GU/Prabhupada 1034 - મૃત્યુ મતલબ સાત મહિના માટે ઊંઘવું. બસ તેટલું જ. તે મૃત્યુ છે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


720403 - Lecture SB 01.02.05 - Melbourne

હું, તમે, આપણે દરેક, આપણને મૃત્યુના સમયે મુશ્કેલી પડે છે, મૃત્યુના સમયે. જન્મ અને મૃત્યુ. આપણે જીવો છીએ, આપણે જીવાત્મા છીએ. જન્મ અને મૃત્યુ આ શરીરના થાય છે. શરીર જન્મ લે છે અને શરીરનો વિનાશ થાય છે. મૃત્યુ મતલબ સાત મહિના માટે ઊંઘવું. બસ તેટલું જ. તે મૃત્યુ છે. આત્મા... જ્યારે આ શરીર રહેવા માટે અયોગ્ય થઈ જાય છે, આત્મા આ શરીરને છોડી દે છે. અને ઉચ્ચ વ્યવસ્થાથી આત્માને ફરીથી એક ચોક્કસ પ્રકારની માતાના ગર્ભમાં મૂકવામાં આવે છે, અને આત્મા તે પ્રકારનું શરીર વિકસિત કરે છે. સાત મહિના સુધી આત્મા બેભાન રહે છે. અને જ્યારે શરીર વિકસિત થાય છે, ફરીથી ચેતના આવે છે અને બાળકને માતાના ગર્ભમાથી બહાર આવવું હોય છે અને તે હલનચલન કરે છે. દરેક માતાને અનુભવ છે, કેવી રીતે સાત મહિને બાળક માતાના ગર્ભમાં હલનચલન કરે છે.

તો આ એક મહાન વિજ્ઞાન છે, કેવી રીતે આત્મા, જીવાત્મા, આ ભૌતિક શરીરના સંપર્કમાં આવે છે, અને કેવી રીતે તે એક શરીરમાથી બીજા શરીરમાં સ્થાનાંતર કરે હકે. ઉદાહરણ આપેલું છે, જેમ કે વાસાંસી જીર્ણાની યથા વિહાય (ભ.ગી. ૨.૨૨). આપણે... જેમ કે જ્યારે વસ્ત્રો, આપણા શર્ટ અને કોટ, જ્યારે બહુ જૂના બની જાય છે, આપણે તેને ફેંકી દઈએ છીએ અને આપણે બીજું શર્ટ અને કોટ સ્વીકારીએ છીએ... તેવી જ રીતે, હું, તમે, આપણે દરેક, આપણે આત્મા છીએ. આપણને એક પ્રકારનું શરીર અને શર્ટ અને કોટ ભૌતિક પ્રકૃતિની વ્યવસ્થાથી આપવામાં આવ્યું છે. પ્રકૃતે: ક્રિયમાણાની ગુણે: કર્માણી સર્વશ: (ભ.ગી. ૩.૨૭). તે ચોક્કસ શરીર આપણને આપણા ચોક્કસ જીવનના ધોરણ માટે મળ્યું છે. જેમ કે યુરોપીયન, અમેરિકન, ઓસ્ટ્રેલિયન, તમને એક ચોક્કસ પ્રકાર છે, અને તમને આ તક મળી છે, એક ચોક્કસ પ્રકારનું જીવન. જેમ કે અમુક ભારતીય તમારા યુરોપયન, અમેરિકન, ઓસ્ટ્રેલિયન શહેરોમાં આવે છે, જેમ કે તમારા મેલબોર્ન શહેરમાં... હું મારા અમુક વિદ્યાર્થીઓ સાથે વાત કરતો હતો, "જો કોઈ ભારતીય આવે, તો તેઓ આ જીવનના ધોરણથી ચકિત થઈ જાય."