GU/Prabhupada 1026 - જો આપણે સમજીએ કે આપણે ભોક્તા નથી, કૃષ્ણ ભોક્તા છે - તે આધ્યાત્મિક જગત છે

Revision as of 00:23, 7 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


731129 - Lecture SB 01.15.01 - New York

આપણે સુખી બનવું છે, ઘણા બધા ખ્યાલો સાથે. દરેક વ્યક્તિ તેનો પોતાનો ખ્યાલ બનાવે છે, "હવે આ છે..." પણ ધૂર્તો, તેઓ જાણતા નથી, કે, સુખ પ્રાપ્ત કરવાની વાસ્તવિક વિધિ શું છે, તે કૃષ્ણ છે. તે તેઓ નથી જાણતા. ન તે વિદુ: સ્વાર્થ ગતિમ હી વિષ્ણુમ દુરાશયા યે બહિર અર્થ માનીન: (શ્રી.ભા. ૭.૫.૩૧). તમે, તમે તમારા દેશમાં જોઈ શકો, તે લોકો ઘણી બધી વસ્તુઓનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા બધા ગગનચુંબી મકાનો, ઘણી બધી મોટરગાડીઓ, ઘણા બધા મોટા, મોટા શહેરો, પણ કોઈ સુખ નથી. કારણકે તેઓ જાણતા નથી કે શું ખૂટે છે. તે ખૂટતો મુદ્દો આપણે આપી રહ્યા છે. અહી છે, "તમે કૃષ્ણને ગ્રહણ કરો અને તમે સુખી રહો." આ આપણું કૃષ્ણ ભાવનામૃત છે. કૃષ્ણ અને જીવ, તેઓ બહુ જ ઘનિષ્ઠ રીતે સંબંધિત છે. પિતા અને પુત્રની જેમ, અથવા મિત્ર અને મિત્રની જેમ, અથવા સ્વામી અને સેવકની જેમ, તેવું. આપણે ઘણા ઘનિષ્ઠ રીતે સંબંધિત છીએ. પણ કારણકે આપણે આપણો કૃષ્ણ સાથેનો ઘનિષ્ઠ સંબંધ ભૂલી ગયા છે, અને આ ભૌતિક જગતમાં સુખી રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તેથી આપણે આટલી બધી વ્યથાઓનો સામનો કરવો પડે છે. આ સ્થિતિ છે. કૃષ્ણ ભૂલીયા જીવ ભોગ વાંછા કરે.

આપણે જીવો, આપણે આ ભૌતિક જગતમાં સુખી બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ... "શા માટે તમે આ ભૌતિક જગતમાં છો, શા માટે આધ્યાત્મિક જગતમાં નથી?" આધ્યાત્મિક જગત, કોઈ પણ ભોક્તા ના બની શકે. તે ફક્ત પરમ છે, ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વ (ભ.ગી. ૫.૨૯)... કોઈ ભૂલ નથી. ત્યાં પણ જીવો છે, પણ તેઓ જાણે છે પૂર્ણ રીતે કે સાચા ભોક્તા, સ્વામી, કૃષ્ણ છે. તે આધ્યાત્મિક રાજ્ય છે. તેવી જ રીતે, આ ભૌતિક જગતમાં પણ, જો આપણે પૂર્ણ રીતે સમજીએ કે આપણે ભોક્તા નથી, કૃષ્ણ ભોક્તા છે, તો તે આધ્યાત્મિક જગત છે. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન દરેક વ્યક્તિને આશ્વસ્ત કરાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, કે આપણે, આપણે ભોક્તા નથી. ભોક્તા કૃષ્ણ છે. જેમ કે, આ આખું શરીર. ભોક્તા પેટ છે, અને હાથ, પગ અને આંખો અને કાન અને મગજ અને બધુ જ, આનો ઉપયોગ થવો જોઈએ આનંદદાયી વસ્તુઓને પેટમાં મૂકવા માટે. આ સ્વાભાવિક છે. તેવી જ રીતે, આપણે ભગવાનના અંશ છીએ, અથવા કૃષ્ણના, આપણે ભોક્તા નથી.

દરેક ધર્મમાં, તેનો સ્વીકાર થયેલો છે. જેમ કે ખ્રિસ્તી ધર્મમાં પણ તે કહ્યું છે: "હે ભગવાન, અમને અમારી દૈનિક રોજીરોટી આપો." રોટલી, આપણે બનાવી ના શકીએ. તે ભગવાન પાસેથી જ આવવું જોઈએ. તે વેદિક આવૃત્તિ પણ છે. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતી કામાન (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). ભગવાન, અથવા કૃષ્ણ, તેઓ બધુ જ આપે છે, જીવનની જરૂરિયાતો, જેમ તમે ઈચ્છો, પણ જો તમે તમારી ઈચ્છા મુજબની આનંદદાયી વસ્તુઓનો સ્વીકાર કરો, તો તમે ફસાઈ જાઓ છો. પણ જો તમે તમારા ભોગની વસ્તુઓ સ્વીકાર કરો, તેન ત્યક્તેન ભૂંજીથા (ઇશોપનિષદ મંત્ર ૧), જેમ કૃષ્ણ તમને આપે, તો તમે સુખી થાઓ છો. જો તમે બનાવો... જેમ કે એક દર્દી, જો તેને જીવનને પોતાની તરંગી રીતે માણવું હોય, તેનો રોગ ચાલુ રહેશે. પણ જો તે જીવનની રીત ડોક્ટરના નિર્દેશન અનુસાર સ્વીકારશે, તો તે મુક્ત બને છે... તો બે પદ્ધતિઓ છે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ મતલબ "મારે આ ખાવાની અથવા આ આનંદ કરવાની ઈચ્છા છે. કેમ નહીં? હું તે કરીશ. હું મારી સ્વતંત્રતા ભૂલી ગયો છું." "પણ તમારી પાસે કોઈ સ્વતંત્રતા નથી શ્રીમાન, તમે ફક્ત..." તે માયા છે. તમારી પાસે કોઈ સ્વતંત્રતા નથી. આપણને અનુભવ છે. ધારોકે કોઈ સરસ સ્વાદિષ્ટ ભોજન છે. જો હું વિચારું, મને જેટલું વધુ શક્ય હોય તેટલું ખાવા દો, પછી બીજા દિવસે મારે ભૂખ્યા રહેવું પડશે. તરત જ મરડો અથવા અપચો.