા, અને મે ૫૨,૦૦૦ નો આદેશ આપેલો, પણ તેમણે પૂરા પાડ્યા. તેમની પાસે ધન છે. તેમને વિશ્વાસ હતો કે આપણે તેમને છેતરીશું નહીં. તો આપણો સંબંધ બહુ સારો છે. તો તેનો ઉપયોગ કરો. (તોડ) ... છોકરી હતી, તે જાપાનીઝ, તેમને આપણું પ્રકાશન પસંદ હતું.

રામેશ્વર: છોકરી. મૂળ પ્રકૃતિ.

પ્રભુપાદ: હું?

રામેશ્વર: તે છોકરી તમને હવાઈમાં મળી હતી, મૂળ પ્રકૃતિ.

પ્રભુપાદ: હા. તે બહુ જ ઉત્સાહી હતી. મૂળ પ્રકૃતિ. યદુબર પ્રભુ ક્યાં છે? ક્યાં છે?

જયતિર્થ: તે અહિયાં છે.

પ્રભુપાદ: ઓહ. તમે હવે ઠીક છો?

યદુબર: હા. હું હવે વધુ સારો છું.

પ્રભુપાદ: તે સારું છે. તો બધા સારા છો ને?

ભક્તો: હા.

પ્રભુપાદ: તમે પણ ઠીક છો?

વિશાખા: હવે હું ઠીક છું. પ્રભુપાદ: હું?

વિશાખા: હવે હું ઠીક છું.

પ્રભુપાદ: (હસે છે) તે સારું છે.