GU/Prabhupada 1032 - વિધિ છે પોતાને ભૌતિક શક્તિમાથી આધ્યાત્મિક શક્તિમાં લઈ જવું

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


740628 - Lecture at St. Pascal's Franciscan Seminary - Melbourne

મધુદ્વિષ: હું જાણું છું કે તમે કૃષ્ણ કૃપામુર્તિને પ્રશ્ન પૂછવા માટે આતુર હશો તો જો કોઈ પ્રશ્નો છે, તમે તમારો હાથ ઊંચો કરી શકો છો અને પછી તમે હવે પ્રશ્ન પૂછી શકો છો, જો તમે ઈચ્છો તો. (લાંબો અંતરાલ) કોઈ પ્રશ્ન નથી? આનો મતલબ કે દરેક વ્યક્તિ સહમત છે. (હાસ્ય)

પ્રભુપાદ: પૂર્ણ સહમતી. તે સરસ છે.

મહેમાન (૧): તમારા ભક્તો કહે છે કે તમે ભૌતિક અસ્તિત્વના રોગથી પરે જવાનો ધ્યેય રાખો છો. હું બહુ સમજ્યો નહીં કે આના માટે તમારી વિધિ શું છે, પણ શું તમે મને કહી શકો કે એક વાર તમે આ રોગથી પરે જાઓ પછી તેનું અંત પરિણામ શું છે.

પ્રભુપાદ: તે શું છે?

મધુદ્વિષ: કૃષ્ણ ભાવનામૃતમાં, વિધિ છે ભૌતિક અસ્તિત્વના રોગથી પરે જવું. આ પ્રશ્નનો પહેલો ભાગ, "આ કેવી રીતે કરવું?" આ પ્રશ્નનો બીજો ભાગ, "આ વિધિ લીધા પછી અંતમાં પરિણામ શું છે?"

પ્રભુપાદ: વિધિ છે પોતાને ભૌતિક શક્તિમાથી આધ્યાત્મિક શક્તિમાં લઈ જવું. આપણે શક્તિ હેઠળ છીએ. ભગવાનને બે શક્તિઓ હોય છે - ભૌતિક શક્તિ અને આધ્યાત્મિક શક્તિ. આપણે પણ શક્તિ છીએ. આપણે તટસ્થ શક્તિ છીએ. તો તટસ્થ શક્તિ મતલબ આપણે ક્યાં તો ભૌતિક શક્તિ હેઠળ રહી શકીએ અથવા આધ્યાત્મિક શક્તિ હેઠળ રહી શકીએ, જેમ આપણે આપણી પસંદગી કરીએ. તટસ્થ... જેમ કે દરિયાકિનારે તમે જોશો ક્યારેક પાણીના કિનારે, પાણી જમીનને ઢાંકે છે, અને ક્યારેક જમીન ખુલ્લી છે. આને તટસ્થ અવસ્થા કહેવાય છે. તેવી જ રીતે, આપણે ભગવાનની તટસ્થ શક્તિ છીએ, જીવો. તો આપણે ક્યાં તો પાણીમાં રહી શકીએ છીએ, મતલબ ભૌતિક શક્તિ, અથવા આપણે ખુલ્લા પણ રહી શકીએ છીએ, આધ્યાત્મિક શક્તિમાં.