GU/Prabhupada 1025 - કૃષ્ણ ફક્ત રાહ જોઈ રહ્યા છે, 'ક્યારે આ ધૂર્ત તેનું મોઢું મારી તરફ ફેરવશે?'

Revision as of 00:23, 7 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


731129 - Lecture SB 01.15.01 - New York

પ્રદ્યુમ્ન: અનુવાદ: "સૂત ગોસ્વામીએ કહ્યું: અર્જુન, ભગવાન કૃષ્ણનો ઉજવેલો મિત્ર, ખૂબ જ ગમગીન હતો કારણકે તે કૃષ્ણના અત્યંત વિરહનો ભાવ અનુભવતો હતો, મહારાજ યુધિષ્ઠિરની બધીજ તાર્કિક પૃચ્છાઓથી ઉપર." (શ્રી.ભા. ૧.૧૫.૧)

પ્રભુપાદ: તો એવમ કૃષ્ણ સખ: કૃષ્ણો. અર્જુનનું નામ છે કૃષ્ણસખ, અને તેને ક્યારેક કૃષ્ણ પણ કહેવામા આવે છે, કારણકે અર્જુનનું શારીરિક રૂપ લગભગ કૃષ્ણના શારીરિક રૂપ જેવુ હતું. તો, તે ગમગીન હતો, કૃષ્ણના વિરહને કારણે, અને તેના મોટા ભાઈ પૂછતા હતા કે તે આ કારણે ગમગીન છે કે તે કારણે કે આ કારણે. વાસ્તવમાં, તે કૃષ્ણથી વિરહના કારણે દુખી હતો. તેવીજ રીતે, ફક્ત અર્જુન જ નહીં, આપણે બધા, આપણે પણ... જેમ કૃષ્ણ, અર્જુન, તે પણ જીવ છે, આપણે પણ જીવો છે. તો આપણે પણ દુખી છીએ, કારણકે આપણે કૃષ્ણ વિરહમાં છીએ. આ આધુનિક તત્વજ્ઞાનીઓ અથવા વૈજ્ઞાનિકો, તેઓ સલાહ આપી શકે છે અથવા તેઓ વિચારી શકે છે, કે તેઓ તેમની પોતાની રીતે જગતની પરિસ્થિતી સુધારી શકે છે, પણ તે શક્ય નથી. આપણે કૃષ્ણ વિરહને કારણે દુખી છીએ. તેઓ તે જાણતા નથી. જેમ કે એક બાળક, એક બાળક રડી રહ્યું છે, કોઈ પણ કહી ના શકે કે તે કેમ રડી રહ્યું છે, પણ વાસ્તવમાં એક બાળક સામાન્ય રીતે માતાથી વિરહને કારણે રડે છે.

તો, તે ફક્ત અર્જુન કે કૃષ્ણનો પ્રશ્ન નથી, આપણે દરેક... ઉપનિષદમાં તે કહ્યું છે કે પરમાત્મા, કૃષ્ણ, અને જીવ, તેઓ એક જ વૃક્ષ પર બેઠા છે, સમાની વૃક્ષે. એક જીવ વૃક્ષનું ફળ ખાઈ રહ્યો છે, અને બીજો જીવ ફક્ત સાક્ષી છે, અનુમંત. તો કૃષ્ણ, તેઓ દરેકના હ્રદયમાં સ્થિત છે, ઈશ્વર: સર્વ ભૂતાનામ હ્રદ-દેશે અર્જુન તિષ્ઠતી (ભ.ગી. ૧૮.૬૧). કારણકે તેમની અનુમતિ વગર, જીવ કશું કરી ના શકે. સર્વસ્ય ચાહમ હ્રદી સન્નિવિષ્ટો (ભ.ગી. ૧૫.૧૫): કૃષ્ણ કહે છે કે "હું દરેકના હ્રદયમાં બેઠેલો છું." તો, જીવ તેના પોતાના તરંગોથી કઈ કરવા માંગે છે, કૃષ્ણ કહે છે, અથવા કૃષ્ણ સારી સલાહ આપે છે કે "આ તને સુખી નહીં કરે, આ ના કરીશ." પણ તે જિદ્દી છે, તે કરશે જ. પછી કૃષ્ણ અનુમતિ આપે છે, પરમાત્મા, "ઠીક છે, તું તે કર, તારા જોખમે." આ ચાલી રહ્યું છે. આપણે દરેક કૃષ્ણ સાથે બહુ જ ઘનિષ્ઠ રીતે સંબંધિત છે, અને કૃષ્ણ દરેકના હ્રદયમાં સ્થિત છે. કૃષ્ણ એટલા દયાળુ છે, કે તેઓ ફક્ત રાહ જોઈ રહ્યા છે, "ક્યારે આ ધૂર્ત તેનું મોઢું મારી તરફ ફેરવશે?" તેઓ ફક્ત જોઈ રહ્યા છે... તેઓ એટલા દયાળુ છે. પણ આપણે જીવો, આપણે એટલા ધૂર્ત છીએ, આપણે આપણું મોઢું દરેકની તરફ ફેરવીશું કૃષ્ણ વગર. આ સ્થિતિ છે.