GU/Prabhupada 1022 - પ્રથમ વસ્તુ છે કે આપણે શીખવું પડે કે કેવી રીતે પ્રેમ કરવો. તે પ્રથમ વર્ગનો ધર્મ છે

Revision as of 10:29, 18 September 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Gujarati Pages - 207 Live Videos Category:Prabhupada 1022 - in all Languages Categ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730408 - Lecture SB 01.14.44 - New York

તો પ્રથમ વસ્તુ છે કે આપણે શીખવું પડે કે કેવી રીતે પ્રેમ કરવો. સ વૈ પુંસામ પરો ધર્મો (શ્રી.ભા. ૧.૨.૬). તે પ્રથમ વર્ગનો ધર્મ છે. ધાર્મિક પદ્ધતિનું તમે પાલન કરો, યતો ભક્તિર અધોક્ષજે. જો તમે જાણો કે કેવી રીતે અધોક્ષજને પ્રેમ કરવો... તો જ્યારે પ્રેમનો પ્રશ્ન છે, તો પછીનો પ્રશ્ન હશે, "મારે કોને પ્રેમ કરવો?" તેથી, કૃષ્ણનું બીજું નામ છે અધોક્ષજ. અધોક્ષજ મતલબ "તમારી ઇન્દ્રિયોની સમજણથી પરે." અહી આપણે કોઈ વસ્તુને પ્રેમ કરીએ છીએ મારી ઇન્દ્રિય સમજણના ક્ષેત્રમાં. હું એક છોકરીને કે છોકરાને પ્રેમ કરું છું, કે કોઈ વ્યક્તિ, મારો દેશ, મારો સમાજ, મારો કૂતરો, બધુ જ. પણ તે તમારી ઇન્દ્રિય સમજણના ક્ષેત્રની અંદર છે. પણ ભગવાન તમારી ઇન્દ્રિય સમજણથી પરે છે. પણ છતાં તમારે પ્રેમ કરવાનો છે, અને તે ધર્મ છે. ભગવાન તમારી ઇન્દ્રિય સમજણથી પરે છે, પણ જો તમે પ્રેમ કરો, જોકે તે છે, તેઓ તમારી ઇન્દ્રિય સમજણથી પરે છે, પછી તમે ભગવાનનો સાક્ષાત્કાર કરશો. સેવોન્મુખે હી જિહવાદૌ સ્વયમ એવ સ્ફુરતી અદ: (ભ.ર.સિ. ૧.૨.૨૩૪). જેમ કે આપણે અહિયાં રાધાકૃષ્ણની પૂજા કરીએ છીએ. જે લોકો કૃષ્ણના પ્રેમી નથી, તેઓ વિચારશે કે "આ મૂર્ખ વ્યક્તિઓ, તેઓ એક આરસપહાણનું એક પૂતળું લઈ આવ્યા છે, અને તેઓ ફક્ત સમયનો બગાડ કરી રહ્યા છે" તમે જોયું? કારણકે તેને કોઈ પ્રેમ નથી. તેને કોઈ પ્રેમ નથી; તેથી તે આ કૃષ્ણપૂજાનો આદર ના કરી શકે, પ્રેમ મેળવવા માટે. અને જે કૃષ્ણપ્રેમી છે, જેમ કે ચૈતન્ય મહાપ્રભુ, જેવા તેઓ જગન્નાથ મંદિરમાં પ્રવેશ્યા હતા: "અહી મારા ભગવાન છે," તરત જ તેઓ બેભાન થઈ ગયા.

તો શું ફરક છે બંનેમાં... તે ફરક છે: એક ભગવદપ્રેમી, તે ભગવાનને દરેક જગ્યાએ ઉપસ્થિત જુએ છે.

પ્રેમાંજનચ્છુરીત ભક્તિ વિલોચનેન
સંત: સદૈવ હ્રદયેશુ વિલોકયંતી
(બ્ર.સં. ૫.૩૮)

જો તમે વાસ્તવમાં... જો તમે વાસ્તવમાં ભગવાનના એક પ્રેમી છો, તો તમે દરેક ડગલે ભગવાનને જોશો. દરેક ડગલે. જેમ કે પ્રહલાદ મહારાજ. પ્રહલાદ મહારાજ, જ્યારે તેમના પિતા દ્વારા તેમના પર આક્રમણ કરવામાં આવી રહ્યું હતું, તેઓ એક થાંભલા સામે જોઈ રહ્યા હતા, અને પિતાએ વિચાર્યું કે તેનો ભગવાન કદાચ આ થાંભલામાં હશે, તો તેણે તરત જ, "તારો ભગવાન આ થાંભલામાં છે?" "હા, પિતાજી." "ઓહ." તરત જ તોડી કાઢ્યો. તેમના ભક્તના શબ્દો રાખવા માટે, ભગવાન બહાર આવ્યા.

તો ભગવાનનું પ્રાકટ્ય અને અપ્રાકટ્ય ભક્તો માટે હોય છે.

પરિત્રાણાય સાધુનામ
વિનાશાય ચ દુષ્કૃતામ
(ભ.ગી. ૪.૮)