GU/Prabhupada 1046 - નક્કી કરો કે શું એવું શરીર પ્રાપ્ત કરવું કે જે કૃષ્ણ સાથે નૃત્ય, વાત કરી શકે, રમી શકે



750712 - Lecture SB 06.01.26-27 - Philadelphia

નિતાઈ: "જેમ અજામિલે આવી રીતે તેની જીવન અવધિ પૂરી કરી તેના પુત્રની આસક્તિમાં, તેનો મૃત્યુ કાળ આવી ગયો. તે સમયે તેણે તેના પુત્ર વિશે વિચારવાનું શરૂ કર્યું બીજા કોઈ પણ વિચાર વગર."

પ્રભુપાદ:

સ એવમ વર્તમાનો અજ્ઞો
મૃત્યુ કાલ ઉપસ્થિતે
મતિમ ચકાર તનયે
બાલે નારાયણાહ્વયે
(શ્રી.ભા. ૬.૧.૨૭)

તો વર્તમાન. દરેક વ્યક્તિ અમુક ચોક્કસ પરિસ્થિતી હેઠળ છે. આ ભૌતિક જીવન છે. હું અમુક ચોક્કસ ચેતના હેઠળ છું, તમે અમુક ચોક્કસ ચેતના હેઠળ છો - દરેક વ્યક્તિ. પ્રકૃતિના ગુણ અનુસાર, આપણને જીવનનો અલગ અલગ ખ્યાલ છે અને અલગ અલગ ચેતના છે. તેને ભૌતિક જીવન કહેવાય છે. આપણે બધા, આપણે અહી બેઠેલા છીએ, આપણે દરેકને અલગ ચેતના હોય છે. સામાન્ય રીતે, તે ઇન્દ્રિય તૃપ્તિ માટે છે. ભૌતિક જીવન મતલબ દરેક વ્યક્તિ યોજના ઘડી રહ્યો છે, "હું આવી રીતે જીવીશ. હું આવી રીતે ધન કમાવીશ. હું આવી રીતે આનંદ કરીશ." દરેક વ્યક્તિને પોતાનો કાર્યક્રમ છે.

તો અજામિલને પણ કાર્યક્રમ હતો. તેનો કાર્યક્રમ શું હતો? તેનો કાર્યક્રમ હતો, જેમ તે તેના સૌથી નાના બાળક સાથે ખૂબ જ આસક્ત હતો, અને આખું ધ્યાન ત્યાં હતું, કેવી રીતે બાળક ચાલી રહ્યો છે, કેવી રીતે બાળક ખાઈ રહ્યો છે, કેવી રીતે બાળક વાત કરી રહ્યો છે, અને ક્યારેક તે બોલાવતો હતો, તે ખવડાવતો હતો, તો તેનું આખું મન બાળકના કાર્યોમાં લીન હતું. પહેલાના શ્લોકમાં આપણે પહેલેથી જ ચર્ચા કરેલી છે:

ભૂંજાન: પ્રપિબન ખાદન
બાલકમ સ્નેહ યંત્રિત:
ભોજયન પાયયન મૂઢો
ન વેદાગતમ અંતકમ
(શ્રી.ભા. ૬.૧.૨૬)

ફક્ત અજામિલ જ નહીં, દરેક વ્યક્તિ, તે ચોક્કસ પ્રકારની ચેતનામાં લીન છે. અને તે શેના કારણે છે? કેવી રીતે ચેતના વિકસિત થાય છે? તે કહ્યું છે, સ્નેહ-યંત્રિત: સ્નેહ મતલબ લાગણી. "લાગણી નામના યંત્રની અસરને કારણે." તો દરેક વ્યક્તિ આ યંત્રની અસર હેઠળ છે. આ યંત્ર... આ શરીર એક યંત્ર છે. અને તે પ્રકૃતિ દ્વારા વપરાઇ રહ્યું છે. અને નિર્દેશન આવી રહ્યું છે પરમ ભગવાન પાસેથી. આપણે એક ચોક્કસ રીતમાં આનંદ કરવો હતો, અને કૃષ્ણે આપણને એક ચોક્કસ પ્રકારનું શરીર, યંત્ર, આપ્યું. જેમ કે મોટર ગાડીઓના વિભિન્ન નિર્માણકર્તા હોય છે. તમને જોઈએ છે... કોઈને જોઈએ છે, "મારે બુઇક ગાડી જોઈએ છે". કોઈ કહે છે, "મારે શેવરોલે જોઈએ છે," કોઈ "ફોર્ડ." તે તૈયાર છે. તેવી જ રીતે, આપણું શરીર પણ તેવું છે. કોઈ ફોર્ડ છે, કોઈ શેવરોલે છે, કોઈ બુઈક છે, અને કૃષ્ણ આપણને તક આપે છે, "તારે આ ગાડી, અથવા શરીર, જોઈતું હતું. તું બેસ અને મજા કર." આ આપણી ભૌતિક સ્થિતિ છે.

ઈશ્વર: સર્વભૂતાનામ હ્રદ-દેશે અર્જુન તિષ્ઠતી (ભ.ગી. ૧૮.૬૧). આપણે ભૂલી જઈએ છીએ. શરીર બદલ્યા પછી, આપણે ભૂલી જઈએ છીએ કે મે શું ઈચ્છા કરી હતી અને શા માટે મને આ પ્રકારનું શરીર મળ્યું છે. પણ કૃષ્ણ, તેઓ તમારા હ્રદયમાં સ્થિત છે. તેઓ ભૂલતા નથી. તેઓ તમને આપે છે. યે યથા મામ પ્રપદ્યન્તે (ભ.ગી. ૪.૧૧). તમારે આ શરીર જોઈતું હતું: તમે તે લો. કૃષ્ણ એટલા દયાળુ છે. જો કોઈ વ્યક્તિને એક શરીર જોઈતું હતું જેથી તે બધુ જ ખાઈ શકે, તો કૃષ્ણ તેને એક ભૂંડનું શરીર આપે છે, તો તે મળ સુદ્ધાં ખાઈ શકે. અને જો કોઈ વ્યક્તિને શરીર જોઈતું હતું કે "હું કૃષ્ણ સાથે નૃત્ય કરીશ," તો તે વ્યક્તિ તે શરીર મેળવે છે. હવે, તે તમારા ઉપર છે નક્કી કરવું કે શું તમે એવું શરીર પ્રાપ્ત કરવાના છો જે કૃષ્ણ સાથે નૃત્ય કરી શકશે, વાત કરી શકશે, રમી શકશે. તમે મેળવી શકો છો. અને જો તમારે એક શરીર જોઈતું હોય કેવી રીતે મળ, મૂત્ર ખાવું, તમે તે મેળવશો.