GU/Prabhupada 1053 - કારણકે તમારે સમાજને ચલાવવાનો છે, તેનો અર્થ તે નથી કે તમે સાચી વસ્તુને ભૂલી જાઓ



750522 - Conversation B - Melbourne

પ્રભુપાદ: તમારું શરીર, તમે પોતે, બધુ જ ભગવાનનું છે. આ શરીર ભૌતિક શરીર છે. તે ભૌતિક શક્તિ, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ - બધુ જ ભગવાનનું છે. આ સમુદ્ર ભગવાનનો છે, પાણી, વિશાળ પાણી. તમે રચના નથી કરી, કે નથી તમારા પરદાદાઓએ કરી. તો આ શરીર પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, પાંચ તત્વો. તો તમારું... શરીર પણ ભગવાનનું છે. જ્યાં સુધી હું આત્મા છું, હું પણ ભગવાનનો અંશ છું. તો બધુ જ ભગવાનનું છે. આ કૃષ્ણ ભાવનામૃત છે. આપણે ખોટી રીતે દાવો કરીએ છીએ કે "તે આપણું છે." આ માયા છે. માયા મતલબ જે હકીકત નથી. તે માયાનો અર્થ છે.

મધુદ્વિષ: શ્રીલ પ્રભુપાદ, આ ખ્યાલ કે બધુ ભગવાનનું છે, તે કામ ના કરી શકે જ્યાં સુધી દરેક વ્યક્તિ વિશ્વાસ કરે કે બધુ જ ભગવાનનું છે.

પ્રભુપાદ: તો દરેક વ્યક્તિ પાગલ હોવો જોઈએ. તે હકીકતને બદલતું નથી. જો કોઈ પાગલ માણસ આ ઓરડામાં આવે અને તે લડાઈ કરે, "હું માલિક છું. તું બહાર જતો રહે," તો તે હકીકત નથી.

રેમંડ લોપેઝ: હું સમજી શકું છું, તમે કહી રહ્યા છો સમુદ્ર અને બધુ. પણ તે લોકોના ઉપયોગ માટે છે.

પ્રભુપાદ: ઉપયોગ. તમે ઉપયોગ કરી શકો છો. તેન ત્યક્તેન ભૂંજીથા: (ઇશોપનિષદ ૧). તે વેદિક આજ્ઞા છે. જે તમને આપવામાં આવ્યું છે, તે તમે વાપરો. જેમ કે એક સજ્જનને પાંચ પુત્રો છે. તે એક પુત્રને આપે છે, "આ તારી સંપત્તિ છે. આ તારી સંપત્તિ છે. આ તું ઉપયોગ કરી શકે છે." પણ પુત્રોએ પણ કદર કરવી જ જોઈએ કે "આ પિતાની સંપત્તિ છે. તેમણે આપણને આપી છે." તેવી જ રીતે, વેદિક શાસ્ત્રમાં તે કહ્યું છે કે "બધુ ભગવાનનું છે, અને જે પણ તેમણે તમને આપ્યું છે, તમે ઉપયોગ કરી શકો છો. બીજાની સંપત્તિ પર હાથ ના મારો."

રેમંડ લોપેઝ: પણ જો તેમણે આપ્યું છે... તમે કહેતા હતા કે જો તેમણે તમને કઈક આપ્યું છે અને બીજાની સંપત્તિ પર હાથ ના મારો, પણ એવી કોઈ વસ્તુઓ હોય છે જે એક વ્યક્તિ પાસે હોય છે, અથવા એક વ્યક્તિઓના દળ પાસે હોય છે, જે, હું વિચારું છું, સાચી રીતે કહી શકાય કે...

