GU/Prabhupada 1040 - આખી દુનિયામાં મનુષ્ય જીવનનો આપણો ઉદેશ્ય નિષ્ફળ જઈ રહ્યો છે

Revision as of 11:18, 18 September 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Gujarati Pages - 207 Live Videos Category:Prabhupada 1040 - in all Languages Categ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


751001 - Arrival Reception - Mauritius

ભારતીય અધિકારી: ... અમે બહુ ખુશ છીએ અમારી વચ્ચે તમને જોઈને. અને આ ટાપુ પર મોરીશિયસના લોકો વતી અમે તમારું સ્વાગત કરીએ છીએ, અને આશા રાખીએ છીએ તમારૂ અહિયાં રોકાણ આનંદદાયી રહે. અને સ્વામીજી, તમે અહી કેટલું રહેવાના છો?

પ્રભુપાદ: કાર્યક્રમ એક અઠવાડીયાનો છે.

ભારતીય અધિકારી: એક અઠવાડિયું. તમારે કોઈ વિશેષ કાર્યક્રમ છે? તમે ભાષણ આપવાના છો અથવા...

પ્રભુપાદ: મને ખબર નથી તેમણે શું વ્યવસ્થા કરી છે, પણ મારો સહાયક કહે છે કે તે એક અઠવાડિયું હશે.

ભારતીય અધિકારી: તમને મોરિશિયસ વિશે કોઈ ખ્યાલ છે તમે અહી આવ્યા તે પહેલા? તમે કશું જાણતા હતા...

પ્રભુપાદ: (હસતાં હસતાં) મારો ખ્યાલ છે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર. કારણકે આ જ્ઞાનની જરૂરિયાતને લઈને, આખી દુનિયામાં મનુષ્ય જીવનનો આપણો ઉદેશ્ય નિષ્ફળ જઈ રહ્યો છે. તેથી, હું આ આખી દુનિયામાં આ કૃષ્ણ ભાવનામૃતને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, કોઈ પણ જાતિ, પંથ, રંગના ભેદ વગર. ભગવાન દરેકને માટે છે, અને આપણે ભગવાન સાથેનો આપણો સંબંધ ભૂલી ગયા છીએ. તેથી, તમે ઘણી બધી રીતે પીડાઈ રહ્યા છો. અને તેમની (ભગવાનની) શિક્ષા ભગવદ ગીતામાં છે. જો આપણે પાલન કરીએ, તો આપણે સુખી બનીએ છીએ; આપણું જીવન સફળ બને છે. આ અમારો ઉદેશ્ય છે.

ભારતીય અધિકારી: સારું, તમે સંક્ષિપ્તમાં તમારી યાત્રાનો હેતુ સમજાવ્યો છે.

પ્રભુપાદ: હા.

ભારતીય અધિકારી: અને, અવશ્ય, જેમ તમે જાણો છો, અમે... અત્યાર સુધીમાં અમે જાણીએ છીએ કે તે એક જગત-વ્યાપી આંદોલન છે, અને અમે પ્રસન્ન છીએ કે તે આખરે મોરિશિયસ પહોંચી ગયું છે. અને અમે આશા રાખીએ છીએ કે આ આંદોલનનો અવકાશ હશે, અને તમારા આશીર્વાદથી.

પ્રભુપાદ: જો તમે કૃપા કરીને મને તક આપશો, તો હું તમને સમજાવી શકું છું, આ આંદોલન કેટલું મહત્વનુ છે અને કેવી રીતે દરેક વ્યક્તિએ તેને લેવું જોઈએ. જોકે તે બહુ સરળ છે, પણ લોકો પ્રશિક્ષિત નથી. તો ચાલો આપણે સાથે પ્રયત્ન કરીએ. લોકો તેને ગ્રહણ કરશે અને સુખી થશે.

ભારતીય અધિકારી: તો આપનો ખૂબ ખૂબ આભાર, સ્વામીજી, અને હું આશા રાખું છું કે તમારૂ રોકાણ ફળદાયી નીવડશે એક લાંબા અને કઠણ કામ પછી જે તમે આખી દુનિયામાં કરી રહ્યા છો. અમે આશા રાખીએ છીએ કે તમે...

પ્રભુપાદ: મારે આ જગ્યાના મોટા નેતાઓને મળવું છે.

ભારતીય અધિકારી: હા. ચોક્કસ.

પ્રભુપાદ: કારણકે જો તેઓ આ આંદોલનનું મહત્વ સમજશે, તો મારો ઉદેશ્ય સફળ થશે.

ભારતીય અધિકારી: આપણને મળવાની તક મળશે.

પ્રભુપાદ: હા. યદ યદ આચરતી શ્રેષ્ઠ: તત તદ એવેતરો જન: (ભ.ગી. ૩.૨૧). ભગવદ ગીતામાં તે કહ્યું છે: નેતાઓ, જે કઈ પણ તેઓ કરશે, સામાન્ય માણસ તેનું અનુસરણ કરશે.

ભારતીય અધિકારી: અનુસરણ કરશે (અસ્પષ્ટ). તે સારું છે, હા.

પ્રભુપાદ: તો મોરિશિયસના નેતા પુરુષો, જો તેઓ આ આંદોલનનું મહત્વ સમજશે, તો મને ખાત્રી છે કે તે દરેક વ્યક્તિ માટે ખૂબ જ હિતકારી હશે.

ભારતીય અધિકારી: દરેક વ્યક્તિ માટે. હા. તો આપનો ખૂબ ખૂબ આભાર, સ્વામીજી, મોરિશિયસના લોકો અને અમારા બધા મિત્રો વતી, અને એનબીસી ટીવી જે લોકોએ ખૂબ કૃપા કરી છે. અહી તેમના અધ્યક્ષ છે. અને અમે તમારા આભારી છીએ.

પ્રભુપાદ: આપનો આભાર.