GU/Prabhupada 1031 - બધા જીવો, તેમણે ભૌતિક આવરણનું વસ્ત્ર પહેરેલું છે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


740628 - Lecture at St. Pascal's Franciscan Seminary - Melbourne

તો ભગવાન, અથવા પરમ સત્ય, નિરપેક્ષ સત્ય, તે છે જેમાથી બધુ જ આવ્યું છે. તો તે શ્રીમદ ભાગવતમની શરૂઆત છે. જન્માદી અસ્ય યત: (શ્રી.ભા. ૧.૧.૧), "પરમ સત્ય તે છે જેમાથી બધી જ વસ્તુ અસ્તિત્વમાં આવી છે." હવે, પરમ સત્યનો સ્વભાવ શું છે? "બધુ જ" મતલબ... બે વસ્તુઓ હોય છે: પદાર્થ અને આત્મા. બે વસ્તુઓ. જેમ કે આ ટેબલ પદાર્થ છે અને આપણે જીવો, આપણે આત્મા છીએ, આધ્યાત્મિક આત્મા. આ ભૌતિક શરીર મારૂ આવરણ છે, જેમ કે વસ્ત્ર. આપણે દરેકે વસ્ત્ર પહેરેલું છે, કોઈ પ્રકારના વેશથી ઢંકાયેલા. તેવી જ રીતે, બધા જીવો, તેમણે ભૌતિક આવરણનું વસ્ત્ર પહેરેલું છે. આ સ્થૂળ વસ્ત્ર અથવા કોટ અને સૂક્ષ્મ વસ્ત્ર. સ્થૂળ વસ્ત્ર પાંચ તત્વોનું બનેલું છે: પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, અને સૂક્ષ્મ વસ્ત્ર છે મન, બુદ્ધિ અને અહંકાર.

તો આપણે, આત્મા, ભગવાનના અંશ છીએ. વર્તમાન સમયે આપણે બે પ્રકારના વસ્ત્રોથી આવરિત છીએ - સૂક્ષ્મ વસ્ત્ર: મન, બુદ્ધિ અને અહંકાર; અને સ્થૂળ આવરણ. સુક્ષમ મતલબ આપણે જાણીએ છીએ કે વસ્તુ છે, પણ આપણે જોઈ નથી શકતા. જેમ કે તમે જાણો છો કે મને મન છે; હું જાણું છું કે તમને મન છે, પણ હું તમારા મનને નથી જોતો, તમે મારા મનને નથી જોતા., હું જાણું છું કે તમને બુદ્ધિ છે, તમે જાણો છો કે મને બુદ્ધિ છે, પણ આપણે જોતાં નથી કે બુદ્ધિ શું છે. તેવી જ રીતે, ઓળખ. હું આ ચેતના છું... તે પણ તમને ચેતના છે, મને ચેતના છે, પણ આપણે જોતાં નથી. તો વસ્તુઓ જે આ ભૌતિક આંખોમાં દ્રશ્યમાન ના હોય, તેને સૂક્ષ્મ કહેવાય છે. અને આત્મા હજુ પણ વધુ સૂક્ષ્મ છે. તો મનુષ્ય જીવન તે આધ્યાત્મિક આત્માને જે પરમાત્મા છે તેને સમજવા મળ્યું છે.