પ્રભુપાદ: અને મૂળ રૂપે આપણે સ્વીકારવું પડે કે, બધુ જ ભગવાનનું છે. જેમ કે પિતા અને પુત્રો. પુત્રે જાણવું જ જોઈએ કે, "સંપત્તિ પિતાની છે." તે સાચું જ્ઞાન છે. હવે, "જે પણ પિતાએ મને આપ્યું છે, હું તે ઉપયોગ કરીશ. હું શા માટે બીજાના પર હાથ મારુ, મારા બીજા ભાઈ, જેને ભાઈ પાસેથી મળ્યું છે?" આ સારી સમજણ છે. "હું શા માટે મારા બીજા ભાઈ સાથે લડાઈ કરું? મારા પિતાએ તેને આ સંપત્તિ આપી છે, તો તેને તેનો ઉપયોગ કરવા દો, અને જે પણ તેમણે મને આપ્યું છે, મને તેનો ઉપયોગ કરવા દો. શા માટે હું તેની સંપત્તિ પર હાથ મારુ?" આ સારી સમજણ છે.

રેમંડ લોપેઝ: હું સમજી શકું છું જ્યારે તમે કહો છો, "બીજા લોકોની સંપત્તિ પર હાથ ના મારો." અને હું વિશ્વાસ કરું છું, જો હું તમને સાચી રીતે સમજુ છું, જે તમે કહી રહ્યા છો તે જો તમારી પાસે કશું હોય, જો કોઈ વ્યક્તિએ તમને કશું આપ્યું હોય અને કોઈ બીજા વ્યક્તિએ તેનો ઉપયોગ કરવો હોય, તો તેને કરવા દો. હું તે સમજી શકું છું. પણ શું તમે તે સ્તર પર ના પહોંચો ક્યારેક, કે કોઈ કારણથી તમારે તેને ઉપયોગ ના કરવા દેવો હોય?

પ્રભુપાદ: મારે મારી વસ્તુનો ઉપયોગ ના કરવો હોય?

મધુદ્વિષ: તે કહે છે કે જો કોઈ વ્યક્તિએ... જો તમારે બીજાને તમારી વસ્તુ વાપરવા દેવી ના હોય. જો કોઈ વ્યક્તિ બળજબરી પૂર્વક લેવાનો પ્રયત્ન કરે...

પ્રભુપાદ: ના, તે બીજી વસ્તુ છે.

રેમંડ લોપેઝ: પરિસ્થિતી સર્જાઈ શકે છે જ્યારે તમે જે વસ્તુ કોઈ ચોક્કસ કારણથી વાપરી રહ્યા હોવ તે બીજાને વાપરવા ના આપવા માંગતા હોવ. તમે તે વખતે પોતે તે વાપરતા હોવ. તે પરિસ્થિતી સર્જાઈ શકે છે કે તમે નથી ઇચ્છતા...

મધુદ્વિષ: અમે વિશ્વાસ કરીએ છીએ કે બધુ જ ભગવાનનું છે. જો કોઈ બીજો વ્યક્તિ તે ખ્યાલમાં વિશ્વાસ નથી કરતો અને ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે જે...

પ્રભુપાદ: તે ખોટું છે, તે હું કહું છું. તે તેની ખોટી ધારણા છે.

વોલી સ્ટ્રોબ્સ: તમે કઈ રીતે સમાધાન કરો, અથવા કેવી રીતે પરિસ્થિતીને સંભાળો... જો બધુ જ ભગવાનનું છે, આપણે સમાજ ચલાવવાનો છે, અને...

પ્રભુપાદ: પણ તમે ભૂલો નહીં કે બધુ ભગવાનનું છે. કારણકે તમારે સમાજને ચલાવવાનો છે, તેનો અર્થ તે નથી કે તમે સાચી વસ્તુને ભૂલી જાઓ.

રેમંડ લોપેઝ: તો હું ખરેખર તે ખ્યાલમાં કોઈ વાંધો નથી ઉઠાવતો. પણ વસ્તુ છે કે આપણી, જે પદ્ધતિમાં આપણે કામ કરી રહ્યા છીએ તેમાં વિભિન્ન ખ્યાલો છે.

પ્રભુપાદ: તેને સુધારવા જોઈએ. તેને સુધારવા જોઈએ.

રેમંડ: તેને શું કરવું જોઈએ, માફ કરજો?

પ્રભુપાદ: સુધારો.

મધુદ્વિષ: સુધારો.